સર્દી-ઉધરસથી લઇને પેટની સમસ્યાઓનો રામબાણ ઇલાજ લવિંગ, કઇ રીતે કરશો ઉપયોગ?

સર્દી-ઉધરસથી લઇને પેટની સમસ્યાઓનો રામબાણ ઇલાજ લવિંગ, કઇ રીતે કરશો ઉપયોગ?

ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતના બદલાતા મોસમમાં થનારી બિમારીઓથી પોતાને બચાવવા કોઇ પડકારથી ઓછું નથી. હેલ્થથી જોડાયેલી કેટલીક એવી સમસ્યા હોય છે. જે આમ તો નાની હોય છે. પરંતુ નજરઅંદાજ કરવાથી ભારે પડી શકે છે. શું તમે જાણો છો કે અનેક બિમારીનું સમાધાન આપણા રસોડામાં જ હોય છે. મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવાતી નાની એવી લવિંગ અનેક બિમારીમાં ફાયદો કરે છે. લવિંગમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, ફેસ્ફરસ, પોટેશિયમ, આયરન, કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. જેનાથી સર્દી-ખાંસીથી લઇને અનેક બિમારીઓમાં રાહત મળે છે.

લવિંગના અનેક ફાયદા
સર્દી-ખાંસી થવા પર મોઢામાં લવિંગ રાખવાથી ઘણો આરામ મળે છે. સર્દીમાં તે શરીરમાં ગર્મી લાવે છે. લવિંગને ચામાં નાખીને પીવાથી પણ ફાયદા થાય છે. સર્દીની સાથે ગળામાં થનારા દુખાવાથી પણ લવિંગ આરામ આપે છે.

પેટ સંબંધિત બિમારીઓમાં અસરદાર
પેટથી સંબધિત બિમારીઓમાં પણ લવિંગ અસરદાર છે. અપચો, પેટમાં ગેસ અથવા કબજીયાતથી પીડિત લોકો માટે લવિંગ ખુબ જ ફાદાકારક છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લવિંગના તેલના થોડા ટીંપા નાખી પીવાથી રાહત મળે છે.

Advertisement

મોઢાની દુર્ગંધ કરે છે દૂર
કેટલાક લોકોને મોઢામાંથી આવતી દુર્ગંધથી ફરિયાદ કરે છે. તેમના માટે પણ લવિંગ ફાયદાકારક છે. દરરોજ સવારે લવિંગ રાખવાથી દુર્ગંધ દૂર થાય છે. એવું એક મહિના કરવાથી ફાયદો થાય છે. ઘણી વાર લોકો નોનવેજ ખાવા કે સિગારેટ-દારૂની દુર્ગંધ દૂર કરવા પણ લવિંચ ચાવે છે.

વાળને બનાવશે મજબૂત
જે લોકોના વાળ ખરે છે અથવા સૂકા રહે તે તે લોકો લવિંગમાંથી બનેલા કંડશનરનો ઉપયોગ કરી શકે છે. વાળને લાંબા અને ઘાટા બનાવવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગને થોડા પાણીમાં ગરમ કરીને વાળ ધોવાથી વાળ ઘાટા અને મજબૂત બને છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *