સસરાની ગેરહાજરીમાં પત્નીએ પતિને કહ્યું, પપ્પાને આટલા મોટા બંગલાની જરૂર શું છે.. આ બંગલો વેચી નાખીએ તો.. પતિએ એવો જવાબ આપ્યો કે..

સમયસાથે બધું જ બદલાય છે. તે પછી પોતાના હોય કે, પરાયા કેમ ન હોય. પરંતુ ક્યારેક પોતાના પાસેથી એવી લાગણીની વર્ષા થાય છે કે, વ્યક્તિને તેની પરવરિસ પર ગર્વ થવા માંડે છે. આવી જ કહાની છે ભૂપતભાઈની, જેઓ એક આલિશાન બંગલામાં એકલા જ રહે છે. તેમને એક દીકરો અને એક દીકરી એમ બે સંતાન હતા. મોટો દીકરો જીતુ નોકરીના કારણે અન્ય એક શહેરમાં રહેતો હતો. જીતુના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. જ્યારે નાની દીકરી હજૂ ભણી રહી હતી. પરંતુ તે હાલ હોસ્ટેલમાં રહીને ભણતી હતી.

મોટો દીકરો જીતુ લગ્ન બાદ પોતાની પત્નીને પણ સાથે જ લઈ ગયો હતો. અને બંને અમદાવાદ શહેરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. જ્યારે ભૂપતભાઈ એકલા જ રાજકોટમાં પોતાના આલિશાન બંગલામાં રહેતા હતા. દીકરીઓ અને વહુ રજા હોય ત્યારે અથવા પ્રશંગમાં ઘરે આવતા અને રોકાતા.

ભૂપતભાઈ એકલા જ કરોડોના બંગલામાં રહેતા હતા. ઘર કામ માટે એક નોકર રાખ્યો હતો. જ્યારે જમવાનું તેઓ જાતે જ બનાવતા હતા. કારણ કે, તેમના બાળકો નાના હતા ત્યારે જ તેમના પત્નીનું કેન્સરની બિમારીથી મૃત્યું થયું હતું. જેથી તેઓએ જ પોતાના બંને સંતાનોનો ઉઠેર એકલા હાથે કર્યો હતો. તેમણે ક્યારેય પોતાના બીજા લગ્ન વિશે વિચાર સુદ્ધા નહોતો કર્યો. તેઓ એકલા જ બંગલામાં રહેતા. ગાર્ડનમાં આટાફેરા મારતા અને શાંતિથી પોતાનું જીવન પસાર કરતા.

એક દિવસ રાત્રીના 11 વાગ્યા,ભૂપતભાઈ બસ ટીવી જોઈ ઊંઘવાની તૈયારીમાં હતા. ત્યાં અચાનક ઘરના દરવાજે કોઈએ ટકોરા માર્યા. જીતુભાઈને તો ફાળ પડી. કે આટલા વાગ્યે અચાન વળી કોણ આવ્યું હશે. તેમણે અચકાતા-અચકાતા દરવાજા પાસે જઈને પુછ્યું કોણ..? તો જવાબ આવ્યો પપ્પા હું જીતુ.. તેમને આસહારો થયો. અને દરવાજો ખોલ્યો.

દરવાજો ખોલતા જ સામે દીકરો અને વહુ હાથમાં કેક લઈને ઉભા હતા. સરપ્રાઈઝ આપતા તેઓ ઘરમાં આવ્યા. ભૂપતભાઈએ કહ્યું બેટા એક ફોન તો કરાઈને કે, અમે આવીએ છીએ. તો જીતુએ કહ્યું અમે આપના જન્મ દિવસની શુભેચ્છા આપવા માગતા હતા. સાચીવાત દીકરા પણ આવું ન કરાય.પછી ભૂપતભાઈએ પૂછ્યું કે, તમે જમીને આવ્યા કે, જમવાનું છે. જમવાનું હોય તો હું રામુકાકાને કહું.

વહુએ કહ્યું પપ્પા અમે જમીને આવ્યા. પરંતુ દીકરાને તો બાપના હાથનો સ્વાદ માણવો હતો. જીતુએ કહ્યું પપ્પા હું તો જમીશ પણ તમારા હાથનું. ભૂપતભાઈએ શાક અને શિરો તો ફ્રીજમાં મુક્યા જ હતા. બસ રોટલી બાકી હતી. તેમણે કહ્યું ચલો ફ્રેશ થઈ જાઓ ત્યાં હું રોટલી બનાવું. વહુએ કહ્યું પપ્પા તમે રેવા દો હું બનાવીશ. પરંતુ ભૂપતભાઈ ન માન્યા. અને દીકરાને પોતાના હાથે રોટલી બનાવી જમાડ્યો. ત્યારબાદ થોડી વાતો કરી અને કેક કટિંગ કરી સુઈ ગયા.

