એક વાત કહુ?

લ્યો બોલો, રાત્રે ગર્ભવતી થઈ 19 વર્ષીય મહિલા, અને સવારે જ આપી દીધો બાળકને જન્મ, કારણ એવું છે કે જાણીને…

બ્રિટનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કારણ કે, આ ઘટના જ એવી વિચિત્ર છે. જેના વિશે જાણીને તમે ખુદ નવાઈ પામશો. જી હા… અહીં રહેતી 19 વર્ષીય યુવતી રાતોરાત ગર્ભવતી થઈ ગઈ. એટલું જ નહીં, સવારે ઉઠ્યા પછી યુવતીએ જોયું કે તેનું બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પરંતુ તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ બધી પ્રવૃત્તિઓ પછી માત્ર 45 મિનિટ પછી  આ છોકરીએ બાળકને જન્મ પણ આપ્યો હતો.

શરૂઆતમાં કોઈએ આ વાતનો વિશ્વાસ કર્યો ન હતો ત્યારે બ્રિટનના એમ્માલૌઇસ લેજેટ સાથે બનેલી રહસ્યમય ઘટનાનું રહસ્ય ખુલ્લું પડી ગયું હતું. લેજેટે કહ્યું કે, જ્યારે તે રાત્રે સૂવા ગઈ ત્યારે તે સામાન્ય હતી, પરંતુ સવારે ઉઠતાં જ તેણે જોયું કે તેનું પેટ બહાર નીકળ્યું હતું.

આખી રાત ગર્ભવતી થયા બાદ બીજા દિવસે સવારે જ્યારે બાળકની ડિલિવરી વિશે લોકો લોકોને ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘણા લોકો આ બાબતને મજાક ગણાવી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે, તે કોઈ મજાક નથી પરંતુ સાચી ઘટના છે, તો તેઓ પણ હેરાન થઈ ગયા હતા.

Advertisement

લેજેટે નામની આ મહિલાએ કહ્યું કે, સવારે ઉઠ્યા પછી, જ્યારે તેણે જોયું કે તેનું પેટ બહાર નીકળ્યું છે, ત્યારે તેણે તેની માતા અને દાદી સાથે આ વિશે વાત કરી. જે બાદ યુવતીની દાદીએ પુષ્ટિ કરી કે તે ગર્ભવતી છે. ગર્ભાવસ્થાની પુષ્ટિ થયા પછી, લેજેટના પરિવારના સભ્યો તેને કારમાં બેસાડવાનું શરૂ કર્યું અને તેને હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેણે કારમાં જ બાળકને જન્મ આપી દીધો હતો.

લેજેટે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાથી તેની પીરિયડ્સ નથી. તે આ વિશે વધારે વિચારતી નહોતી કારણ કે તેણે ગર્ભનિરોધક ગોળીઓ લીધી હતી. તેને લાગ્યું કે ગોળીઓ લેવાને કારણે તેને પીરિયડ્સ આવતું નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે ગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન, લેજેટને તે વિચાર પણ નહોતો આવ્યો કે, તે ગર્ભવતી છે. આ જ કારણ હતું કે, આ સમયગાળા દરમિયાન તેણે ક્યારેય ગર્ભાવસ્થા પરિક્ષણ પણ કરાવ્યું ન હતું.

આ સમગ્ર કિસ્સામાં, ડોકટરો કહે છે કે, લેજેટના ગર્ભાશયમાં ઉગતું બાળક તેની સામાન્ય જગ્યાએ ન હતું, તે પાછળના ભાગમાં વધતું હતું. આ જ કારણ હતું કે ગર્ભાવસ્થા દરમિયાન લેજેટના બેબી બમ્પ ઉભરી રહ્યા ન હતા. ડોક્ટરોએ આ બાબતને સંપૂર્ણ સામાન્ય ગણાવી છે.

Advertisement
Advertisement
Exit mobile version