માર્કેટમાં આવી રહી છે પુરૂષો માટે ગર્ભનિરોધક ગોળીયો…

માર્કેટમાં જલ્દી પુરૂષો માટે ગર્ભનિરોધક ગોળીઓ આવી રહી છે. મહિલાઓ માટેની તો ગર્ભનિરોધક ગોળીઓ અને ઉપકરણ મળી રહે છે. તેમને અનેક પ્રકારની સલાહ આપનાર લોકો પણ મળી જાય છે. પરંતુ પુરૂષો સાથે આ વિશે વાત કરવા કોઇ મળતું નથી. પરંતુ હવે આ સમસ્યાનું સમાધાન થઇ જશે.

પુરૂષો માટે ગર્ભનિરોધક દવા બનવાની દિશામાં દુનિયાભરના અનેક વૈજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે. તેમાં મિનસોટા વિશ્વવિદ્યાલયના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી જિલિયાન ફીઝર વિશેષ રીતે આ કામ કરી રહ્યાં છે. પરંતુ તેમને એ પણ કહ્યું છે કે આ દવા લગભગ 20 ટકા પુરૂષો પર કામ કરશે નહીં. પુરૂષોમાં હાર્મોન ઇંજેક્શનનો ઉપયોગ પ્રભાવી ગર્ભનિરોધકના રૂપમાં કરવામાં આવી શકે છે. અમેરિકી સંશોધનકર્તાએ પોતાના શોધમાં 270 પુરૂષો પર હાર્મોન ઇંજેક્શનનો ઉપયોગ કર્યો હતો. જેમાં માત્ર ચાર પુરૂષોની પત્નીએ ગર્ભધારણ કર્યો, તેથી હાર્મોન ઇંજેક્શનને 96 ટકા સફળ માનવામાં આવે છે.

આ પ્રયોગના કેટલાક સાઇડ ઇફેક્ટ પણ સામે આવ્યા છે. કેટલાક લોકોના ચહેરા પર દાગ ધબ્બા થવાની ફરિયાદ પણ મળી છે. જ્યારે કેટલાક લોકોએ કારણ વિના મુડ ખરાબ થવાની પણ વાત કરી છે. એવામાં હવે વૈજ્ઞાનિકો કોશિશ કરી રહ્યા છે કે કોઇપણ સાઇડ ઇફેક્ટ વિના પુરૂષોમાં શુક્રાણુ ઉત્પાદન ઓછા કરી શકે. પુરૂષોના શરીરમાં શુક્રાણુનું ઉત્પાદન સતત થતું રહે છે. જો વૈજ્ઞાનિક એક સફળ પુરૂષ ગર્ભનિરોધક બનાવવા માગે છે. તો તેને પુરૂષના શરીરમાં મોટી માત્રામાં હાર્મોનની જરૂર પડશે, જેથી શુક્રાણુઓની સંખ્યા 1.50 કરોડ પ્રતિ મિલીલીટરથી ઓછી કરી 10 લાખ પ્રતિ મીલીલીટર સુધી કરી શકાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ઘણા અભ્યાસમાં સાફ થઇ ગયું છે કે, પુરૂષમાં હાર્મોન ગર્ભનિરોધકનો ઉપયોગ કરી અનિયોજિત ગર્ભ રોકવામાં આવી શકે છે. પરંતુ સાઇડ ઇફેક્ટ આવ્યા બાદ ડોક્ટર નવા પ્રયોગ પર વિચારી રહ્યાં છે. પુરૂષ ગર્ભનિરોધક માટે યોગ્ય માત્રામાં યોગ્ય વસ્તુનો ઉપયોગને જાણવા માટેની દિશામાં આ યોગ્ય પગલું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021