Categories: ગુજરાત

14 કરોડના ગાબડાનો વીડિયો આવ્યો સામે, પહેલા વરસાદમાં જ બ્યુટીફિકેશનની બ્યૂટી પાણીમાં

14 કરોડનું ગાબડું…. કરોડોની વાત આવે ત્યારે ચોક્કથી આપણને જાણવાનું મન થાય કે, ગાબડું અને તે પણ 14 કરોડનું? પરંતુ આવું જ કાંઈક સંસ્કારીનગરી વડોદરામાં સામે આવ્યું છે. જ્યાં સ્માર્ટ સિટીના ભાગરૂપે છાણી વિસ્તારમાં આવેલા તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું. પરંતુ હજુ તો તળાવનું કામ પુરું પણ નથી થયું કે, ત્યાં તળાવની ફરતે ગાબડા પડવા માંડ્યા. તળાવની સેફ્ટી દિવાલો જ પડી ગઈ છે.

હજુ તો તળાવનું બ્યુટીફિકેશન થયાનું આ પહેલું જ વર્ષ છે. ત્યાં પહેલા જ વરસાદમાં ગાબડા પડી ગયાં છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, તળાવના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. જે પ્રકારે ગુણવત્તા જળવાવી જોઈએ તે પ્રકારનું મટિરિયલ વાપરવામાં આવ્યું નથી.

જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ

14 કરોડનો આ રીતે ધુમાડો થાય ત્યારે સ્વાભાવિક છે કે, જનતા સવાલ ઉઠાવવાની. સૌથી મહત્વની વાત તો એ છે કે, છાણી ગામના આ તળાવનું ખાત મુહૂર્ત ખુદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. 14 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અઢી વર્ષમાં આ કામ પૂર્ણ કરવાનું હતું. સમય પ્રમાણે કામ તો પૂર્ણ ન થયું. પરંતુ જે ભાગમાં કામ પૂર્ણ થયું હતું ત્યાં પણ ગામડા પડવા માંડ્યા છે. તળાવના બ્યુટીફિકેશનમાં હલકી કક્ષાનું કામ થયાના વિપક્ષો પણ આક્ષેપ લગાવી રહ્યા છે.

તળાવના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ

મહત્વનું છે કે, છાણી ગામમાં સ્થાનિકના લોકો સ્થાનિક તંત્ર અને તંત્રની ગોલમાલના કારણે તળાવનું કામ નબળું પડ્યાના આક્ષેપ લગાવી રહ્યા છે. જ્યારે સ્થાનિક ભાજપના કોર્પોરેટર અને સ્થાયિ સમિતિના અધ્યક્ષ સતિષ પટેલનું કહેવું છે કે, ગામ લોકોના આક્ષેપ ખોટા અને પાયા વિહોણા છે. તેઓ કહે છે કે, તેણે કોન્ટ્રાક્ટર દ્વારા થતી કામગીરીનું ખુદ નિરીક્ષણ કર્યું છે. તેમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી.

14 કરોડના ગાબડા સામે સવાલ

  • નબળી કામગીરીની વારંવાર પોલ કેમ ખુલી જાય છે?
  • 14 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કર્યુ તો ગાબડા કેવી રીતે પડ્યા?
  • શું તળાવની કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું છે?
  • તળાવ બન્યા પહેલા જ દિવાલમાં કેમ પડી ગયા ગાબડા?
  • શું સરકાર જવાબદારો અને કોન્ટ્રાક્ટર સામે ભરશે કડક પગલા?

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021