સવાર-સવારમાં પૈસાનું પડવું અને પૈસાનું મળવું હોય શુભ કે અશુભ, આ સંકેતથી જાણો…

સવાર-સવારમાં પૈસાનું પડવું અને પૈસાનું મળવું હોય શુભ કે અશુભ, આ સંકેતથી જાણો…

જીવનમાં પૈસાનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ, આજના સમયમાં જીવન જીવવું અઘરું છે. દરેક વ્યક્તિ વધુમાં વધુ પૈસા મેળવીને સુખી-સમૃદ્ધ જીવન જીવવા માગે છે. પરંતુ ઘણીવાર આપણી ભૂલના કારણે ખીસ્સામાંથી પૈસા ગુમાવી દઈએ છીએ. જેનું આપણને ખૂબ દુઃખ થાય છે.

દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે. જો ભૂલથી પણ પૈસા ખોવાઈ જાય તો, ખૂબ દુઃખ થાય છે. તે સ્વભાવિક છે. પરંતુ જો સવાર-સવારમાં જ પૈસા ખોવાઈ જાય તો, જાણકારો અનુસાર તમારે દુઃખી થવું જોઈએ નહીં, પણ ખુશ થવું જોઈએ.

માન્યતાઓ અનુસાર, રુપિયા સિવાય જો તમને સવાર-સવારમાં જમીન પર અચાનક સિક્કો મળે તો શુભ સંકેત માનવામાં આવે છે. જે અર્થ એ છે કે, ભવિષ્યમાં તમને ધનલાભ થઈ શકે છે. જો કે, સિક્કા જાણી જોઈને પાડવો જોઈએ નહીં, કારણ કે, આવું કરવાથી મા લક્ષ્મીનું અપમાન થયા છે અને ધનલાભ થવાની જગ્યાએ નુકસાન થાય છે.

Advertisement

જો તમે કોઈને પૈસા આપી રહ્યાં છો તો, અચાનક જમીન પર પૈસા પડી જાય તો, આપનાર વ્યકિતને લાભ થાય છે. તેનો અર્થ છે કે, તમારા અટવાયેલા પૈસા તમને પરત મળશે.

સંકેતઃ સવારે પૈસા મળવા અથવા…

સવાર-સવારમાં તમે ફરવા નીકળ્યાં છો અને રસ્તામાં તમને પડેલા પૈસા મળી આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે, ટૂંક સમયમાં જ તમને સફળતા મળવાની છે. યાદ રાખવું કે, તમને જે પૈસા મળે તેને ખર્ચ કરવા નહીં,

Advertisement

સવારના સમયે પૈસાથી ભરેલું પર્સ મળી આવે તો તેને શુભ માનવામાં આવે છે. એનો અર્થ છે કે, મા લક્ષ્મી તમારી પર મહેરબાન છે. તેમનો આશીર્વાદ તમારી સાથે છે. તમે જે પણ કાર્ય કરવાનો તેમાં તમને અચૂક સફળતા મળશે. જો કે, તમારે જેનું પર્સ છે તેને પરત આપવાના પૂરતા પ્રયત્ન કરવો જોઈએ.

જો સવાર-સવારમાં તમને જમીન પર પડેલો સિક્કો મળી આવે તો,તેને સંભાળીને રાખવો જોઈએ. તે તમારા ભાગ્ય માટે લાભદાયી સાબિત થશે. પરંતુ કિસ્સો ધાતુનો બનેલો હોવો જોઈએ.એવું માનવામાં આવે છે કે, તેની અંદર ખૂબઉર્જા સમાયેલી હોય છે. એટલે ઉર્જાવાળા સિક્કાને પાસે રાખવો જોઈએ.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *