રોટલી સારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છે તેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. દરેક લોકોના રસોડમાં રોટલી, ભાખરી માટે લોટ બાંધતા હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે ઘણી બધી વાનગી બનતી હોય છે, સાથે જ આ વાનગી દર કોઈ આહાર માટે જરૂરથી લે છે.
આ દરમિયાન ઘણી મહિલાઓ મોટી ભૂલ કરતી હોય છે લોટ બાંધવામાં. તે પોતાના પરિવાર માટે રોટલી બનાવે છે તો ખરી પરંતુ ગોળ રોટલી હોવ છતાંય તે ફૂલતી નથી, કારણ કે આ પાછળ તે એક ભૂલ કરે છે જે કાદાચ તેમને પણ ખબર નહીં હોય. તો આવો આજે અમે તમને જણાવીએ નરમ લોટ કઈ રીતે બાંધવો. આ પ્રકારનો લોટ બાંધવાથી રોટલી પણ ફૂલશે અને સ્વાદિષ્ટ રોટલી બનશે.
સામગ્રી
જરૂર મુજબ લોટ
પાણી
ઘી 1 ચમચી
બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટું વાસણ લો, તેમાં સૂકો લોટ ઉમેરો. વાસણ એટલું મોટું હોવું જોઈએ કે જેથી લોટ બાંધવામાં મુશ્કેલી ન આવે. હવે સૌથી પહેલા થોડું પાણી નાંખો. ધ્યાન રાખો કે એકવારમાં વધુ પાણી ન ઉમેવાનું. પછી તેને સરખી રીતે મિક્સ કરો. જો લોટ હાથમાં ચોટવા લાગે તો તેમાં થોડું-થોડું પાણી નાંખો અને લોટ બાંધતા રહો. તેને સારી રીતે બાંધવાનો છે, પરંતુ જો તમે લોટ બાંધશો એટલે હાથમાંથી ધીમે-ધીમે લોટ છૂટો પડવા લાગશે.
જ્યારે એક જગ્યા પર ભેરો થઈ જાય તો પાણી નાંખવાનું બંધ કરી દો. હવે તેને થોડી વાર સુધી મસળ્યા બાદ તેને એક જગ્યા પર મૂકી દો. હવે હાથની મૂઠ્ઠી બંધ કરી પાંચ મિનીટ સુધી મસળતા રહો. આવું કરવાથી લોટ નરમ થઈ જાય છે. ત્યાર બાદ હથેળીમાં એક ચમચી ધી લો અને લોટ ઉપર લગાવી દો. હવે લોટને 10 મિનીટ સુધી એકબાજુ મૂકી દો.
તો હવે તમારો પરફેક્ટ લોટ તૈયાર છે. આ નરમ લોટથી રોટલીથી લઈ પરાઠા પણ સુધી તૈયાર થઈ જશે. અને રોટલી પણ ફૂલશે સ્વાદિષ્ટ બનશે.