વાહ! રસોઈયા કરતા પણ ઝડપી છે આ 10 વર્ષની બાળકી, 1 કલાકમાં 33 પકવાન તૈયાર કરી બનાવ્યો રેકોર્ડ

વાહ! રસોઈયા કરતા પણ ઝડપી છે આ 10 વર્ષની બાળકી, 1 કલાકમાં 33 પકવાન તૈયાર કરી બનાવ્યો રેકોર્ડ

ઘણીવાર જોવા મળે છે કે બાળકો રમતમાંને રમતમાં જ એવા કામ કરી જાય છે જે તમેે પણ જાણીને ગર્વ અનુભવશો. જો અમે તમને કહીએ કે 10 વર્ષની બાળકી ખાવાનું પણ બનાવી લે છે અને તે પણ એકદમ ઝડપથી કદાચ તમે પણ આ વાત પર વિશ્વાસ નહી કરો, પરંતુ કેરળથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ત્યાં આશરે 10 વર્ષની યુવતીએ એવો કમાલ કરી દીખાડ્યો કે તમે સાંભળીને દંગ રહી જશો.

અમે વાત કરી રહ્યાં છે સાનવી એમ પ્રઝિથની. જે માત્ર 10 વર્ષની છે આ ઉંમરમાં સાનવીએ પોતાના નામે એક રેકોર્ડ કરી લીધો છે. સાનવીએ 1 કલાકમાં સખત 33 ડિશ બનાવી અને પોતાની આ કળાથી બધાને હેશાન કરી દીધા. 1 કલાકમાં 33 વસ્તું બનાવી સાનવીએ પોતાના નામે એક રેકોર્ડ પણ કર્યો છે અને તેનો આ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડસમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

Advertisement

યૂટ્યૂબ ચેનલ પર શેર કર્યો વીડિયો
સાનવીએ તેમનો એક વીડિયો પોતાની યૂટ્યૂબ ચેનલ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે આટલા ઓછા સમયમાં સાનવીએ ઈડલી, ઉત્તપમ, મશરૂમ, ટિક્કા, પાપડી ચાટ, વોફલ, ફ્રાઈડ રાઈસ, ચિકન રોસ્ટ, પેનકેક, અપ્પમ અને ઘણું બધું બનાવ્યાં હતું.

કોણ છે સાનવી એમ. પ્રઝિથ?
સાનવી ખાવાનું બનાવવાની સાથે ડાંસની પણ દિવાની છે. તે કેરળના એર્નાકુલમથી છે. સાનવીના પિતા એર ફોર્મમાં વિંગ કમાન્ડર છે. સાનવીની આ ઈવેન્ટ ઘર પર જ થઈ અને આ દરમિયાન ઓનલાઈન દ્ધારા લોકોને તેને જોઈ. પોતાની પુત્રીની આ સફળતાની જાણકારી સાનવીની માતાએ દીધી.

Advertisement

બાળપણથી છે ખાવાનું બનાવવાનો શોખ
તમને જણાવી દઈએ કે મીડિયા વાતચીતમાં સાનવીની માતાએ જણાવ્યું કે સાનવીને બાળપણથી જ ભોજનવવાનો ખુબ જ શોખ છે અને તે પોતાના આ હુનરને આગળ લઈ જવા માંગે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *