સૂર્યદેવને ગ્રહોના પિતા માનવામાં આવે છે. શનિ એક તરફ રોજગાર સાથે સંબંઘ ધરાવે છે. તો બીજી તરફ શનિ સૂર્યનો પુત્ર પણ છે. પિતા અને પુત્રના સંબધોના માટે સૂર્ય અને શનિની પરસ્પર સ્થિતિ જોવા મળે છે. હાલ, આ બંને ગ્રહ મકર રાશિમાં એક સાથે બિરાજમાન છે. કુંડળીમાં જો બંને ગ્રહોની સ્થિતિ બગડી જાય તો વ્યક્તિના સંબંધો પર ખરાબ અસર પડે છે.
શું હોય સૂર્ય અને શનિનો અશુભ પ્રભાવ?
પિતા અને પુત્ર વચ્ચેનો પરસ્પર સંબંધ ભાગ્યે જ સારો જોવા મળે છે. પિતા અને પુત્ર વચ્ચે એક જીવત સંબંધ છે. ક્યારેક પિતાથી પુત્ર અલગ થઈ થાય છે. તો ક્યારેક પિતા પોતાના પુત્ર સાથે દુર્વ્યવહાર કરે છે. પિતા પોતાના પુત્રને પોતાની સંપત્તિથી દૂર કરી દે છે. જેની અસર વ્યક્તિના સંબંધ પર પડે છે.
જો પુત્રનો સંબંધ પિતા સાથે ખરાબ હોય તો..
પિતા રોજ સવારે સૂર્યને જળ અર્પિત કરો. દર શનિવારે પીળળા નીચે સરસોના તેલથી દીવો પ્રગટાવો. પીપળાના વૃક્ષની 19 વાર પરિક્રમા કરો. જેથી સંબંધોમાં રહેલી કડવાશ દૂર થઈ જાય છે.
જો સૂર્ય શનિના કારણે કોઈનો જીવ સંકટમાં હોય ત્યારે..
પિતા અને પુત્ર બંને, નિત્ય પ્રાતઃ “નમઃ શિવાય”મંત્રનો 108 વાર જાપ કરો. શનિવારે કાળા તલ અને ગોળનું દાન કરો. બંનેને શ્રાવણમાં શિવજીનો રૂદ્રાભિષેક કરવતા રહો.
જો પિતા પોતાના પુત્ર સાથે દુર્વ્યહાર કરે તો..
પુત્ર નિત્ય પ્રાતઃ કાળા તલ સૂર્યને અર્પણ કરો પુત્રએ રવિવારે ઉપવાસ કરવો જોઈે. આ દિવસે મીઠું ખાવું જોઈએ નહીં. પુત્રએ ઓછામાં આછો કાળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
જો પુત્ર પોતાના પિતા સાથે દુર્વ્યવહાર કરે તો…
પિતાને નિત્ય પ્રાતઃ સૂર્યને રોલી ભેળવીને જળ અર્પિત કરવું જોઈએ. રોજ સંધ્યકાળે ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ અર્પણ કરો. તેમજ ઓછામાં ઓછા લાલ રંગના વસ્ત્રો પહેરો.