Categories: ગુજરાત

રૂપાણી સરકારે ડ્રેગન ફ્રૂટને આપી નવી ઓળખ.. નામ બદલીને રાખ્યું આ..

આપણે જાણીએ જ છીએ કે, આપણા દેશમાં રોડ-રસ્તા, નદી, સરોવર, અને શહેરોના નામ ફેરવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ આ ટ્રેન્ડમાં હવે નવું નઝરાણું આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું છે. કારણ કે, રૂપાણી સરકારે ખેડૂતો અંગે નવી યોજનાઓની જાહેરાત સાથે-સાથે ગુજરાતમાં ખાસ કરીને સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ઉત્પાદન થતા ડ્રેગન ફ્રૂટનું પણ નામ કરણ કરી નાખ્યું છે.

ડ્રેગન ફ્રૂટને મળી ભાજપની ઓળક!
રૂપાણી સરકારને ડ્રેગન ફ્રૂટમાં ચીનની યોદ આવે છે. એટલે હવે બિચારા ડ્રેગન ફ્રૂટનું જ નામ કરણ કરીને કમલમ્ ફ્રૂટ કરી નાખ્યું છે,. કમલમ્ નો સાચો અર્થ થાય છે કમળ જેવું. પરંતુ આપણે કમલમ્ તરીકે ઓળખીએ છીએ ભાજપના કાર્યાલયને. એટલે કે, બિચારા ડ્રેગન ફ્રૂટ પર પણ કમશનો થપ્પો લાગી ગયો છે.

જોકે કે, કમળના થપ્પા વાળી વાત તો જરા મજાક છે. પરંતુ મુખ્યમંત્રીએ જાહેર કરેલી જાહેરાત પ્રમાણે, હવે ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટ કમલમ્ ફ્રૂટ તરીકે ઓળખાશે. જોકે તમારે તેને ક્યા નામથી ઓળખવું છે. તે તો તમારા હાથનો કેલ છે. પરંતુ હાલ તો બિચારા ડ્રેગન ફ્રૂટનું કમલમ્ થઈ ગયું..

કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારથી ગામના નામ, સ્ટેશન કે પછી સંસ્થાઓના નામ બદલવાનો ટ્રેન્ડ શરુ થયું છે. જોકે રાજ્યની બીજેપી સરકારે કેન્દ્રથી એક ડગલું આગળ વધીને ફ્રુટનું નામ બદલ્યું છે. જોકે આ નામ કરણ અંગે મુખ્યમંત્રીએ એવું જણાવ્યું કે, આ ફળનું નામ ડ્રેગન ફ્રૂટ શોભે એવું નામ નથી તેમ કહી કમલમ રાખ્યું છે અને વધુમાં કહ્યું કે, કમલમ સંસ્કૃત નામ છે જે ખુબ જ સારૂ છે. આમ હવે રાજ્યમાં ડ્રેગન ફ્રૂટ કમલમના નામથી ઓળખાશે.

ઉલ્લેખનીય છે કે, નામ બદલતા વિવાદ છંછેડાયો હતો. ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપવા પર કોંગ્રેસે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, સરકાર નામકરણ કરવામાં વ્યસ્ત છે. આ સાથે જ એવું પણ કહ્યું હતું કે, હવે કોઈ મુદ્દો નથી એટલે ફ્રુટના નામકરણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સરકારને નામકરણ કરવામાં જ રશ છે. પરંતુ ખેડૂતોના મુદ્દા, વાલીઓના મુદ્દા, નિયમોની આડમાં લૂંટવાના મુદ્દા, નેતાઓના તાયફાના મુદ્દા જેવું કાંઈ દેખાતું નથી. અથવા તો દેખાય છે તો તેને દબાવવા માટે આવી હરકતો કરો છે.

જોકે સરકારના આ ડ્રેગન ફ્રૂટના નામ કરણ અંગે તમારું શું કહેવું છે. તે ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. કારણ કે, આ મુદ્દે તમારો મત જરૂરી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021