Categories: દેશ

મોદી સરકારના મંત્રીઓને ખેડૂતોએ કર્યા એવા સવાલ કે મંત્રીઓ ન આપી શક્યા જવાબ, જાણો શું હતા સવાલ?…અને પછી શું થયું?

ખેડૂત નેતાઓ દ્વારા જે આશંકા પહેલા જ વ્યક્ત કરવામાં આવી હતી. આખરે તે જ સાચુ પડ્યું. સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચ વાર બેઠક થઇ પરંતુ કોઇ નીવેડો નીકળ્યો નહીં. ખેડૂતોએ સરકારને બેધડક કહી દીધું કે ત્રણેય કાયદાની સમાપ્તિ સિવાય કંઇપણ સ્વીકાર કરશે નહીં. ત્રણેય કાયદાને સમાપ્ત કરવા બાદ જ કોઇપણ પ્રકારની વાતચીત આગળ વધશે. તેના બાદ સરકારે આ મુદ્દે વિચાર કરવા માટે વધુ સમય માગ્યો હતો.

હવે આગામી 9 ડિસેમ્બરે 12 વાગ્યે બેઠક મળશે. પરંતુ એ પહેલા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. બેઠકમાં ખેડૂત નેતાઓએ સરકારને એ પૂછીને હેરાન કરી દીધી કે આખરે કાયદો પરત ન લઇને તે કોના હિતની રક્ષા કરવા માગે છે. તેના પર મંત્રીઓને કોઇ જવાબ ન સુજ્યો અને તે વિચાર વિમર્શ માટે બેઠક રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. આવો જાણીએ એ બાદ શું થયું?

ખેડૂત નેતા પ્રતિભા શિંદેએ મીડિયા સમક્ષ કહ્યું કે સરકાર બહાનું બનાવીને સંશોધનનો રસ્તો અપનાવવા માગે છે. પરંતુ આજની બેઠકમાં અમે સરકારને સ્પષ્ટ રીતે પૂછ્યું કે આખરે તેઓ આ કાયદાને પરત લેવા માટે પાછળ કેમ હટી રહી છે. તેની પાછળ તેમનો શું સ્વાર્થ છે. આ કાયદો જેના માટે બનાવ્યો છે એજ ખુશ નથી તો સરકાર તેને ખેડૂતો પર કેમ થોપવા માગે છે. તેનાથી તે કોના હિતોનું રક્ષણ કરવા માગે છે. શિંદે અનુસાર સરકારના મંત્રીઓ પાસે આ સવાલનો કોઇ જવાબ નહતો.

બેઠકમાં હાજર ખેડૂત નેતા કવિતા કુરુગંતીએ મીડિયાને જણાવ્યું કે ચર્ચા શરૂ થવાની સાથે જ ખેડૂતોએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. તેઓ હવે આગળની વાતચીત કરવા માગતા નથી. વાત આગળ વધારવા પહેલા સરકારને એ જણાવવું જોઇએ કે ખેડૂતોની માંગો પર શું વિચાર છે. ખેડૂત નેતા અનુસાર પાંચમી બેઠકમાં મંત્રીઓએ એ વાત પર જોર આપ્યું કે તેઓ કાયદા અંગે ક્રમાનુસાર ચર્ચા કરી ખેડૂતોની આપત્તિઓને સાંભળતા રહેશે. અને તેના પર સરકાર તરફથી જે સમાધાન સંભવ હશે તેને ખેડૂતોના સામે રાખવામાં આવશે. પરંતુ ખેડૂત નેતાઓએ એકવાર ફરી કાયદા પર ચર્ચા કરવાથી ઇનકાર કરી દીધો હતો. ખેડૂતોએ કહ્યું કે જ્યારે કાયદાની સમાપ્તિ કરવાની વાત કરવી છે. તો કોઇ જોગવાઇઓ અંગે ચર્ચા કરવાનું ઉચિત નથી. તેના પર હવે તોઓ વધારે સમય બગાડવા માગતા નથી.

આ બાદ સરકારના પ્રતિનિધિ બેઠક રૂમમાંથી બહાર ચાલ્યા ગયા હતા. અને ઘણા સમય બાદ વિચાર-વિમર્શ કરતા રહ્યાં હતા. એ બાદ પરત આવીને સરકારના પ્રતિનિધિઓએ કહ્યું કે કાયદો નાબૂદ કરવાના નિર્ણય લેવામાં તેઓ સક્ષમ નથી. અને તેના માટે તેમને વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરવી પડશે. તેના માટે સરકારે 8 ડિસેમ્બર સુધીનો સમય માગ્યો જેને સ્વીકારવામાં આવ્યો હતો. એ બાદ આગળની બેઠકનો સમય 9 ડિસેમ્બર નક્કી કરવામાં આવ્યો છે. ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલતું રહેશે. આ વચ્ચે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021