બીજા દીવસે ભૂપતભાઈએ દીકરાના મનપસંદ ઢોકળા અને ગાંઠીયા બનાવ્યા. પૂજા કરી ત્યાં દીકરો અને વહુ પણ તૈયાર થઈને નીચે આવ્યા. બસ તોએ ટેબલ પર બેસવા જ જતા હતા ત્યાં નાની દીકરી પણ રવિવાર હોવાથી પપ્પાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચી ગઈ. દીકરી રાધાને જોતા સૌકોઈ ખુશ હતા. પરંતુ નાસ્તો કરતા સમયે પુત્રથી બોલાઈ ગયું કે, પપ્પા તમારા હાથનો તો સ્વાદ જ કાંઈક અલગ છે. આવું તે રિટા (જીતુની પત્ની) પણ નથી બનાવી શક્તિ. આ વાત ક્યાંક વહુને ખટકી. જે ભૂપતભાઈને દેખાયું.

નાસ્તો પતતા જ ભૂપતભાઈ માર્કેટ ગયા. કારણ કે, ઘરમાં આજે બધા મિત્રો આવવાના હતા. સગા-સંબંધીઓ આવવાના હતા. ભૂપતભાઈ માર્કેટ ગયા. નાની દીકરી તેના રૂમમાં ગઈ. અને જીતુ અને તેની પત્ની સોફા પર બેસી ટીવી જોતા હતા. ભૂપતભાઈ કહીને તો એક કલાકનું ગયોલા પરંતુ કામ પતતા જ વહેલા આવી ગયા. પરંતુ જેવા જ ઘરના દરવાજે પહોંચે ત્યાં દીકરા અને વહુને એકબીજા સાથે વાતો કરતા સાંભળ્યા.

વહુ રિટાએ એવું કહ્યું કે, જીતુ પપ્પા આ કરોડોના બંગલામાં એકલા રહે છે. કામ માટે નોકર રાખવો પડે છે. જ્યારે આપણે અમદાવાદમાં ભાડાના મકાનમાં રહેવું પડે છે. નાનકડા મકાનમાં મુંજાઈને રહેવું પડે છે. બીજું એ કે, પપ્પા શાક અને અન્ય વસ્તુઓ પણ જાતે જ લાવે છે. અને ખદ જ રસોઈ બનાવે છે. તો એવું ન થઈ શકે તે, આપણ પપ્પાને આપણી જોડે લઈ જઈએ, અને આ બંગલો વેચી ત્યાં આપણું ઘર લઈએ. પપ્પા હશે તો મને ઘર કામમાં પણ મદદ મળશે અને કામવાળીની પણ જરૂર નહીં પડે.

આટલું સાભળતા જ જીતું સોફા પરતી ઉભો થઈ ગયો. લાલચોળ ચહેરા સાથે તેણે આક્રોષમાં કહ્યું તું શું મારા બાપને નોકર બનાવવા માગે છે. રિટા તારામાં શરમ જેવું કાઈં છે કે નહીં. મારા પપ્પા એક ઈમાનદાર અધિકારી હતા. તેઓની નીચે અનેક માણસો હતો. અનેક લોકોએ તેમને લાંચ આપવાની કોશિશ કરી. પરંતુ તેમણે પોતાની ઈમાનદારી ક્યારેય નથી છોડી. તેઓ રિટાયર્ડ છે છતાં ખુદના દમ પર જીવે છે. મા નહોતી તો અમને ભાઈ-બહેનને પિતાની સાથે-સાથે માનો પ્રેમ આપ્યો. ખુદના પૈસાએ જ આ બંગલો પણ બનાવ્યો છે. અને હા હું પણ એવું ઈચ્છું છું કે, છોડા વર્ષોમાં આપણે પણ અહીં જ સેટ થઈએ.

આજે તો તે આ શબ્દો બોલ્યા તે બોલ્યા. પરંતુ જો બીજી વખત બોલી તો તારી જીભ ખેંચી લઈશ. મારો બાપ મારા માટે મા અને બાપ બંને છે. એના વિશે કાંઈ બોલી તો મારા જેવો કોઈ ખરાબ નહીં હોય. રિટા મોન થઈ ગઈ. રાકેશભાઈ દરવાજે ઉભા-ઉભા ગર્વ મહેસૂસ કરી રહ્યા હતા. મનવમાં કહેતા હતા કે, વાહ મારા દીકરા વાહ.. આને મને તારા પર ગર્વ છે. આ કળિયુંગમાં પણ તે સારો શ્રવણ બની બતાવ્યું.

ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. એટલો ભૂપતભાઈ ખોંખારો ખાતા-ખાતા ઘરમાં પ્રવેશ્યા..વહુનું મોઢું પડી ગયું હતું. પરંતુ ભૂપતભાઈ તો વાતથી સાવ અજાણ જ હોય તેવી રીતે આવ્યા. અને આવતા જ કહ્યું, દીકરી રિટા આજે તું મને શું ખવડાવીશ. આજે તો તારા હાથનું જમવાની ઈચ્છા છે. બસ દીકરી શબ્દ સાંભળતા જ રિટાની આંખમાંથી આંશુ સરી પડ્યા. કે હું જેનું ઘર છીનવવા માગતી હતી જેને હું સસરાનો દરજ્જો આપતી હતી. જેને હું નોકર બનાવવા માગતી હતી તે તો મને વહુ નહીં દીકરી માને છે.

આ તો બસ એક આજના જમાનામાં સંબંધોની લાગણીને જોડતી કલ્પના છે. પરંતુ આજના સમયમાં જીતુ જેવા બધા પુત્રો સમજદાર પણ નથી હોતા. ત્યારે જ તો આપણે ત્યાં વૃદ્ધાશ્રમ ખુલે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021