એક વાત કહુ?

મુકેશ અંબાણી ખીસ્સામાં કેટલા રૂપિયા રાખે છે? જાણો શું કર્યો ખુલાસો…

મુકેશ અંબાણીનું નામ આવતાની સાથે જ મગજમાં સૌથી પહેલી વસ્તુ આવે છે રૂપિયા. અને કેમ ન આવે અંબાણી ભારતના શું એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક છે. મુકેશ અંબાણી રોયલ લાઇફ જીવવી પસંદ કરે છે. જેમનું ઘર પણ આલીશાન અને મોંઘા ઘરના લિસ્ટમાં શુમાર છે.

સોશિયલ મીડિયામાં અવાર નવાર તેમની સાથે જોડાયેલા સમાચાર વાયરલ થઇ રહ્યાં છે. પરંતુ તમને ખબર છે જેમનું નામ આવતા જ રૂપિયા મગજમાં આવે છે તેઓ પોતાના ખીસ્સામાં કેટલા રૂપિયા રાખે છે. સાંભળીને તમે પણ દંગ રહી જશો. કારણ કે આ વાતનો ખુલાસો પોતે તેમને જ કર્યો છે.

ખીસ્સામાં કેટલા રૂપિયા રાખે છે અંબાણી
એચટી લીડરશિપ સમિટમાં મુકેશ અંબાણીએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ખીસ્સામાં ન તો રૂપિયા રાખે છે અને નતો ક્રેડિટ કાર્ડ, તેમના તમામ બિલ સાથે રહેનારા લોકો ભરે છે. તેમને કહ્યું કે રૂપિયા મારા માટે મહત્વના નથી. રૂપિયા એક સંસાધન છે. જે કંપની માટે જોખમ લેવાનું કામ કરે છે. તેનાથી ફ્લેગ્ઝિબિલિટી પણ મળે છે. હું પોતાના ખીસ્સામાં ન રૂપિયા રાખું છે. અને ન તો ક્રેડિટ કાર્ડ, ખુબ જ ઓછા લોકો આ વાતને જાણતા હશે. બાળપણથી લઇને અત્યાર સુધી તેમને ખીસ્સામાં રૂપિયા રાખ્યા નથી.

Advertisement
Advertisement
Exit mobile version