માત્ર 500 રૂપિયા માટે મા..એ દીકરાના દોસ્તને મોતને ઘાટ ઉતારી દીધો, કારણ જાણી ચોંકી જશો..

માત્ર 500 રૂપિયા માટે મા..એ દીકરાના દોસ્તને મોતને ઘાટ ઉતારી દીધો, કારણ જાણી ચોંકી જશો..

ઓડિશામાં માત્ર 500 રૂપિયા માટે એક 14 વર્ષના બાળકને તેના દોસ્તની માતાએ પીટી-પીટીને મારી નાખ્યો છે. ઘટના ઓડિશાના મયૂરભંજ જિલ્લાની છે જ્યાં મહિલાને પોતાના દિકરાના દોસ્ત પર 500 રૂપિયાની ચોરી કરવાની શંકા હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, મયૂરભંજ જિલ્લાના કરજણિયા નજીકના કીપોનોપોશી ગામમાં આ ઘટના બની છે.. 14 વર્ષનું બાળક તેના મિત્ર સાથે ઘરે આવ્યું હતું. જે દરમિયાન તેના ગરમાંથી 500 રૂપિયા ચોરી થયા હતા. જે રૂપિયા આ બાળકે લીધા હોવાની આશંકાએ મહિલાએ તેને ઢોરની જેમ માર માર્યો અને બાળકનો જીવ જતો રહ્યો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, 7 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી રાજન બેહરા મંગળવારે પોતાના મિત્રના ઘરે ગયો હતો. ત્યાર બાદ રાજન થોડા જ સમયમાં પોતાના ઘરે પણ જતો રહ્યો હતો. તેવામાં મિત્રની માતાને શંકા ગઈ કે, ઘરમાંથી 500 રૂપિયા ગાયબ છે.

Advertisement

મહિલાને રાજન પર શંકા ગઈ તો, તેણે પોતાના દીકરાને કહી રાજનને પોતાના ઘરે બોલાવ્યો અને તેની પૂછપરછ કરી. રાજને પૈસા લેવાનો ઈનકાર કર્યો તો મહિલાએ તેને બેરહેમીથી માર માર્યો. જોકે ત્યાર બાદ રાજન ફરી પોતાના ઘરે જતો રહ્યો પરંતુ અંદરૂની જખમના કારણે તેનું ઘરે પહોંચતા મૃત્યું થઈ ગયું.

પોલીસ તપાસમાં આ મહિલાની ઓળખ શમિતા બહેરાના રૂપમાં થઈ છે. જોકે આ ઘટના બાદ ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કલમ-302 હેઠળ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

જોકે આ પ્રકારની હત્યાને અંજામ આપનાર અને આ રીતે બાળકને માર મારનાર કોઈ સાઈકો જ હોય શકે છે. આવા પ્રકારની મહિલાઓથી પોતાના સંતાનોને દૂર રાખવા જ હિતાવહ છે..

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *