લગ્નના 5 દિવસમાં જ સસરાએ કર્યો બળાત્કાર, યુવતીએ માત-પિતાને કહ્યું તો કોઈ ન માન્યું.. અંતે આવી રીતે ફૂટ્યો ભાંડો

લગ્નના 5 દિવસમાં જ સસરાએ કર્યો બળાત્કાર, યુવતીએ માત-પિતાને કહ્યું તો કોઈ ન માન્યું.. અંતે આવી રીતે ફૂટ્યો ભાંડો

વંશ વધારવાની ઘેલછા અને લોકોને છેતરવા આજના સમાજ માટે એક સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળતા જ તમે ડઘાઈ જશો. જેમાં એક સસરાએ જ પોતાની પુત્રવધુ પર લગ્નના 5 દિવસમાં જ બળાત્કા કર્યો. કારણ કે, તેને પોતાનો વંશ વધારવો હતો. એટલું જ નહીં આ બળાત્કારની ખબર તેના પતિ અને સાસુને પણ હતી.

સમાજને શર્મસાર કરતી આ ઘટના બીજે ક્યાંયની નહીં પરંતુ અમદાવાદની જ છે. જ્યાં વંશ વધારવા માટે સસરો જ હેવાન બની ગયો. પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુસકર્મ. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરવા જતા સસરાની કરતૂતનો ભાંડો ફૂટી ગયો.

લગ્નના 5માં દિવસથી સસરાએ બાંધ્યા સંબંધ
આ હેવાનિયત ભરી ઘટના અમદાવાદ પૂર્વની છે. જ્યાં માનસિક રીતે અસ્થિર 22 વર્ષિય યુવતીના લગ્ન એક વિકલાંગ યુવક સાથે થયા હતા. લગ્નના બીજા જ દિવસથી સસરાની નજર પુત્રવધુ પર હતી. કારણ કે મહિલાનો પતિ વિકલાંગ હતો અને વંશ વધારવા માટે સક્ષમ નહોતો. આ જ સ્થિતિનો લાભ ઉઠાવીને સસરાએ લગ્નના 5 માં દિવસથી તેની સાથે બળાત્કાર કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ વિરોધ કર્યો તો તેનો પતિ, સાસુ અને સસરો મારી નાખવાની ધમકી આપતો હતો.

Advertisement

પિયરે વાત ન માતા 1 વર્ષ સુધી સસરાએ બળાત્કાર કર્યો
હદ તો ત્યારે થઈ જ્યારે આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરત વિશે જાણ કરી. છતાં પણ તેઓએ વાત ન માની. પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી. આ દરમિયાન સસરાને પ્રેમલીલા યાદ આવી અને પુત્રવધુને ફોન કરી પ્રેમલાપ કરવા ગયા. જે પ્રેમલીલાની વાતોને યુવતીએ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી અને સસરાની હેવાનિયતનો ભાંડો ફૂટી ગયો.

પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
પોલીસના જણાવ્યા પ્રમાણે, 61 વર્ષના સસરાએ લગ્નના 5માં દિવસે જ યુવતી સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો હતો. જેમાં તેના પતિ અને સાસુને પણ હાથ હતો.સાસુ અને પતિએ યુવતીને હેરાન કરવાની પણ શરૂઆત કરી દીધી હતી. અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી.માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી. જોકે અંતે આ હેવાનિયતનો ભાંડો ફૂટતા અને પિયરના લોકોનો સાથ મળતા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે સાસુ, સસરા અને પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક વાત તો સ્પષ્ટ છે કે, સમાજમાં આ પ્રકારના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે. જેના કારણે યુવતીઓ હવે ખુદને સાસરીયામાં પણ સુરણક્ષિત નથી મહેસૂસ કરતી. જોકે આ ઘટનામાં મહિલા પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી સસરા અને પુત્રવધુની મેડિકલ તપાસ કરાવી છે. આ ઉપરાંત યુવતી પાસેથી સસરાની પ્રેમલીલાના પુરાવા મેળવી એફએસએલમાં મોકલી આપ્યા છે. શરૂ કરી. પરંતુ આવા હેવાન લોકોના કારણે આખો સમાજ બદનામ થાય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *