Categories: દેશ

સગીર છોકરી સાથે 29 વાર યૌન શોષણ, 44માંથી 20 આરોપીની ધરપકડ…

કેરળના મલપ્પુરમમાં પોલીસે એક સગીર છોકરીના યૌન શોષણ મામલે 32 કેસ દાખલ કર્યો છે. પોક્સો એક્ટ અંતર્ગત અત્યાર સુધી 20 આરોપીઓની ધરપકડ કરવીમાં આવી છે. હાલ તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં 44 આરોપીઓ છે. છોકરી પોતાના ભાઇ સાથે રહેતી હતી અને પાછલા મહિને અચાનક ગાયબ થઇ ગઇ હતી. કેટલાક દિવસો બાદ પોલીસે છોકરીની શોધી કાઢી અને પોતાની કસ્ટડીમાં લઇ આવ્યા હતા. તે બાદ એ વાતની જાણકારી મળી કે તેની સાથે અનેક લોકોએ અનેક વાર યૌન શોષણ કર્યું છે.

પોલીસે કહ્યું કે પહેલીવાર છોકરીની સાથે 2016માં યૌન શોષણની ઘટના બની હતી. તે બાદ તેની ચીફ વેલફેયર કમિટી દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી. 2017માં તેની સાથે બીજો પોસ્કો કેસ સામે આવ્યા હતો. તે બાદ CWCએ તેને સરકારી શેલ્ટર હોમમાં શિફ્ટ કરી હતી.પરંતુ ભાઇએ તેની કસ્ટડી માગી, અને આ કેસમાં પરિવારના કોઇ વ્યક્તિ શામિલ નહતા. એટલા માટે CWCએ ઓક્ટોબર 2019માં છોકરીએ કસ્ટડી ભાઇને આપી હતી.

પાછલા મહિને છોકરી ભાઇના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. બાદમાં પોલીસે તપાસ શરૂ કરી અને પલક્કડથી તેને પોતાની કસ્ટડીમાં લીધી, CWCની સાથે કાઉન્સલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તેની સાથે અનેક વાર દુષ્કર્મ થયું છે. તેના નિવેદનના આધાર પર પોલીસે 32 કેસ દાખલ કર્યા છે. અને 20 લોકોની ધરપકડ કરી લીધી છે.

CWCના ચેયરપર્સન શાજેશ ભાસ્કરે કહ્યું કે જુનેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ તેને પરિવારને જ સોંપી દેવી જોઇએ કારણ કે આ મામલામાં પરિવારના કોઇ પણ વ્યક્તિ સામેલ નથી.

એક બીજા મામલે કેરળના તૃશ્શૂરમાં 24 વર્ષની મહિલાની યૌન શોષણ મામલે ધરપકડ કરવામાં આવી તો તેને આત્મહત્યા કરી લીધી છે. આરોપી ટેટૂ ડિઝાઇનર હતી. 16 વર્ષીય વિદ્યાર્થિનીના યૌન શોષણ અને હત્યામાં તેને આરોપી બનાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે પીડિતાના ફોન કોલ્સ ચેક કરતા મહિલા પર શંકા ગઇ હતી. ફોન પર કેટલીક તસવીરો અને ડેટા પણ મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે પીડિતાની સાથે મહિલાના અપ્રાકૃતિક સંબંધ હતા. પીડિતા એક યુવક સાથે રિલેશનશિપમાં હતી. અને આરોપી તેનો સંબંધ તોડાવવા કોશિશ કરી રહી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021