મેઘા આત્મહત્યા કેસ: ડૉક્ટર શરીર સુખ માટે ત્રાસ આપતો, પતિ દહેજ માટે, અંતે નવસારીની મેઘાએ આત્મહત્યા કરી લીધી

મેઘા આત્મહત્યા કેસ: ડૉક્ટર શરીર સુખ માટે ત્રાસ આપતો, પતિ દહેજ માટે, અંતે નવસારીની મેઘાએ આત્મહત્યા કરી લીધી

છેલ્લા કેટલાંક દિવસથી મેઘા સુસાઈડ કેસ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મેઘાની નામની નર્સે પોતાને આપઘાત કરવા માટે મજબૂર કરતાં પતિ, સાસુ અને ડૉક્ટર દુબેને દોષી ઠેરવતી સુસાઈડ નોટ લખી છે. આ નોટ સ્પષ્ટ કરે છે કે, તેની સાસરીમાં તેને દહેજ ન આપવા બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

તો, બીજી તરફ તે જ્યાં નોકરી કરતી હતી, તે સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર તેને પોતાની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે દબાણ કરતાં હતા. એટલું નહીં, તે ના પાડતી ત્યારે આડકતરી રીતે તેની પર ત્રાસ ગુજારતા હતા. આખરે માનસિક રીતે પડી ભાંગેલી મેઘા મોતને ભેટવા મજબૂર બની.

સુસાઈડ નોટ લખેલી વાત મેઘાના શબ્દોમાં…..

Advertisement

આ તમામ વાતો મેઘાએ તેની સુસાઈડ નોટમાં લખી છે. જેમાં તેણે લખ્યું છે કે, જો હું મૃત મળું તો પ્લીઝ મારાં સાસુ અને પતિ પર તપાસ થવી જોઈએ. તેમણે દહેજ માટે મને ત્રાસ આપ્યો છે. મારા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે, જેથી મેં ઘર છોડી દીધું હતું. જ્યારે અહીં તારા ગામીતે મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું. તે સતત રિલેશન અંગે ત્રાસ આપતા હતા. જો કે, મેં ના કહેતાં મેટ્રન વનિતાએ ડ્યૂટીમાં જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, હું બહુ દબાણમાં હતી. જો મને કંઈ થાય તો આ તમામ લોકો જવાબદાર છે.

શું છે સમગ્ર ઘટના….

મેઘા આચાર્ય નામની 27 વર્ષીય મહિલા નવસારી સિવિલ હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સની જવાબદારી વહન કરતી હતી. તે દરમિયાન પોતે કોરોનાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેણે થાઈરોડ બાબતે તબીબને પણ બતાવવાનું હતુ. જેની માટે રજા માગતી હતી. પરંતુ તેના ઉપરી તેને રજા આપતા નહોતા. તેમજ તે હૉસ્પિટલના મેટ્રન તારા ગામીત, વનિતા પટેલ દ્વારા અને સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે સાથે શરીરસંબંધ બનાવવા દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે મેઘાએ 21મી ઓક્ટોબરની રાત્રે આપઘાત કર્યો હતો. તે પહેલા તેને 6 પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે આ તમામ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

Advertisement

મારી દીકરી દરરોજ આવી મારા ખભે માથું મૂકી રડતી હતીઃ માતા.

મેઘાની માએ દીકરી માટે માગ્યો ન્યાય….

મેઘાની માએ જણાવ્યું હતું કે, દીકરીની મોત જોઈને મારું કાળજુ કંપાય છે. મારે બસ મારી દીકરી માટે ન્યાય જોઈએ છીએ. હૉસ્પિટલના એ તમામ લોકો જે મેઘાને માનસિક રીતે અને શારિરીક સંબંધ બાંધવા દબાણ કરતાં તે તમામ લોકો  અને તેની સાસરીવાળા વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ જોઈએ.

Advertisement

સોશિયલ મીડિયા પર મેઘાની સ્ટોરી થઈ વાઈરલ….

છેલ્લા કેટલાંક દિવસથી મેઘાની સ્ટોરીએ લોકોને ઝંઝોડી નાખ્યા છે, અને તેની માટે ન્યાયની માગ કરી રહ્યાં છે. સાથે જ પોલીસને પણ તેમની કામગીરીને વેગ આપવા માટે જણાવી રહ્યા છે.

 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *