Categories: ભક્તિ

રોજ સવારે ઘરથી નીકળતા પહેલા કરો આ 8 કામ, દેવી દેવતાઓની કૃપા આપણા પર બની રહેશે.

સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો રહે છે. સવારે એવા કામ કરવા જોઇએ જેનાથી આપણા વિચાર સકારાત્મક બને અને દેવી-દેવતાઓની કૃપા આપણા પર બની રહે. અહીંયા જાણો 8 એવા કામો વિશે જે આપણે ઘરથી નીકળતા પહેલા કરવા જોઇએ. જેનાથી આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

1. રોજ સવારે જલ્દી ઉઠો
જે લોકો સવારે જલ્દી ઉઠી જાય છે. તેઓ દિવસભર તાજગી મહેસૂસ કરે છે. સૂર્યોદય પહેલા અથવા સૂર્યોદય સમયે બિસ્તર છોડી દેવું જોઇએ. એવું કરવાથી દેવી-દેવતાઓની કૃપા પણ મળે છે અને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.

2. તાંબાના લોટામાં રાખેલું પાણી પીવું જોઇએ
સવારે ઉઠતાની સાથે જ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઇએ. તેના માટે રાતે જ તાંબાના વાસણમાં પાણી ભરીને રાખી દેવું જોઇએ. આ પાણી દરરોજ પીવાથી પેટથી જોડાયેલી અનેક બિમારીઓ દૂર થઇ જાય છે.

3. યોગ અને ધ્યાન કરો
લાંબા સમય સુધી સ્વાસ્થ્ય અને જવાન બની રહેવા માટે યોગ-ધ્યાન સર્વશ્રેષ્ઠ ઉપાય છે. યોગ શરીરની તમામ પ્રકારની બિમારીઓથી બચાવે છે. અને ધ્યાનથી માનસિક સ્તર પર શક્તિ મળે છે. ધ્યાનથી ક્રોધને કાબૂમાં કરી શકાય છે. અને માનસિક તણાવ પણ દૂર થઇ શકે છે. યોગ શરીર શક્તિશાલી બનાવે છે. અને રોગોથી લડવાની શક્તિ વધારે છે.

4. રોજ સવારે સૂર્યને જળ ચઢાવો
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે લોકો નિયમિત રૂપથી સૂર્યને જળ ચઢાવે છે. તે ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સારી સ્વાસ્થ્ય સાથે લાંબી ઉમર પણ મળે છે. આ ઉપાયથી ત્વચાની ચમક વધે છે. અને સ્વાસ્થ્ય સંબંધી લાભ મળે છે.

5. ઘરથી નીકળતા પહેલા દહીનું સેવન કરો
હરરોજ ઘરથી નીકળતા પહેલા થોડું દહી અને સાંકરનું સેવન કરવું જોઇએ. આ શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી કાર્યોમાં સફળતા મળે છે. અને નકારાત્મકતા દૂર થાય છે.

6. તુલસીને જળ ચઢાવો
રોજ સવારે સ્નાન સહિતના કામો બાદ તુલસીને જળ ચડાવવું જોઇએ. તુલસીના આ નાના એવા વિચારથી દેવી-દેવતાઓની કૃપા થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ઘરોમાં તુલસી હોય છે. અને લોકો તુલસીની દેખરેખ રાખે છે. તેમને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

7. માતા-પિતાના આશિર્વાદ
જે લોકોના માતા-પિતાના હંમેશા પ્રશન્ન રહે છે અને જે લોકો માતા-પિતાનું સન્માન કરે છે. તે હંમેશા સુખી રહે છે. માન્યતા છે કે દેવી-દેવતાઓ પણ તે લોકો પર કૃપા વરસાવે છે. જ્યાં વૃદ્ધ લોકોને આદર અને સન્માન કરવામાં આવે છે. માતા-પિતાના આશિર્વાદથી ખરાબ સમય જલ્દી દૂર થઇ જાય છે.

8. ઘરમાં મંદિરમાં પૂજા કરો
રોજ ઘરમાં મંદિરમાં પૂજા કરવી જોઇએ. દીપ અને અગરબત્તી જલાવવી જોઇએ. દીપક અને અગરબત્તીના ધુમાડાથી વાતાવરણની નકારાત્મકતા ઉર્જા ખતમ થઇ જાય છે. વાસ્તુ અનુસાર દરરોજ ઘરમાં દીપક પ્રગટાવવાથી વાસ્તુના અનેક દોષ દૂર થઇ જાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021