લાગણીની કોઈ ઉમર નથી હોતી, અમદાવાદના 36 વર્ષીય યુવકનું આવી ગયું 52 વર્ષની મહિલા સાથે દીલ અને કરી લીધા લગ્ન…

લાગણીની કોઈ ઉમર નથી હોતી, અમદાવાદના 36 વર્ષીય યુવકનું આવી ગયું 52 વર્ષની મહિલા સાથે દીલ અને કરી લીધા લગ્ન…

આપણે ત્યાં એક કહેવત છે કે, લાગણીની કોઈ ઉમર નથી હોતી. પ્રેમ કોઈપણને ગમે ત્યારે થઈ શકે છે. આવો જ અજીબ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જ્યાં એક 36 વર્ષિય કુંવારા યુવકને એક 52 વર્ષિય અને છૂટાછેડા લીધેલી મહિલા પસંદ આવી ગઈ. અને બુધવારે બંનેએ અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી લગ્ન પણ કરી લીધા છે. આ અનોખી જોડી વચ્ચે ઉમરને લઈને 16 વર્ષનો તફાવત છે. એટલે કે, મહિલા કરતા યુવક 16 વર્ષ નાનો છે.

12 વર્ષના લગ્નજીવન બાદ મહિલાના છુટાછેડા
જોકે આ લગ્નને લઈને અમે 52 વર્ષિય મમતા ભટ્ટ સાથે વાતચીત કરી તો તેમણે એવું જણાવ્યું કે, મારા પતિ સાથે 12 વર્ષ સુધી લગ્ન જીવન ચાલ્યું પરંતુ આ દરમિયાન અમારી વચ્ચે કોઈપણ પ્રકારનો મનમેળાપ નહોતો. જેના કારણે તેની સાથે આગળનું જીવન પસાર કરવું મુશ્કેલ હતું. જેથી 12 વર્ષ પછી અમે અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યાર બાદ હું મારા માતા-પિતા સાથે 20 વર્ષ સુધી રહી અને તેમની સેવા કરી.

એક સેમિનારમાં ભાવિન સાથે થઈ મુલાકાત
મમતા ભટ્ટના જણાવ્યા પ્રમાણે, અનુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા એક સેમિનારમાં અમારા બંનેની મુલાકાત થઈ હતી. આ દરમિયાન અમારા બંને વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં મારા અને ભાવિકના વિચારો સમાન લાગ્યા. ત્યાર બાદ અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અમારી વચ્ચે ઉમરને લઈને 16 વર્ષનો તફાવત છે. લોકો ભલે અમારા વિશે કાંઈપણ વિચારે. પરંતુ અમારા માટે ઉમર નહીં લાગણીના સંબંધ મહત્વના છે.

Advertisement

વર્ષો પછી સાચું ગોલ્ડ મળ્યું-ભાવિન
36 વર્ષિય યુવક ભાવન જણાવે છે કે, મેં 36 વર્ષ સુધી સારા પાત્રની શોધ કરી પરંતુ મને કોઈ મારા લાયક ન મળ્યું પરંતુ સેમિનારમાં મમતાના રૂપમાં જીવન સંગીની મળી ગઈ. સાચું સોનું મળી ગયું. મારી પત્ની ઉમરમાં ભલે મારાથી મોટી છે. પરંતુ અમારા વિચારો અને લાગણીઓ એક છે. અમારી જોડી ઉપરથી જ ઈશ્વરે નક્કી કરી હશે. અને અમે આગામી પણ એક સારુ જીવન પસાર કરીશું.

લાગણીઓની ઉમર નથી હોતી
એક વાત તો સ્પષ્ટ છે કે, લાગણીઓની કોઈ ઉમર નથી હોતી. જે આજે આ લગ્નના તાંતણે બંધાયેલા જોડાએ સાબિત કરી બતાવ્યું છે. અમે પણ પ્રાર્થના કરીએ કે, ઈશ્વર આ જોડાને હંમેશ માટે જોડી રાખે. કારણ કે, આ સંબંધો મજબૂરીના નહીં પરંતુ લાગણી અને વિસ્વાસના છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *