Categories: ભક્તિ

શ્રી કૃષ્ણએ પોતાના જ પુત્રને આપ્યો હતો રક્તપિત બનવાનો શ્રાપ!, જાણો આ છે કથા…

આજે તમને એક પૌરાણિક કથા વિશે જણાવી રહ્યાં છીએ. જેમાં ભગવાન કૃષ્ણએ પોતાના પુત્રને રક્તપિત થવાનો શ્રાપ કેમ આપ્યો તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ભવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણ અને વરાહ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણએ પોતે જ પોતાના પુત્ર સાંબાને રક્તપિત થવાનો શ્રાપ આપ્યો હતો. જેમાં મુક્તિ પામવા માટે સાંબાએ સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર પાકિસ્તાનના મુલતાન શહેરમાં છે. તેને આદિત્ય મંદિરના નામથી જાણવામાં આવે છે. આવો જાણીએ આ પૌરાણિક કથા પાછળ શું કહાની છે?

પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના 8 રાણીઓ હતી. તેમાથી એકનું નામ જામવંતી હતું. જે નિષાદરાજ જામવંતની પુત્રી હતી. કહેવામાં આવે છે કે જામવંત એ પાત્રોમાંથી એક છે, જે રામાયણ અને મહાભારત બન્ને કાળમાં ઉપસ્થિત હતા. પુરાણોમાં એવું કહેવામાં આવે છે કે એક બહુમુલ્ય મણિ જીતવા માટે શ્રી કૃષ્ણ અને જામવંત વચ્ચે 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. પરંતુ યુદ્ધ વચ્ચે જ જામવંતે શ્રીકૃષ્ણના સ્વરૂપને ઓળખી લીધા હતા. તે બાદ તેમને પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા હતા.

શ્રીકૃષ્ણ અને જામવંતીના પુત્રનું નામ સાંબા હતા. તે ખુબ જ આકર્ષક હતો. તે જોતા શ્રીકૃષ્ણની નાની રાણી તેના પ્રતિ આકૃષ્ટ રહેતી હતી. એવામાં એક દિવસ એવો આવ્યો કે શ્રીકૃષ્ણની રાણીએ સાંબાની પત્નીનું રૂપ લીધું અને તેને આલિંગનમાં ભરી લીધો હતો. આ બધુ શ્રીકૃષ્ણએ જોઇ લીધુ હતું. આ જોઇને તેઓ ખુબ જ ગુસ્સે થયા હતા. અને ગુસ્સામાં શ્રીકૃષ્ણએ પોતાના જ પુત્રને રક્તપિત થવાનો અને મૃત્યુ કે પશ્વાત ડાકુઓ દ્વારા તેની પત્નીઓના અપહરણ કરી લેઇ જવાનો શ્રાપ આપ્યો હતો.

પુરાણોના અનુસાર, સાંબાએ આ રક્તપિતથી મુક્તિ અપાવવા માટે મહર્ષિ કટકે સાંબાને સૂર્ય દેવની આરાધના કરવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાદ સાંબાએ એક સૂર્યદેવનું મંદિર બનાવાયું હતું. આ મંદિર ચંદ્રભાગ નદીના કિનારે મિત્રવનમાં સ્થિત છે. આ મંદિરમાં સાંબાએ 12 વર્ષો સુધી સૂર્યદેવની તપસ્યા કરી હતી. બસ ત્યારથી ચંદ્રભાગા નદીને રક્તપિત ઠીક કરનાર નદીના રૂપમાં ખ્યાતિ મળી છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ આ નદીમાં સ્નાન કરે છે તેનો રક્તપિત જલ્દી ઠીક થઇ જાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021