Categories: દેશ

રામ મંદિર અને PM મોદી વચ્ચેનો અનેરો સંબંધ આ 11 વાયરલ તસવીરો વર્ણવી રહી છે

વર્ષ 1990માં ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. જેમાં વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રથયાત્રાના રણનીતિકાર તરીકે સોમનાથથી રથયાત્રામાં જોડયા હતા.

સોમનાથથી આ રથયાત્રા 25 સપ્ટેમ્બર,1990માં નિકળી હતી. જે 30 ઓક્ટોબરે અયોધ્યામાં પૂર્ણ થવાની હતી. અને તે જ દીવસે અયોધ્યામાં ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ કારસેવાની જાહેરાત કરી હતી. સોમનાથથી નિકળેલી આ રથયાત્રા અંદાજીત 10 રાજ્યોમાં થઈને પસાર થઈ હતી.

અડવાણીજીના નેતૃત્વમાં નિકળેલી આ રથયાત્રા 10 હજાર કિલોમીટર લાંબી હતી. જેમાં રથયાત્રાના આખા રથને ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. જોકે આ સમયે જ અડવાણીજીએ ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ યાત્રામાં જોડાવા માટે કહ્યું હતું.

મહત્વનું છે કે, લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રાના આયોજક પ્રમોદ મહાજન હતા. જ્યારે ગુજરાતમાં આ રથયાત્રાના રણનીતિકાર અને શિલ્પી એવા વર્તમાન પ્રધાનમંત્રી મોદી હતા. પ્રધાનમંત્રી મોદી તે સમયે ગુજરાતમાં ભાજપના મહામંત્રી હતા. પરંતુ આ યાત્રાના આયોજન બાદ તેમને પાર્ટીમાં મોટો દરજ્જો મળ્યો. એટલે કે, અયોધ્યાની આ યાત્રાએ પ્રધાનમંત્રી મોદીના રાજકીય જીવનનો અભિન્ન અંગ બની ચૂક્યું છે.

અયોધ્યા સુધીની આ રથયાત્રાના કારણે નરેન્દ્ર મોદીએ રાજકારણાં તો એન્ટ્રી કરી જ. પરંતુ આ રથયાત્રાએ રામ મંદિર આંદોલનને પણ એક નવી દિશા આપી હતી. સોમનાથથી અયોધ્યા રથયાત્રાના કારણે જ સમગ્ર ભારતમાં રામનામની લહેર છવાઈ ગઈ હતી.

રામ મંદિરના ભૂમિપૂજનને લઈને હાલ પ્રધાનમંત્રી મોદીની પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોષી સાથે 1991ની તસવીર વાયરલ થઈ રહી છે. તે વખતે પ્રધાનમંત્રી મોદી રામ જન્મોત્સવ પ્રસંગે અયોધ્યા ગયા હતા.

કહેવાય છે કે, પત્રકારોને તે વખતે મોદીએ કહ્યુ હતુ કે, હવે જ્યારે રામ મંદિર બનશે ત્યારે હું ફરી અયોધ્યા આવીશ. સોશ્યલ મીડિયા પર પીએમ મોદીની 1991ની તસવીર પણ વાયરલ થઈ રહી છે.

આ તસવીર ખેંચનાર ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીનુ કહેવુ છે કે, તે વખતે મેં જ્યારે નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, હવે હું મંદિર બનશે ત્યારે જ અયોધ્યા આવીશ.

મહત્વનું છે કે, મોદી પ્રધાનમંત્રી તરીકેના પોતાના પહેલા કાર્યકાળમાં પણ અયોધ્યા ગયા નહોતા. જેના પગલે સવાલો પણ ઉભા થયા હતા. એવી અટકળો થઈ રહી હતી કે, પ્રધાનમંત્રી મોદી મંદિર નિર્માણ થયા પછી જ અયોધ્યા જવા માંગે છે.

અત્યાર સુધી પ્રધાનમંત્રી મોદીનુ અયોધ્યા નહીં જવાનુ કારણ ગમે તે હોય પણ અટકળો સાચી પડી છે અને પ્રધાનમંત્રી મોદી 29 વર્ષ બાદ અયોધ્યા જઈ રહ્યા છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021