રેસ્ટોરન્ટમાં બિલની સાથે આપવામાં આવે છે વરિયાળી-ખાંડ, કારણ જાણીને તમે પણ કહેશો WOW…

રેસ્ટોરન્ટમાં બિલની સાથે આપવામાં આવે છે વરિયાળી-ખાંડ, કારણ જાણીને તમે પણ કહેશો WOW…

આજકાલ બહારનું ખાવાનું સામાન્ય બાબત બની ગઇ છે. હોટલ, રેસ્ટોરન્ટમાં ખાવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. એક સર્વે દ્વારા એ જાણવા મળ્યું છે કે શહેરોમાં રહેનાર લોકો દર બીજા દિવસે બહારનું ખાવાનું પસંદ કરે છે. બહાર જમતા સમયે શું આપે ધ્યાન આપ્યું છે કે જ્યારે પણ તમે બિલ આપો છો. ત્યારે તમને વરિયાળી અને ખાંડ શા માટે આપવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ કરવામાં આવે છે. આખરે શા માટે તમને દરેક હોટલમાં જમ્યા બાદ વરિયાળી અને ખાંડ આપવામાં આવે છે. આજે તમને જણાવીશું કે શું છે હોટલમાં આપવામાં આવતી વરિયાળી અને ખાંડનું રાજ.

પાચન શક્તિ વધારે છે
બહારનું ખાવનું મોટાભાગે ભારે હોય છે. બહારનું ખાવાનું ઘણું મસાલાદાર પણ હોય છે. એવામાં તમને પેટની અનેક સમસ્યા થઇ શકે છે. વરિયાળી અને ખાંડમાં પાચનશક્તિ વધારવા અને જલ્દી ખાવાનું પચાવવાની ક્ષમતા હોય છે. જમ્યા બાદ જો વરિયાળીનું સેવન કરવામાં આવે તો પેટમાં એસિડીટી થતી નથી. એટલું જ નહીં જમવાનું પચાવવામાં પણ વરિયાળી અને ખાંડનો જવાબ નથી. આ કારણે બિલની સાથે વરિયાળી અને ખાંડ આપવામાં આવે છે.

મોઢાની દુર્ગંધ દૂર કરવા
બહારના ભોજનમાં રહેલા મસાલા અને સલાડ ખાવાથી તમારા મોઢામાં દુર્ગંધ આવવા લાગે છે. તમારા મોઢાની આ દુર્ગંધને દુર કરે છે વરિયાળી અને ખાંડ, જો તમે પણ ક્યારેય બહાર ખાવા જાવ છો. તો તમે પણ જમ્યા બાદ વરિયાળી અને ખાંડનો પ્રયોગ જરૂર કર્યો હશે. પરંતુ તમે તેના ફાયદા પર ધ્યાન આપ્યું હશે નહીં. તમે એ તો જાણી ચૂક્યા છો કે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાધા બાદ એસિડીટીથી બચવા, ખાવાનું પચાવવા અને મોઢાની દુર્ગંધ દુર કરવા માટે વરિયાળી અને ખાંડ આપવામાં આવે છે. આ સિવાય ખાંડ ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે. જેને જાણીને તમે પણ આજતી વરિયાળી ખાવાની આદત બનાવી લો.

Advertisement

યાદશક્તિ વધારે છે
વરિયાળા ન માત્ર પાચનશક્તિ અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે.પરંતુ યાદ શક્તિ માટે પણ ખુબ સારી છે.વરિયાળીનું સેવન સતત કરવાથી તમારુ મગજ તેજ થઇ જાય છે. સાથે જ તમારી યાદશક્તિમાં પણ સુધારો થાય છે.

આંખોની રોશની વધારો
વરિયાળી ખાવાથી તમારી આંખોની રોશની વધે છે. તેનો સ્વાદ વધારવા માટે વરિયાળી સાથે થોડી ખાંડના દાણા રાખો, અને દિવસમાં બે અથવા ત્રણ વાર તેનું સેવન નિયમિત કરતા રહો, તેનાથી તમારી આંખોની રોશની વધે છે. અને જેને ચશ્મા છે તેના નંબર ઓછા થઇ શકે છે

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *