આપણે ઘણીવાર ઘરની બહાર કાળો કૂતરો જોયો હશે. પરંતુ શું તમને ખબર છે છે, આ કાળો કૂતરો તમારી કિસ્મત બદલી શકે છે. જો તમારો જવાબ ના છે, તો આજે અમે તમને કાળા કૂતરા સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યાં છે..
જ્યોતિષ શાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ છે, જેના કારણે વ્યક્તિ તેના જીવનમાંથી ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકે છે. પરંતુ ઘણા લોકો આવું ન કરીને તેમના નસીબને દોષ આપે છે. આજે અમે તમને તમારી બધી ઇચ્છાઓ પૂરી કરવા માટે એક સરળ રસ્તો જણાવવાના છે. એટલે હવેથી જો શનિવારે કાળું કૂતરુ દેખાય તો તેને નજરઅંદાજ ન કરતાં. જી હા…કારણ કે, આ કાળું કૂતરુ તમારી કિસ્મત બદલી શકે છે.તો આવો જાણીએ…
કાળો કૂતરો શનિદેવનું પ્રિય પ્રાણી છે. તમને જણાવી દઇએ કે, જો શનિવારે કાળો કૂતરો હોય, તો તમારે સમજવું કે, આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે. શનિદેવની કૃપા તમારા પર થશેે. તમારે કાળા કૂતરાને ઘીની રોટલી ખવડાવવી જોઈએ અને તેને ખૂબ જ પ્રેમથી તેની સંભાળ રાખવી જોઈએ. આમ કરવાથી શનિદેવ ખુશ થાય છે અને તેમની કૃપા મળે છે. તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જો કે, વૈજ્ઞાનિકો આ બાબતો પર વિશ્વાસ નહીં કરે પરંતુ હજી પણ ઘણા લોકો તેમાં વિશ્વાસ કરે છે.
એવી લોક માન્યતા છે કે, શનિવારે સવારે કાળુ કુતરું જોવા મળે તો સમજી લેવું કે તમને મોટો ધનલાભ થવાનો છે. શનિદેવ કાળા કુતરાની સવારી કરે છે. જો શનિવારે કાળુ કુતરું જોવા મળે તો સમજી લેવું કે તમામ કાર્ય સિદ્ધ થઈ જશે.