ઇન્ટરનેટ પર એક મુસ્લિમ મહિલાની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં એક મહિલા તેના સગીર બાળક સાથે જોવા મળી રહી છે, આ તસવીરમાં બંનેના ગળા પર ફૂલોની માળા જોવા મળે છે. આ તસવીર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મુસ્લિમ માતાએ તેના પુત્ર સાથે લગ્ન કર્યા છે. આ તસવીર જોયા બાદ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરંતુ અમે તમને તસવીરથી સંબંધિત સત્ય વિશે પણ જણાવીશું. આ ફોટામાં અપાયેલા કેપ્શનને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે, એક મહિલા કેવી રીતે તેના પુત્ર સાથે લગ્ન કરી શકે છે.
તાજેતરમાં, પૂજા શર્મા નામની એક ટ્વિટર યુઝરે એક તસવીર પોસ્ટ કરી હતી કે “આ સાઉદી અરેબિયન મહિલાએ તેના પતિના મૃત્યુ પછી તેના પુત્ર સાથે લગ્ન કર્યા, ઇસ્લામમાં આ વાત ખૂબ જ શરમજનક છે”. હવે આ ફોટો મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. જ્યાં સાઉદી અરેબિયામાં આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
આ સાથે, અમે તમને આ તસવીરની સત્યતા પણ જણાવીશું. છેવટે, લોકો માતા અને પુત્રના આ પવિત્ર સંબંધોને શા માટે દોષી ઠેરવી રહ્યા છે. વાસ્તવિકતામાં હકીકત એવી છે કે, આ તસવીર માતા અને પુત્રની છે. પરંતુ માતાએ આ બાળક સાથે લગ્ન કર્યા નથી. પરંતુ બાળક કુરાન શરીફનું પઠન પૂર્ણ કર્યા બાદ માતાએ તેની ખુશી વ્યક્ત કરતાં તસવીર શેર કરી હતી.
ગુગલમાં આ તસવીરને રિવર્સ સર્ચ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, આ વર્ષે 31 જાન્યુઆરીએ ફેસબુક પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, આજે મારા દીકરાએ કુરાનનું પાઠ પૂર્ણ કર્યું છે. બાળકને અભિનંદન અને સંદેશ શેર કરો.