Categories: દેશ

માત્ર 32 સેકન્ડનું જ મૂહુર્ત, કેવી રીતે PM મોદી કરશે ભૂમિપૂજન..?

અંદાજીત 500 વર્ષના પ્રયાસોને સાકાર કરવાની શરૂઆત થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ મુકવા જઈ રહ્યા છે. પરંતુ આ ભૂમિપૂજન માટે પ્રધાનમંત્રી મોદી પાસે માત્ર 32 સેકન્ડનો જ સમય હશે. 5 ઓગસ્ટે બપોરના 12 વાગ્યાને 15 મિનિટ, 15 સેકન્ડ પછી 32 સેકન્ડની અંદર પહેલી ઈંટ મુકવી ખુબ આવશ્યક છે.

કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્વવિડે ભૂમિપૂજનના મુહૂર્ત સાથે આખી કુંડળી નિકાળી છે. ભાદ્ર પક્ષ અને અસ્થિર તુલા લગ્ન દોષને ખતમ કરવા માટે આ ગણતરીની સેકન્ડોમાં મુહૂર્તનું ખુબ મહત્વ હોય છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ ખુદ ભૂમિપૂજન અનુષ્ઠાનની તૈયારીઓને જોઈ રહ્યા છે. રામમંદિરના ગર્ભગૃહમાં ભૂમિપૂજન માટે લગ્ન ગ્રહ, તિથિ-વારનેલઈને સોશિયલ મીડિયામાં દેશના તમામ વિદ્ધાનોમાં ખુબ ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

40 કિલો ચાંદીની ઈંટ મુકશે PM

5 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાને 15 મિનિટ 15 સેકન્ડ બાદ 32 સેકન્ડમાં પ્રધાનમંત્રી મોદી મંદિરના ગર્ભગૃહમાં પહેલી ઈંચ મુકશે. 40 કિલોગ્રામની ચાંદીની આ ઈંટને ખુદ ટ્રસ્ટ અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ પ્રધાનમંત્રી મોદીને સોંપશે. અને પ્રધાનમંત્રી કરોડો હિન્દુઓની આસ્થા સાથે બંધાયેલા રામમંદિરના નિર્માણની નીવ મુંકશે.

સાધુ-સંતો રહેશે હાજર

રામ મંદિરના ભૂમિપૂજન માટે દેશના તમામ ખુણેથી તમામ ધર્મના 50 સાધુ-સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે-સાથે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ નિમંત્રીત કરાયા છે. આ દિવસ દરેક હિન્દુઓ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મહત્વનો હશે. કારણ કે, માત્ર મંદિર માટે ભૂમિપૂજન નહીં થાય. પરંતુ કરોડો લોકોની આસ્થાની પહેલી ઈંચ મુકાશે.

મહામારી વચ્ચે પણ દેશમાં ઉત્સાહ

હાલ કોરોનાની મહામારી સામે દેશની જનતા જંગ લડી રહી છે. તે માહોલમાં પણ રામ જન્મભૂમિના ભૂમિપૂજનને લઈને જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પણ આ પરિત્ર કાર્યમાં જોડાવા ઈચ્છતા હતા. પરંતુ મહામારીના કારણે નથી જો઼ડાઈ શક્યા. પરંતુ કોઈને કોઈ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ભૂમિપૂજનની તમામ તૈયારીઓ પૂર્ણ

ભૂમિપૂજનની તમામ પ્રકારની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાય છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. તો સાથે-સાથે પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હવે રાહ હોય તો માત્રને માત્ર તે દિવસની જ્યારે પ્રધાનમંત્રી રામમંદિરના નિર્માણની પહેલી ઈંટ મુકશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021