Categories: ભક્તિ

લગ્નજીવનમાં ખતરાની ઘંટી છે હાથની આવી રેખા…જાણો તમારે તો નથીને આવી રેખા…

હસ્ત રેખા વિજ્ઞાન: હસ્તરેખા શાસ્ત્ર દ્વારા વ્યક્તિના લગ્નના યોગ અને લગ્નની સ્થિતિનું આકલન કરવામાં આવી શકે છે. હાથમાં વિવિધ પ્રકારની રેખા વ્યક્તિના જીવન સાથે જોડાયેલા તમામ વિષયો જેમ કે ધન, ઉમર, માન-સન્માન, નોકરી સંબંધિત તમામ વાતોને દર્શાવે છે. જેમાં લગ્ન વ્યક્તિના જીવનનો અહમ ભાગ હોય છે. મનુષ્ય પોતાના લગ્નજીવનને લઇને ખુબ જ ઉત્સાહી રહે છે. મોટોભાગના લોકોની જીજ્ઞાશા હોય છે કે લગ્ન બાદ તેના જીવન કેવું રહેશે.

હસ્તરેખા અનુસાર વ્યક્તિની હથેળીમાં લગ્ન સંબંધિત રેખા એટલે કે મેરેજ લાઇન દ્વારા લગ્નજીવન સંબંધિત વાતો જાણી શકો છો. આવો જાણીએ હથેળીમાં લગ્નની રેખા એટલે મેરેજ લાઇન ક્યાં અને કેવી હોય છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથની નાની આંગળીની નીચે બુધ પર્વત પર હથેળીની બહારથી આવનારી રેખાને લગ્નની રેખા કહેવામાં આવે છે. કેટલાક લોકોની હથેળીમાં આ સ્થાન પર એક વધારે રેખા હોય છે. આવો જાણીએ કેવા પ્રકારની લગ્નની રેખા શુભ માનવામાં આવે છે.

હસ્ત રેખાના નિયમોના આધાર પર લગ્ન રેખા કપાયેલી ન હોવી જોઇએ, પરંતુ સમાન રૂપથી સ્પષ્ટ હોવી જોઇએ. જો રેખા કપાયેલી હોય તો તેમાં ક્યાંક કોઇ અન્ય ચિન્હ બની જાય છે. જેનો અર્થ પણ બદલાઇ જાય છે. લગ્ન રેખા સ્પષ્ટ અને ઉંડાણવાળી શુભ માનવામાં આવે છે. સ્પષ્ટ લગ્ન રેખા વાળા વ્યક્તિઓનું લગ્નજીવન ખુબસૂરત હોય છે. જો કપાયેલી અથવા વધારે રેખાઓ મળે છે તો લગ્નજીવનમાં અડચણ આવે છે. જે લોકોના હાથમાં લગ્નની રેખા હ્રદય રેખા નજીક હોય છે. તેમના લગ્ન 20 વર્ષની ઉમરમાં થઇ જાય છે. જો આ લગ્ન રેખા નાની અને હ્રદય રેખાની મધ્યમાં હોય તો 22 વર્ષની આસપાસ લગ્ન થઇ જાય છે. જો એકથી વધારે નાની નાની લગ્નની રેખા હાથમાં જોવા મળે તો તે પ્રેમ સંબંધોને દર્શાવે છે.

જો કોઇ મહિલાના હાથમાં લગ્નની રેખા પ્રારંભમાં કોઇ દ્વીપ અથવા કોઇ ચિન્હ હોય તો એવા વ્યક્તિના લગ્નમાં દગો થવાનું સ્વભાવિક છે. સાથે જ એવા લોકો પોતાના જીવનસાથીના સ્વભાવ અને સ્વાસ્થ્યમાં પરેશાન રહે છે. જ્યારે કોઇના હાથમાં લગ્નની રેખા કાપતા નીચે તરફ આવે છે. તો એવા વ્યક્તિના લગ્ન શુભ માનવામાં આવતા નથી. પરંતુ ખતરાની ઘંટી હોય છે. હસ્તરેખા અનુસાર જો કોઇ વ્યક્તિની હથેળીમાં લગ્ન રેખા સૂર્ય રેખા સુધી હોય છે. તો એવા વ્યક્તિના લગ્ન કોઇ સમૃદ્ધ અને સંપન્ન પરિવારમાં થાય છે. જ્યારે બુધ પર્વતથી આવનારી અનેક રેખા લગ્નને કાપે છે. તો એવા વ્યક્તિને લગ્નજીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021