દરેક કપલ માટે લગ્ન એક ખાસ દિવસ હોય છે. કારણ કે, આ તેમના નવા જીવનની શરૂઆત હોય છે. એટલે દરેક લોકો પોતાના લગ્નને હંમેશા સૌથી યાદગાર અને ખાસ દિવસ બનાવવા માગે છે. જ્યારે બીજી તરફ બંને પરિવાર આ પ્રસંગને યાદગાર બનાવવો પ્રયત્ન કરે છે.
હિન્દુ પરંપરામાં લગ્ન ધાર્મિક અને સામાજિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે, આ સંબંધની સાથે બે લોકો નહીં બે પરિવાર પણ એકબીજા સાથે જોડાય છે. એટલે દરેક વ્યક્તિ લગ્નને સફળ બનાવવામાં વ્યસ્ત રહે છે. નાનામાં નાનો રિવાજ બરાબર રીતે પરિપૂર્ણ થાય તેવા પ્રયત્ન કરે છે. દુલ્હનથી લઈને દરેક લોકો તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળે છે.
લગ્ન પ્રસંગમાં રિવાજ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જેને મુહૂર્ત પર કરવા માટે આખો પરિવાર ભાગદોડ કરતો જોવા મળે છે. આ તમામ વાતો દરેક લગ્નમાં જોવા મળે છે. પણ આજે અમે તમને એક અલગ લગ્ન વિશે જણાવવા જઈ રહ્યાં છે. જેમાં વર-વધુએ રિવાજને પડતો મૂકીને એક જવાબદાર નાગરિક તરીકેની પણ ફરજ પૂરી કરી છે.
मेरा भारत महान |
— Ashish Kr Mishra (@IndianCopAshish) February 22, 2021
एक बच्ची को ब्लड की जरूरत थी,कोई भी रक्तदान करने को सामने नही आ रहा था, क्योंकि वो किसी दूसरे की बच्ची थी,अपनी होती तो शायद कर भी देते,
खैर, शादी के दिन ही इस जोड़े ने रक्तदान कर बच्ची की जान बचायी |
Jai Hind,#PoliceMitra #UpPoliceMitra #BloodDonation pic.twitter.com/tXctaRe1nR
જી હા..આ દંપતિ તેમના લગ્નની બધી વિધિઓ છોડીને એક છોકરીનો જીવ બચાવવા હોસ્પિટલમાં પહોંચ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, એક છોકરીને લોહીની ખૂબ જરૂર હતી. પરંતુ તેના બ્લડ ગૃપનું લોહી ક્યાંય મળતું નહોતું. અને જો કોઈ વ્યક્તિનું બ્લડગૃપ મેચ થાય તો તે લોહી આપવા તૈયાર થતું નહોતું. આ વાતની જાણ જ્યારે એક દંપતિને થઈ ત્યારે તેઓએ એક પળ પણ ગુમાવ્યાં વગર સીધા હૉસ્પિટલ પહોંચ્યાં હતાં, અને રક્તદાન કર્યુ હતું.
આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ફરતી થતાં સૌ કોઈ આ નવ પરિણિત જોડાના વખાણ કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ પોલીસ અધિકારી આશિષકુમાર મિશ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ મામલે માહિતી આપી છે. વરરાજાના રક્તદાનની તસવીર પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે- મારો ભારત મહાન છે. એક છોકરીને લોહીની જરૂર હતી, રક્તદાન કરવા માટે કોઈ આગળ આવતું ન હતું, કારણ કે, તે કોઈ બીજા કોઈની દીકરી હતી. જો પોતાનું સંતાન હોત કોઈ પણ રક્તદાન કરી દેત. પણ કહેવાય છે કે, હજુ પણ ક્યાંક માણસાઈ બાકી છે. બસ આવું કંઈક આ કિસ્સામાં પણ જોવા મળ્યું હતું. જ્યારે કોઈ આ બાળકીની મદદ ન આવ્યું ત્યારે લગ્નના દિવસે આ દંપતીએ રક્તદાન કરીને એક છોકરીનો જીવ બચાવ્યો હતો.
તસવીરમાં જોઇ શકાય છે કે, વરરાજા કેવી રીતે સ્ટ્રેચર પર છે અને રક્તદાન કરે છે. તો તેની દુલ્હન પણ ઘરજોડામાં તેની પાસે ઉભી છે. હાલ, વરરાજાના આ ઉમદા કાર્યની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો કહે છે કે, આ ઘટના બધા લોકો માટે આ એક ઉદાહરણ છે જે લોકોને રક્તદાનનું મહત્વ સમજાવે છે.