Categories: દેશ

મોર પર વિવાદ… પ્રધાનમંત્રી મોદી વિશે સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કાંઈક આવું…

ગત રોજ વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક પોસ્ટ મૂકી હતી. જેના કારણે તેઓ વિવાદમાં સંપડાયા છે. આટલું જ નહીં લોકો વન્ય પ્રાણી અધિનિયમને લઈ રાજનેતાઓ પર કાયદો લાગું થતો ન હોવાના ગંભીર આક્ષેપો પણ કરી રહ્યાં છે.

કારણ કે, નરેન્દ્ર મોદીએ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં મોર તેમની પાસે આવીને કંઈક ખાતા જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેમણે એક વીડિયો પણ મૂક્યો છે. જેમાં મોર કળા કરી રહ્યો છે. જેની પર વડાપ્રધાને એક કવિતા પણ લખી છે….

મોર ભયો, બિન શોર,
મન મોર, ભયો વિભરો,

કારણ કે, આ પહેલા પણ મોર લઈને બિહારના પૂર્વ વડાપ્રધાન લાલૂ પ્રસાદ યાદવ વિવાદમાં ઘેરાયા હતા. વર્ષ 2017માં લાલૂ પ્રસાદના આવાસમાં બે મોર પાળવામાં આવ્યા હતા, ત્યારે તેમની પર વન્ય પ્રાણી અધિનિયમનુ ઉલ્લંઘન કરવા મામલેની ફરિયાદ કરાઈ હતી.

એટલે આજે જ્યારે વડાપ્રધાન મોદી પોતાના આવાસમાં મોર સાથે જોવા મળી રહ્યાં છે, ત્યારે સહજ છે કે, લોકો વડાપ્રધાને પ્રશ્ન કરવાના જ છે કે, નિયમને લઈને આવી બાંધછોડ શા માટે ? શા માટે કાયદો બધા માટે સરખો નથી?? વિગેરે..

આમ, જ્યારે લોકોના મનમાં કાયદા અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે, ત્યારે કેટલીક વાતો પુષ્ટી થવી જરૂરી છે કે….

શું ખરેખર વડાપ્રધાન મોદીના આવાસમાં મોર પાળ્યાં છે??

શું વડાપ્રધાન મોદી વન્ય પ્રાણી અધિનિયમનથી અજાણ છે? વિેગેરે…

આવા અનેક સવાલો તમારા મનમાં થાય એ પહેલા તમને જણાવીએ કે, વડાપ્રધાનના આવાસમાં મોર પાળ્યા હોવાની કોઈ પુષ્ટી થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાનનું આવાસ લૂટિયન્સ ઝોનમાં છે. જ્યાં ખૂબ હરિયાળી હોવાથી મોર તે વિસ્તારમાં ફરવા આવે છે. સામાન્ય દિવસો પણ અહીં મોર ફરતાં જોવા મળે છે અને આ રીતે કાલે પણ મોર ફરતાં-ફરતાં પી.એમ આવાસમાં આવી પહોંચ્યા હતા. જેથી વડાપ્રધાન પર વન્ય પ્રાણી અધિનિયમન લાગું થતો નથી.

લૂટિયન્સ ઝોનના લોધી ગાર્ડનમાં મોરનું સંવર્ધન કેન્દ્ર છે

નોંધનીય છે કે, લૂટિયન્સ વિસ્તાર બ્રિટિશરો દ્વારા વસાવવામાં આવ્યો હતો. જેમાં બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિઅન્સની મહત્વનું યોગદાન છે. જેથી આ વિસ્તારમાં લ્યુટિયન્સ ઝોન પણ કહેવામાં આવે છે. લ્યુટિઅન્સ વિસ્તારમાં આવેલ લોધી ગોર્ડન મોરનું સંવર્ધન કેન્દ્ર છે, તેથી જ મોર મોટી સંખ્યામાં અહીં જોવા મળે છે.

આમ, એક તરફ પીએમ મોદીનો વીડિયો વાઈરલ થયા પછી સોશિયલ મીડિયામાં માગ ઉઠી છે કે, કાયદાથી ઉપર કોઈ નથી. દેશનો કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. તે જ સમયે, ઘણા લોકો એમ પણ કહેતા જોવા મળે છે કે, દરેક બાબતમાં રાજકારણ ન હોવું જોઈએ. પીએમ હાઉસિંગ એ મોરનું કાયમી નિવાસ છે. પીએમ મોદીએ તેમને ઉભા કર્યા નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021