1200 રૂપિયામાં કિલો વેચાય છે આ શાકભાજી, બે દિવસમાં જ થઈ જાય છે ખરાબ

કદાચ આ દેશની સૌથી મોંઘી શાકભાજી છે. જે માત્ર શ્રાવણ મહિનામાં વેચાઈ છે. તે પણ દેશના માત્ર બે જ રાજ્યો ઝારખંડ અને છત્તીસગઢમાં. બસ આ બંને જગ્યાઓ પર માત્ર તેનું નામ અલગ-અલગ છે. આ શાકભાજીનું નામ ખુખડી છે. જેની કિંમત 1200 રૂપિયા પ્રતિકિલો છે. છતાં બજારમાં આવતા જ આ શાકભાજી હાથો-હાથ વેચાઈ જાય છે. કારણ કે, આ શાકભાજીમાં ખુબ મોટી માત્રામાં પ્રોટીન મળે છે.

છત્તીસઢમાં આ શાકભાજીને ખુખડી કહે છે, જ્યારે ઝારખંડમાં રુગડા કહે છે. આ બંને મશરૂમની જ એક પ્રજાતિ છે. જે કુદરતી રીતે જંગલમાં ચોમાસા દરમિયાન ઉગે છે. આ શાકભાજીને ખરીદ્યા બાદ માત્ર બે જ દિવસમાં પકાવીને ખાઈ જવી પડે. નહીંતર તે કોઈ કામની નથી રહેતી. એટલે કે, ખરાબ થઈ જાય છે. છત્તીસગઢના બલરામપુર, સૂરજપુર, સરગુજા સિહત ઉદયપુર સાથે જોડાયેલા કોરબા જિલ્લાના જંગલોમાં વરસાદના દિવસોમાં કુદરતી રીતે ઉગી નિકળે છે.

બે મહિના સુધી ઉગનાર ખુખડીની માગ એટલી વધુ હોય છે કે, જંગલમાં રહેનારા ગ્રામવાસીઓ તેને ભેગી કરવામાં મંડી પડે છે. જે બાદ અંબિકાપુર સહિત શહેરી વિસ્તારોમાં વેપારીઓ તેને ઓછા ભાવમાં ખરીદીને બજારમાં 1000થી 1200 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચે છે. ચોમાસુ સિઝન દરમિયાન દરેક દિવસે અંબિકાપુરની બજારમાં લગભગ 500 કિલો ખુખડીનું વેચાણ થાય છે.

Advertisement

ખુખડી એક પ્રકારે સફેદ મશરૂમ છે જેને ખાઈ શકાય છે. ખુખડીની અનેક જાતો છે. જેમાં લાંબા દાંડલા વાળી સોરવા ખુખડી વધુ પસંદ કરવામાં આવે છે. તેને બોલચાલની ભાષામાં ભુડુ ખુકડી કહેવામાં આવે છે. ભૂડુ એટલે ઊધઈ દ્વારા બનાવવામાં આવેલું ઘર અથવા તો રાફળો. જ્યાં તે વરસાદની સિઝનમાં ઉગે છે. આ ખુખડી શરીરમાં ઈમ્યુનિટી પાવર વધારે છે.

શ્રાવણના પવિત્ર મહિનામાં ઝારખંડનો એક મોટો વર્ગ ચિકન અને મટન ખાવાનું એક મહિના સુધી બંધ કરી દે છે. તેવામાં અહીં જંગલ વિસ્તારોમાંથી આવનાર ખુખડી ચિકન અને મટનના અથવામાં સારો વિકલ્પ મળે છે. બસ આ માટે ખિસ્સામાંથી થોડા વધુ પૈસા નિકાળવા પડે છે. રાંચીમાં તે 700 થી 800 રૂપિયામાં પ્રતિકિલોના ભાવે વેચાઈ છે.

શાકભાજી સિવાઈ તેનો ઉપયોગ દવા બનાવવામાં પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, વરસાદની મોસમમાં વિઝળીના કળાકાથી ધરતી ફાટે છે. તે સમયે ધરતીની અંદરથી સફેદ રંગની ખુખડી નિકળે છે. પશુ ચરાવતા ગોવાળોને ખુખડીની સારી જાણકારી હોય છે. તેમને એ પણ ખબર હોય છે કે, ક્યા સ્થળ પર ખુખડી ઉગે છે.

Advertisement

નોંધ:- જો આપને અમારી આ પ્રકારની તમામ ખબરો થોડી પણ પસંદ આવી હોય તો #R_ગુજરાત ના પેજને લાઈક કરીને શેર જરૂ કરજો..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *