હાથમાં મહેંદી લગાવી પૂલમાં બ્રેકફાસ્ટ કરતી જોવા મળી કાજલ, હનીમૂનને આવી રીતે કર્યો એન્જોય…

હાથમાં મહેંદી લગાવી પૂલમાં બ્રેકફાસ્ટ કરતી જોવા મળી કાજલ, હનીમૂનને આવી રીતે કર્યો એન્જોય…

અજય દેવગણ સાથે ફિલ્મ સિંઘમમાં કાર કરી ચૂકેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલમાં પતિ સાથે હનીમૂન એન્જોય કરી માલદીવથી મુંબઇ પરત ફરી છે. તે હનીમૂનના 10 દિવસ પહેલા જ મુંબઇ પહોંચી હતી. એટલા માટે લાગી રહ્યું છે કે અભિનેત્રી હજુ પણ રજાઓના મૂડમાં છે. તેને પતિ ગૌતમ કિચલૂ સાથે માલદીવમાં હનીમૂન મનાવ્યો હતો. કાજલે હવે ઇસ્ટાગ્રામ પર પૂલમાં નાસ્તો કરતા ફોટા શેયર કર્યા છે.

કાજલ અને ગૌતમ દિવાળીના કેટલાક દિવસો પહેલા જ મુંબઇ પહોંચ્યા હતા. કાજલ અગ્રવાલ દ્વારા પોતાના માલદીવના હનીમૂનથી શેયર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી ઘણી સ્ટનિંગ જોવા મળી રહી છે.

Advertisement

કાજલ અગ્રવાલે પૂલમાં નાશ્તો કરતા ફોટો શેયર કરવાની સાથે કેપ્શનમાં મૂડ લખ્યું હતું. કથિત રીતે ગૌતમ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં કાજલ પૂલમાં નાશ્તો કરતા જોવા મળી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળે છે કે કાજલે હાથમાં મહેંદી અને કાળા ચશ્મા પહેરી રાખ્યા છે. નાશ્તાને એન્જોય કરતા સમયે કાજલે એક મલ્ટી રંગની બિકીની પહેરી છે. અને સ્ટ્રોબેરીનો આનંદ લેતા જોવા મળી રહી છે. કાજલ અગ્રવાલે માલદીવથી પરત ફર્યા બાદ ભાઇઓ અને બહેનો સાથે ભાઇબીજ મનાવી હતી.

કાજલ પોતાની આગામી ફિલ્મ ‘આચાર્ય’ની શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. જેમાં તે મેગાસ્ટાર ચિરંજીવી સાથે જોવા મળશે. કોરતલ્લા શિવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. આ પહેલા કાજલ અને ચિરંજીવીએ કૈદી નં-150માં સાથે કામ કર્યું હતું.

Advertisement

આપને જણાવી દઇએ કે કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરે મુંબઇમાં ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ ડેટિંગ કર્યા બાદ બન્નેએ લગ્ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોતાના લગ્ન બાદ બન્ને માલદીવમાં હનીમૂન મનાવ્યો હતો. કાજલ અને તેમના પતિએ માલદીવની અનેક તસવીરો શેર કરી જેમાં બન્ને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *