1 નવેમ્બરથી નહીં મળે ગેસ સિલિન્ડર, જલદીથી કરી લો આ કામ..!

1 નવેમ્બરથી નહીં મળે ગેસ સિલિન્ડર, જલદીથી કરી લો આ કામ..!

હવે માત્ર બુકિંગ કરાવવાથી તમને ગેસ સિલિન્ડરની ડિલીવરી મળશે નહીં, તેના માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક કોડ મોકલવામાં આવશે. તે કોડને તમારે ડિલીવરી બોયને બતાવવો પડશે. આવું કરવાથી જ ગ્રાહકને રસોઇ ગેસ સિલિન્ડર મળશે. જો કોઇ ગ્રાહકનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ નથી તો તેઓ એપ દ્વારા પોતાનો નંબર અપડેટ કરાવી શકે છે. આ એપ ડિલીવરી બોયની પાસે પણ ઉપલબ્ધ હશે. નંબર અપડેટ કરાવ્યા બાદ કોડ જનરેટ થશે.

આ ગ્રાહકોની વધશે મુશ્કેલી
આ વ્યવસ્થામાં એવા લોકોને થોડી અસુવિધા થઇ શકે છે, જેમને પેટ્રોલિયમ કંપની સાથે પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરાવ્યો નથી. નવા નિયમથી જે ગ્રાહકોને પોતાનું સરનામું અને મોબાઇલ નંબર ખોટું દાખલ કરાવ્યું છે, તેમને પરેશાની થઇ શકે છે. ખોટી જાણકારીના કારણે ડિલીવરી રોકી શકે છે. આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર પર લાગૂ થશે નહીં, આ વ્યવસ્થાથી એ સુનિશ્ચિત થશે કે ગેસની ડિલીવરી કોઇ ખોટા વ્યક્તિને તો નથી થઇને.

આ માટે ભર્યું પગલું
ગેસ સિલિન્ડરની ચોરી રોકવા માટે ગ્રાહકોની ઓળખ માટે કંપનીઓ ડિલીવરી ઓથેંટિકેશન કોડ સિસ્ટમ શરૂ કરી રહી છે. શરૂઆતમાં તે 100 સ્માર્ટ સિટીમાં લાગૂ થશે. જયપુરમાં તેનો પાયલટ પ્રજેક્ટ પહેલાથી જ ચાલી રહ્યો છે. બાદમાં આ વ્યવસ્થાને અન્ય શહેરમાં લાગૂ કરવામાં આવશે.

Advertisement

સરકાર આપે છે ગેસ સિલિન્ડર પર સબસિડી
હાલના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે. જો ગ્રાહક તેનાથી વધારે સિલિન્ડર લેવા માગે છે. તો તેને બજાર ભાવ પર જ ખરીદે છે. ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાતી રહે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *