હસતા મોઢે મોતને વહાલું કર્યું: આ દીકરીનો અંતિમ વીડિયો સાંભળશો તો તમારી આંખો છલકાઈ જશે..

હસતા મોઢે મોતને વહાલું કર્યું: આ દીકરીનો અંતિમ વીડિયો સાંભળશો તો તમારી આંખો છલકાઈ જશે..

એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે”
જે પતિએ ત્રાસ આપ્યો, જે પતિએ પરિવાર પાસેથી લાખો રૂપિયા કરીયાવર માગ્યું, અને જેના કારણે આ અંતિમ પગલું ભર્યું. તે પતિને પણ પ્રેમના શબ્દો બોલી હસતાં..હસતાં પોતાના દર્દને છુવાપવાની કોશિશ કરતો વીડિયો બનાવીને આઈશાએ જિંદગીને અલવીદા કહી દીધું. આપણે જે કહાનીની વાત કરી રહ્યા છીએ તે અમદાવાદના વટવામાં રહેતી આઈશાની છે. જેણે સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી. અને આ પાછળનું કારણ બીજા કોઈ નહીં પરતું તે જેને હદથી વધુ પ્રેમ કરતી હતી તે જ તેનો પતિ છે.

Advertisement

આઈશાએ વીડિયો પોતાના પતિ સાથે વાત કર્યા બાદ બનાવ્યો હતો. પતિ સાથે વાત કરતા જ્યારે આઈશાએ કહ્યું કેસ મને પરત નહીં લઈ જાઓ તો હું મરી જઈ, ત્યારે દહેજના લાલચૂ પતિએ તેને જવાબ આપતા કહ્યું કે તું મરીજા અને તેનો વીડિયો મને મોકલી આપજે.. બસ તેના શબ્દો જ આઈશાને મોત વહાલું કરવા માટે કાફી હતા.. જોકે આઈશાએ આ અંગે પોતાના પિતા સાથે પણ અંતિમ વખત વાત કરી હતી..

સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો.. વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિવણનું કામ કરીને પોતાના પરિવારોનું ગુજરાત ચલાવે છે. લિયાકત અલીને ચાર સંતાનો છે. જેમાંથી આઇશાના 2018માં રાજસ્થાનના ઝાલોરના રહેવાસી આરીફ સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ આઈશાને તેનો પતિ અને સાસરિયાવાળાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને તેના પિતા પાસેથી દહેજ લાવવા લબાણ શરૂ કર્યું હતું.

Advertisement

સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

આઈશાના પરિવારના જણાવ્યા પ્રમાણે, 2018માં આરિફ દહેર ન મળતા આઈશાને અમદાવાદ મુકી ગયો હતો. જોકે ત્યાર બાદ સમાજના કેટલાક વડીલોના સમજાવ્યા બાદ ફરી આઈશાને આરિફ પોતાની સાથે લઈ ગયો હતો. પરંતુ તેની લાલત ન સંતોષાતા ફરી એકવાર 2019માં પિતાના ઘરે આઈશાને છોડી ગયો.

આરિફે આઇશાને પરત લઈ જવા માટે તેના પિતા પાસે દોઢ લાખ રૂપિયા માગ્યા જે તેના પિતાએ આપ્યા પણ ખરા અને તે આઈશાને પોતાની સાથે લઈ પણ ગયો. પરંતુ સાસરિયાની ભૂખ સંતોષાઈ નહીં અને આઈશા સાથે ઝઘડો કર્યો. તેને ફરી પોતાના પિતાના ઘરે મુકી ગયો. આ પ્રકારનો ત્રાસ સહન ન થતા આઈશાએ લટવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પણ ચાલી રહ્યો હતો. આ દરમિયાન આઈશાએ અમદાવાદમાં નોકરી પણ શરૂ કરી.

Advertisement

પતિ સાથે વાત કર્યા પછી ભર્યું અંતિમ પગલું
ગુરુવારે આઈશા ઓફિસ જવા માટે નિકળી. ત્યાર બાદ તેણે પોતાના પિતાને ફોન કર્યો. પહેલા તો તેણે પિતાના ખબર અંતર પૂછ્યા. તેના પિતાએ તેને પુછ્યું કે, કેમ અચાનક ફોન કર્યો, તો તેણે કહ્યું કે, મેં આજે આરિફને ફોન કર્યો હતો. આરીફ મને સાથે લઈ જવા નથી માગતો. મેં તેને કહ્યું કે, હું આપઘાત કરી લઈશ તો આરીફે કહ્યું કે, તારે મરવું હોય તો મરી જા એમ કહીને વીડિયો મોકલવા કહ્યું છે. બસ આરીફના આ શબ્દો સાંભળ્યા બાદ આઈશાયે અંતિમ વીડિયો બનાવ્યો અને સાબરમતીમાં જંપ્લાવી દીધું.

પિતા ચાલુ ફોને શોધવા નિકળ્યા
જ્યારે આઈશાએ આત્મહત્યાની વાત કરી તો તેના પિતા અને બંને ભાઈઓ ચાલુ પોને જ તેને શોધવા માટે નિકળ્યા. માતા-પિતાએ ચાલુ ફોને તેને કોઈપણ ખોટું પગલું ન ભરવા માટે સમજાવી. ખુબ લાંબી વાત કરી. આઈશાના બંને ભાઈ અને પોલીસ તેને શોધવા માટે રિવરફ્રન્ટ સુધી પણ પહોંચી. પરંતુ તેનો પરિવાર તેના સુધી પહોંચે તે પહેલા તેણે નદીમાં ઝંપ્લાવી દીધું.
આઈશાનો ફોન અને બેગ ખોડિયારનગર રિવરફ્રન્ટ પાસે મળી આવ્યા બાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ. રેસ્ક્યૂ ટીમે પણ ચપાસ હાથ ધરી. પરંતુ તેઓ આઈશા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો તેનો જીવ જતો રહ્યો હતો. જોકે પોલીસે આ મામલે વીડિયો અને અન્ય પુરાવાઓ સાથે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજના સમયમાં પણ દહેજના આવા લાલચૂઓ માટે તારે શું કહેવું છે તે અવશ્ય જણાવજો. કારણ કે, દીકરી-દીકરી હોય છે. તે પછી કોઈપણ સમાજની હોય. કોઈપણ ધર્મની હોય.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *