મા લક્ષ્મીના નારાજ થવા પર મળે છે આ સંકેત, ભૂલથી પણ ના કરશો નજરઅંદાજ..

મા લક્ષ્મીના નારાજ થવા પર મળે છે આ સંકેત, ભૂલથી પણ ના કરશો નજરઅંદાજ..

મા લક્ષ્મીની કૃપા જેની પર હોય છે, તેના ઘરમાં ક્યારેય પણ રૂપિયા-પૈસાની કમી થતી નથી. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે. જે લોકો શુક્રવારે તેમની પૂજા કરે છે. મા તેમના ઘરમાં વાસ કરે છે. ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો કો, ખરાબ આદતોના કારણે મા લક્ષ્મી નારાજ પણ થઈ જાય છે અને ઘરમાંથી જતાં રહે છે. મા લક્ષ્મી નારાજ થવા પર અથવા ઘરમાંથી જતાં રહેવા પર કેટલાંક સંકેત મળે છે. જેના આધારે તમે જાણી શકો છો કે, મા લક્ષ્મી તમારાથી નારાજ છે કે નહીં…

મની પ્લાન્ટનું સૂકાવું
જો તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવેલો હોય અને સારી રીતે માવજત કરવા છતાં પણ તે સુકાઈ જાય તો સમજવું કે, મા તમારાથી નારાજ થઈ ગયા છે. અને આવનારા સમયમાં તમારે ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તુલસીનો છોડ સુકાઈ જાય તો તે પણ આર્થિક નુકસાન નો સંકેત છે.

શરીર પર ગરોળી પડવી
વારંવાર શરીર પર ગરોળી પડવી તે એક અશુભ સંકેત છે. ગરોળી તમારા શરીરના ડાબા ભાગ પર અથવા ડાબા ખંભા પર કે સાથળ પર પડે તો તે આર્થિક સંકટ આવવાનો સંકેત છે.

Advertisement


કાગડાની દિશા
જો તમારા ઘરની છત પર કાગડો દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસે તો આર્થિક નુકશાન થાય છે. આ સ્થિતિમાં તમારે પૈસાનું રોકાણ કરવાથી બચવું.

પાણી લીક થવું
ઘરનાં નળમાંથી પાણીની લીક થવું મતલબ છે કે, મા તમારાથી નારાજ છે. પાણી લીક થવું શુભ ગણવામાં આવતું નથી. તેથી પાણી લીક થવા પર તેને તરત જ રિપેર કરાવો.

લાઈન દોરવી
જમીન પર બાળક પેન્સિલ અથવા પેનની મદદથી લાઈન દોરે તો તે, આર્થિક નુકસાનનું સંકેત આપે છે. તેનો અર્થ છે કે, હવે તમારા મા લક્ષ્મી રહી નથી. લાલ પુસ્તક અનુસારસ જ્યારે કોઈ બાળકા જમીન પર અથવા દીવાર પર લાઈન દોરે છે. તો તેનો અર્થ છે કે, માતા-પિતા પર આર્થિક બોજ વધશે. જેના કારણે ઘરમાં પણ અણબનાવ થશે.

Advertisement

મા લક્ષ્મી નારાજ થાય ત્યારે પરેશાન ન થવું નહિ. પરંતુ નીચે જણાવેલા ઉપાયો કરવા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મા લક્ષ્મીની કૃપા હમેશા તમારા પર બની રહે તે માટે શુક્રવાર નાં માં લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું. મહાલક્ષ્મી ને કમળનું ફૂલ અર્પણ કરવાથી તેની કૃપા તમારા પર બની રહે છે.

શુક્રવારના દિવસે લક્ષ્મીજીનું વ્રત કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી શુક્રવારના દિવસે મહાલક્ષ્મી વ્રત રાખવું.

Advertisement

પીપળા અને વડ નાં ઝાડ પર શુક્રવાર નાં દિવસે જળ અર્પણ કરવું. કારણ કે આ વૃક્ષ પર માં લક્ષ્મીજીનો વાસ હોય છે. આ ઉપાય કરવાથી ધનની કમી રહેતી નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *