‘મા’નો માનીતો ભાઈ બન્યો હત્યારો, માસૂમ ખુશી સાથે દુષ્કર્મની કોશીશ કરી મોતને ઘાટ ઉતારનાર આ પાપીને જોઈ લો.. આને કેવી સજા થવી જોઈએ..

‘મા’નો માનીતો ભાઈ બન્યો હત્યારો, માસૂમ ખુશી સાથે દુષ્કર્મની કોશીશ કરી મોતને ઘાટ ઉતારનાર આ પાપીને જોઈ લો.. આને કેવી સજા થવી જોઈએ..

અમદાવાદના ગોતા વિસ્તારમાંથી ગુમ થયેલી ખુશનો મંગળવારે રાત્રે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો. જે ખુશીને શોધવા માટે આખું ગુજરાત મથી રહ્યું હતું. તે ખુશીની હેવાનીયત સાથે હત્યા કરી નાખવામાં આવી. અને તે પણ બીજા કોઈએ નહીં તેની જ માતાના માનિતા ભાઈએ. જે પણ હાઉસિંગના જ મકાનોમાં રહેતો હતો. ખુશીનો મૃતદેહ એવી હાલતમાં મળ્યો કે, જોઈને તમને એજ જગ્યા પર આ પાપી હેવાનને લટકાવી દેવાની ઈચ્છા થશે.

હેવાન મામાએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ
પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે હેવાન માનિતા મામો ખુશીને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો હતો. ઘરથી દૂર ઓગણજ ટોલનાકા સુધી ખુશીને લઈને ગયો. અને ત્યાં અંધાર પટ ભર્યા વાતાવરણમાં ખુશીને એક ખેતરની અંદર લઈ જઈ તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. ખુશાના કપડા કાઢી તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી. જે બાદ ખુશી ઘરે કોઈને કહી દેશે તેવા ડરમાં તેણે તેનું ગડું દબાવી હત્યા કરી નાખી.

કેવી રીતે લાગી ભનક
પોલીસ ખુશીને શોધી રહી હતી તે દરમિયાન પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ લાગ્યા. જે સીસીટીવીમાં ખુશી શંકાસ્પદ ભાવેશ સાથે જોવા મળી. પોલીસે ત્યાર બાદ સીસીટીવીના આધારે બાવેશની ધરપકડ કરી. અને તેવી પુછપરછ કરતા તેણે સ્વિકાર્યું કે, તેણે જ ખુશીની હત્યા કરી છે. અને 4 દિવસ પહેતા ઘટના સ્થળ પર તેના મૃતદેહનો છોડીને આવતો રહ્યો હતો.

Advertisement

માતાનો માનિતો ભાઈ બન્યો હત્યારો
ખુશીની માતાએ ભાવેશને ભાઈ માન્યો હતો. ભાવેશ પણ હાઉસિંગના જ મકાનમાં તેના ભાઈ સાથે રહેતો હતો. ખુશી તેને મામા કહીને બોલાવતી હતી. તો ભાવેશનો પણ ખુશીના ઘરે આવરો-જાવરો રહેતો. પરંતુ હેવાનની નજર તેના પર હશે તેની કોને ખબર.

કેવી રીતે ખુશીને ઉઠાવી ઘરેથી
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું કે, ખુશી જ્યારે તેના ગરના દરવાજા પાસે રમી રહી હતી ત્યારે તેણે તેને ફોસલાવી હતી. અને બહાર લઈ ગયો હતો. જે બાદ ઓગણજ ટોલનાકા પાસે લઈજઈને તેની હત્યા કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ખુશીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળ્યો હતો. જેશી આ હેવાને તેની સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હોવાની શક્યતા છે.

આવા હેવાનોને કેવી સજા થવી જોઈએ
આપણા દેશમાં રોજ બળાત્કારની ઘટનાઓ બને છે. કોઈને કોઈ ખુશી હેવાનોનો ભોગ બની રહી છે. પરંતુ આપણે ત્યાં આવા હેવાનો સામે કડક કાર્યવાહી થતી નથી. અનેક વર્ષો સુધી આવા હેવાનોને છાવરમાં આવે છે. પરંતુ ક્યાં સુધી આવા હેવાનોને છાવરતા રહી છું. ક્યાં સુધી આવા હેવાનોને ફાંસીએ નહીં લટકાવીએ તે સૌથી મોટો સવાલ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *