ગુસ્સો ભલ ભલા માણસને હેવાન બનાવી છે. ન કરવાનું કામ કરાવી દે છે કે, જેનો પસ્તાવો તમે ગમે તેટલો પસ્તાવો કરી લો પણ તમે તમારી ભૂલને સુધારી શકતાં નથી. તો બીજી તરફ કેટલાક એવા પણ હોય છે જે ગુસ્સામાં હેવાનિયતને પણ પાછળ મૂકી દે છે. એવા ગંભીર અને હ્દય કંપાવનાર ગૂના કરી બેસે છે, જે માફીને પાત્ર નહીં પણ સજાને લાયક હોય છે.આજે અમે તમને આવો જ એક કિસ્સો જણાવવાના છે. જે વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…
આ ઘટના મધ્યપ્રદેશના નાગદાનામાં આવેલા વિદ્યાનગર વિસ્તારમાં જોવા મળી છે. જ્યાં હ્દય કંપાવનાર ઘટનાએ ચકચારી મચાવી છે. પરપરુષ સાથે સંબંધ હોવાની શંકામાં એક મહિલાએ તેના પતિએ, સાસુ-સસરા અને તેમના સંબંધીએ ભેગા મળીને તેને ઢોરમાર માર્યો. એટલું જ નહીં, મહિલાને ઢસેડીને ઘરની બહાર લઈને ગયા તેને મૃત સમજીને ફેંકી દીધી, ત્યારે પાડોશી પણ આ સમગ્ર ઘટનાનો તમાશો જોઈ રહ્યાં હતા.
આ ઘટના કેટલી ગંભીર હશે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, આ પિશાચી પરિવારના સભ્યોએ પહેલા તો આ મહિલાની તલવારથી જીભ કાપી નાખી, ગાલ, હોઠ અને એક સ્તન કાપી નાખ્યું. અહીંથી પણ તેઓ રોકાયા નહોતા. પણ મહિલાના મોઢામાં અને તેના પ્રાઈવેટ પાર્ટમાં વેલણ ઘૂસાડી દીધુ હતું.
આજુબાજુના ઘરો પણ મહિલાની દર્દીભરી ચીસોથી દ્રવી ઉઠ્યાં પણ કોઈ મહિલાનો જીવ બચાવવાનો પ્રયાસ સુદ્ધાં ન કર્યો. થોડીવાર બાદ આ પરિવારે પીડિતાને ઘરની બહાર ઢસળી લાવ્યા અને મૃત સમજીને તેને બહાર ફેંકી આવ્યા, બાદઘરને તાળુ મારી તમામ લોકો ફરાર થઈ ગયા હતા.
પોલીસે આ ઘટના બાદ જણાવ્યુ છે કે, પોલીસે મહિલાના પતિ, સાસુ-સસરા અને અન્ય એક મહિલા વિરુદ્ધ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના આરોપમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.