Categories: દેશ

1 જાન્યુઆરીથી દેશમાં બદલાવા જઇ રહ્યાં છે આ 10 નિયમ, જાણી લો નહીંતર પછતાશો…

1 જાન્યુઆરી 2021થી અનેક નિયમો બદલાવા જઇ રહ્યાં છે. જેની સીધી અસર સામાન્ય વ્યક્તિ પર પડશે. ચેક પેમેન્ટથી લઇને ફાસ્ટેગ, UPI પેમેન્ટ સિસ્ટમ અને GST રિટર્નના નિયમોમાં બદલાવ થવા જઇ રહ્યાં છે. એટલા માટે 1 તારીખ પહેલા આપ આ તમામ બદલાવો વિશે જાણી લો, જેનાથી તમને નુકસાન ઉઠાવવું પડશે નહીં.

1. ચેક પેમેન્ટ સિસ્ટમ
1 જાન્યુઆરી 2021થી ચેક પેમેન્ટથી જોડાયેલા નિયમ બદલાઇ જશે. સકારાત્મક પેમેન્ટ વ્યવસ્થા અંતર્ગત ચેક દ્વારા 50 હજાર રૂપિયા અથવા વધારે પેમેન્ટ પર કેટલીક જરૂરી જાણકારીઓ બીજીવાર કન્ફર્મ કરવી પડશે. જોકે આ એકાઉન્ટ હોલ્ડર પર નિર્ભર કરશે કે તે આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે કે નહીં. ચેક જારી કરનાર વ્યક્તિ આ જાણકારી SMS, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિગ અથવા ATM જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપી શકે છે.

2. કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્જેક્શન
ભારતીય રિઝર્વ બેંકે કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટની લિમિટ્સ 2 હજારથી વધારીને 5 હજાર રૂપિયા કરી દીધી ચે. આ 1 જાન્યુઆરી 2021થી પ્રભાવી થશે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી 5 હજાર રૂપિયા સુધી પેમેન્ટ માટે પીન નાખવો પડશે નહીં.

3. મોંઘી થશે કાર
ઓટોમોબાઇલ કંપનીઓ જાન્યુઆરી 2021થી પોતાના અનેક મોડલની કિંમત વધારવા જઇ રહી છે. જે બાદ કાર ખરીદવી પહેલાની તુલનામાં મોંઘી થઇ જશે. અત્યાર સુધી મારૂતિ, મહિન્દ્રા બાદ રેનો અને MG મોટરની કિંમત વધવાનું એલાન કરી ચુકી છે.

4. ફાસ્ટેગ લગાવવું થયું અનિવાર્ય
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 1 જાન્યુઆરી 2021 પહેલા ફોરવ્હીલ વાહનો પર ફાસ્ટેગ લગાવવું અનિવાર્ય કરી દીધું છે. ફાસ્ટેગ વિના નેશનલ હાઇવે ટોલ પાર કરનારા ચાલકોને બે ગણો ચાર્જ આપવો પડશે. હાલ તમામ ટોલ પ્લાઝા પર 80 ટકા લાઇનો ફાસ્ટેગ અને 20 ટકા લાઇનો કેશમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

5. લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરવા લગાવવો પડશે ઝીરો
જો તમે 1 જાન્યુઆરી બાદ લેન્ડલાઇનથી કોઇ પણ મોબાઇલ નંબર પર ફોન લગાવો છો. તો તેના માટે તમારે ઝીરોનો ઉપયોગ કરવો પડશે. ઝીરો લગાવ્યા વિના તમારો કોલ લાગશે નહીં.

6. મ્યૂચુઅલ ફંડ રોકાણ માટે બદલો નિયમ
SEBIએ મલ્ટીકેપ મ્યુચુઅલ ફંડ માટે અસેટ અલોકેશનના નિયમોમાં બદલવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર હવે ફંડ્સના 75 ટકા ભાગ ઇક્વિટીમાં નિવેશ કરવું જરૂરી હશે. જોકે અત્યારે ન્યૂનતમ 65 ટકા છે. SEBIના નવા નિયમો અનુસાર મલ્ટી કેપ ફંડ્સના સ્ટ્રક્ચરમાં બદલાવ થશે. પંડોના મિડકેપ અને સ્મોલકેપમાં 25-25 ટકા રોકાણ કરવું જરૂરી હશે. જો 25 ટકા લાર્જ કેપમાં બદલાવ થશે.

7. UPI પેમેન્ટમાં થશે બદલાવ
1 જાન્યુઆરી 2021થી UPI દ્વારા પેમેન્ટ કરવું મોંઘુ થશે. થર્ડ પાર્ટી તરફથી ચલાવવામાં આવી રહેલી એપ્સ પર એક્સ્ટ્રા ચાર્જ લગાવવાનું એલાન કર્યું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

8. GST રિટર્નના નિયમ બદલાશે
તમને જણાવી જઇએ કે નાના કારોબારીઓને સરળ, ત્રિમાસિક GST રિટર્ન ફાઇલિંગ સુવિધા મળશે. નવા નિયમો અંતર્ગત જે કારોબારીઓનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી ઓછું છે. તેમને મહિને રિટર્ન દાખલ કરવાની જરૂર હશે નહીં. નવા નિયમો લાગૂ થયા બાદ ટેક્સપેયર્સને માત્ર 8 રિટર્ન ભરવાના રહેશે. તેમાં 4 GSTR 3બી અને 4 GSTR 1 રિટર્ન ભરવાનું રહેશે.

9. સરળ જીવન વીમા પોલીસી થશે લોન્ચ
1 જાન્યુઆરી બાદ ઓછા પ્રીમિયમમાં વીમો ખરીદી શકશો. IRDAIએ તમામ કંપનીઓને સરળ જીવન વીમો લોન્ચ કરવાનું કહ્યું છે. તમને જણાવી દઇએ કે સંજીવની નામની સ્ટેડર્ડ રેગુલર હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન રજૂ કર્યા બાદ એક સ્ટેડર્ડ ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

10. કેટલાક ફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ થઇ શકે
તમને જણાવી દઇએ કે આવનારી 1 તારીખ બાદ કેટલાક એન્ડ્રોઇડ અને આઇઓએસ ફોન પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી શકે છે. કંપનીએ જણાવ્યું કે જે સોફ્ટવેર જૂના થઇ ચૂક્યા છે. તેના પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021