Categories: દેશ

હે રામ..રામમંદિરના શિલાન્યાસમાં કથાકાર મોરારિબાપુને જ આમંત્રણ નહીં..કેમ?

લાંબી લડત બાદ રામમંદિરના નિર્માણ માટેના દ્વાર ખુલ્યા છે. સુપ્રીમ કોર્ટમાં જમીન વિવાદ મામલે ચુકાદો આવતા રામમંદિર બનાવવા માટે ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યું અને ત્યારબાદ રામમંદિરના નિર્માણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

અયોધ્યામાં રામજન્મભૂમિ નામની જગ્યા પર ભવ્ય રામમંદિર બનાવવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. રામ મંદિરના શિલાન્યાસની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 5 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી મોદીના હાથે રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવનાર છે. આવામાં આ કાર્યક્રમ માટે મહેમાનો, મહાનુભાવો અને સંતોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

કોરોનાને ધ્યાને લઈને ગણતરીના મહેમાનોને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા 200 જેટલા સાધુ સંતો અને મહાનુભાવોને ભૂમિ પૂજન માટે આવકારાયા છે. ગુજરાતમાંથી સરસાવાળા અવિચલદાસજી, રાજકોટવાળા પરમાત્માનંદજી, પ્રણામી સંત સંપ્રદાયના કૃષ્ણમનીજી, BAPSના મહંત સ્વામી, છારોળી ગુરુકુલવાળા માધવપ્રિયદાસજી, બળિયાપીરવાળા શાંતિગીરી અને અખિલેશ્વરદાસજીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આમંત્રિત મહેમાનોની યાદીમાં એક ખુટતુ એક નામ લોકોને ઉડીને આંખે વળગે તેવું છે. કારણ કે, આ યાદીમાં પ્રખર રામકથા વક્તા અને ભાજપમાં અત્યંત નજીક માનવામાં આવતા મોરારિબાપુનું નામ સામેલ કરવામાં નથી આવ્યું. દુનિયાભરમાં રામાયણને પહોંચાડનારા મોરારિદાસ હરિયાણીની બાદબાકીને લઈને અનેક ચર્ચા થઈ રહી છે. લોકો અનેક પ્રકારના તર્કવિતર્ક આપી રહ્યા છે.

એક મત પ્રમાણે મોરારિબાપુ કથાકાર છે અને રામમંદિરના ભૂમિપૂજન માટે મોટા ભાગે સન્યાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરારિબાપુ સન્યાસી ન હોવાને કારણે કદાચ તેમનું નામ આમંત્રણની યાદીમાં નથી. આ ઉપરાંત એક તર્ક એવો પણ છે કે છેલ્લા ઘણા સમયથી મોરારિબાપુ વિવાદમાં રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સીધો વિવાદ હોય કે પછી કૃષ્ણ ભગવાનના વંશજો વિશે વાણી વિલાસ હોય. આ તમામ ઘટનાઓને કારણે મોરારિબાપુની છબી ખરડાઈ છે.

કૃષ્ણ ભગવાન પર વિવાદિત ટિપ્પણીને કારણે ઉત્તરભારતના કૃષ્ણભક્તો મોરારિબાપુથી નારાજ છે. એવામાં પ્રધાનમંત્રી મોદી રામમંદિરના ભૂમિપૂજનમાં મોરારિબાપુને આમંત્રિત કરીને હિન્દી બેલ્ટના મતદારોની નારાજગી વહોરવા નથી માગતા તેવી પણ ચર્ચા થઈ રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021