રાજ્યમાં ખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખથી ચોમાસું લેશે વિદાય…

રાજ્યમાં ખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખથી ચોમાસું લેશે વિદાય…

રાજ્યમાં દર વર્ષ કરતા ત્રણ ગણો વરસાદ પડ્યો. રાજ્યના ડેમોમાં એટલું પાણી છે કે, ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડે તો પણ પાણીની ઘટ પૈદા ન થાય. પરંતુ વરસાદી આફતના કારણે આ વખતે ખેડૂતોને ખુબ મોટો ફટકો પડ્યો છે. ભારે વરસાદના પગલે મોટી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. તેવામાં ખેડૂતો માટે એક સારા સમાચાર એ સામે આવ્યા છે કે, રાજ્યમાંથી આગામી દિવસોમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે. એટલે કે, પાકની લણણી સમયે ખેડૂતોને વરસાદી આફતનો સામનો નહીં કરવો પડે.

આ તારીકે વિદાય લેશે ચોમાસું
હવામાન વિભાગે ચોમાસાને લઈને સત્તાવાર જાહેરાત કરી છે. જે પ્રમાણે, આગામી 30 મી સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લેવાનો આરંભ થઈ જશે. જોકે 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદી ઝાપડા પડી શકે છે. પરંતુ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે. એટલે કે, ખેડૂતોને ચોમાસુ પાકની લણણીમાં કોઈપણ પ્રકારની આફતનો સામનો કરવો પડશે નહીં.

134 ટકા પડ્યો વરસાદ
હવામાન વિભાગના મતે આ વર્ષે રાજ્યમાં સૌથી વદુ 134 ટકા વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખુબ સારો વરસાદ પડ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં નહિવત કરતા થોડો ઓછો વરસાદ નોંધાયો છે. પરંતુ એકંદરે વરસાદ સારો નોંધાયો છે. જેના કારણે રાજ્યના મોટા ભાગના જળાશયો છલકાઈ ચૂક્યા છે.

Advertisement

આગામી સિઝનમાં સારો પાક થશે
સારા વરસાદના પગલે આગામી શિયાળુ અને ઉનાળુ પાક પણ ખુબ સારો પાકવાની શક્યાતા છે. કારણ કે, ખેડૂતોને આ વર્ષે ભરપુર પાણી પણ મળી રહેશે. પાણીની ઘટ ન આવવાથી ખેડૂત કોઈપણ પાકનું સારામાં સારું ઉત્પાદન લઈ શકશે. આમ ખેડૂતોને ચોમાસું સિઝનમાં પડેલો માર ઉનાળુ અને શિયાલુ સિઝનમાં ભરપાઈ સાથે નફો કરાવશે.

ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ
રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશે એટલે સ્વાભાવિક છે કે, ચોમાસુ પાકની લણણી પછી ખેડૂતો શિયાળુ પાકની વાવણીમાં જોતરાશે. ઘઉં, જુવાર, બાજરી, જીરૂ, ધાણા, સહિતના પાકનું વાવેતર કરશે. એટલે કે, જો માવઠાનો માર ન પડ્યો તો શિયાળુ પાક ખેડૂતો માટે સોનામાં સુગંધ લઈને આવશે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *