કહેવાય છે કે, દુનિયામાં કોઈને કોઈનું હમશક્લ હોય છે. બોલીવુડમાં એવા ઘણાં કલાકાર છે જેમની સૂરત અન્ય કોઈ કલાકાર સાથે મળતી હોય. જો કે, કેટલાંક ચેહરા એવા પણ જેમને હમશક્લ ચહેરાના કારણે ઘણી લોકપ્રિયતા મળી. તો કેટલાંકનું કરિયર બનતા પહેલા જ ડાઉન થઈ ગયું.

આજે અમે તમને બચ્ચન વહુ ઐશ્વર્યા રાયની હમશક્લની વાત કરવાના છે. જે પાકિસ્તાનમાં રહે છે, એ બ્યૂટી બ્લોગરનું નામ આમના ઈમરાન છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે. આમનાએ પોતાના એકાઉન્ટ ઘણી તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે સેમ ટુ સેમ ઐશ્વર્યા જેવી દેખાય છે. એટલું જ નહીં, તે ઐશ્વર્યા જેવા જ પોઝ આપે છે. આમનાની તસવીર હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. જેને યુઝર્સ કાર્બન કોપી કહી રહ્યાં છે.

ઈસ્ટાગ્રામ પર આમના ઈમરાનના આશરે 7 હજાર ફોલોઅર્સ છે. આમના પોતાના ઐશ્વર્યાની હમશક્લ ગણાવે છે. આ જ કારણ છે કે, તેને પોતાના પરિચયમાં લખ્યું છે કે, ઐશ્વર્યા રાયની કાર્બન કોપી. આમના પોતે શાંતિ, પ્રેમ, એક્તા અને સહિષ્ણુતા અને વિનમ્રતામાં વિશ્વાસ રાખે છે.

આ પહેલી વખત જ્યારે ઐશ્વર્યા રાયની હમશક્લ સામે આવી હોય. આ પહેલા પણ ભારતમાંથી જ નેહા ઉલ્લાલ નામની અભિનેત્રી સામે આવી હતી. જે ઐશ્વર્યા જેવી દેખાય છે. સ્નેહાને સૌથી પહેલા સલમાન ખાન સાથે 2005માં ફિલ્મ લકીનો ટાઈમ ફોર લવમાં લોન્ચ કરી હતી.

ઐશ્વર્યા રાયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે તે ફન્ને ખાનમાં નજરે પડી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ મેલિફિસેંટ: મિસ્ટ્રેસ ઓફ એવિલની એક હિન્દી વર્જન માટે હોલિવૂડ એક્ટ્રેસ એન્જિલા જોલીની જગ્યા લેતી નજરે પડી હતી .આ ઉપરાંત અભિનેત્રીએ થોડા દિવસ પહેલા પેરિસ ફૈશન વિકમાં પોતાનું ડેબ્યુ કર્યુ હતું. આ ઉપરાંત તે મણિરત્નમની ફિલ્મમાં પણ જોવા મળી શકે છે.