‘સ્પાઈડર મેનની’ જેમ દિવાલો પર ટેકા વગર ચઢે-ઉતરે છે આ 7 વર્ષનો બાળક

મોટાભાગના લોકોએ ટીવી પર સ્પાઈડર મેનને ફિલ્મમાં જોઈ હશે. તો આ વાત તો ટીવી પરના દ્રશ્યની થઈ, પરંતુ શું તમે જાણો છો આજના ડિઝીટલ યુગમાં કોઈ બાળક સ્પાઈડર મેનની જેમ દિવાલ પર ચઢી જાય અને આપો-આપ ઉતરી જાય છે. ત્યારે માત્ર 7 જ વર્ષનો બાળક એવા સ્ટંટ કરે છે કે જોતા જ ભલભલાની આંખો પહોળી થઈ જાય છે. જેમનો વિડીયો સોશિયસ મીડિયા ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કાનપુરનો નિવાસી એક 7 વર્ષનો બાળક સ્પાઈડર મેનની જેમ કોઈ પણ મદદ વગર જ દિવાલો પર ચઢે છે અને ઉત્તરે પણ છે. આ બાળકનું નામ યસાર્થ સિંહ છે જે ઘોરણ 3માં ભણ છે, પરંતુ આટલી નાની ઉંમરમાં યસાર્થને ખૂણે-ખૂણે રહેતા દરેક ભારતવાસી ઓળખી ગયા છે કારણ કે તેમણે એ કરી બતાવ્યું છે જે આપણે ફિલ્મમાં જ જોઈએ છીએ.

યસાર્થ કોઈ મદદ વગર દિવાલો પર સ્પાઈડર મેનની જેમ ઝડપથી ચઢી જાય છે. યસાર્થે આ કળા સ્પાઈડર મેનની ફિલ્મ ટીવી પર જોઈને શીખી છે. યસાર્થે વિચાર્યું કે જ્યારે સ્પાઈડર મેન દિવાલ પર ચઢે છે તો તે કેમ ન ચઢી શકે. ફિલ્મથી પ્રભાવિત થઈ યસાર્થે દિવાલો પર ચઢવાનું શરૂ કર્યુ, જે બાદ આજે યસાર્થ સ્પાઈડર મેન બની ગયો છે.

આ ઉપરાંત આ નાના બાળકની માતાનું કહેવું છે કે તેને પોતાના બાળકને આવી દિવાલ પર કોઈ સહારા વગર ફટાફટ ચઢતાને ઉતરતા જોઈ ખૂબ ડર લાગે છે, કારણ કે તેમાં ઈજા થવાનો ભય રહે છે. વધુંમાં તેમની માતાએ કહ્યું કે યસાર્થ મોટો થઈ આઈ.પીએસ. અધિકારી બનવા માંગે છે જેથી દેશની સુરક્ષા કરી શકે.

જોકે આ પ્રકારના બાળકો ભાગ્યે જ જોવા મળતા હોય છે. પરંતુ આ એક કુદરતે આપેલી કળા છે. જે કળાનો કોઈ તોડ નથી હોતો.

યસાર્થ ફિલ્મી સ્પાઈડરમેનથી કાંઈ કમ નથી. એવું લાગે છે કે, જો ઈન્ડિયામાં સ્પાઈડર મેન પર ફિલ્મ બને તો તેમાં પહેલી પસંદગી યસાર્થ જ થાય. કારણ કે, કોઈપણ પ્રકારના સપોર્ટ વગર આ રીતે દીવાલ પર ચઢવું તે કોઈ નાનીસુની વાત નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021