Categories: રાશિફળ

19 ડિસેમ્બર 2020: આજે આ 6 રાશિમાંથી દૂર થશે શનિની સાડાસાતી, દરેક સમસ્યાનું થશે સમાધાન…

19 ડિસેમ્બર અને શનિવારના દિવસે આ 6 રાશિઓમાંથી શનિની સાડાસાતી દૂર થશે. તેમજ તેમની દરેક સમસ્યાઓનો અંત આવશે. તેમજ આર્થિક સંકળામણનો અંત આવશે. આ ઉપરાંત દાંપત્યજીવનમાં પણ સુખ-શાંતિ જળવાશે.

મેષ રાશિ
આજે કાર્ય વધારે રહેવાને કારણે નકામી ચિંતા થઈ શકે છે. યાત્રા કરવાનું આયોજન બનાવી શકશો. પુરસ્કાર તથા ભેટ મળવાથી ખુશી થશે. આજનો દિવસ અનુકૂળ રહેશે. લાભો સુનિશ્ચિત છે. તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. તમારા માટે અનાવશ્યક ભાગદોડ રહેશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. અવસરોનો ફાયદો ઉઠાવો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિવાહિત કપલ પારિવારિક પ્રતિબદ્ધતાઓમાં વ્યસ્ત રહેશે.

વૃષભ રાશિ
ઘણા દિવસોથી ચાલી રહેલી પરેશાનીનો ઉકેલ મળી શકે છે. કોઈ વિશેષ વ્યક્તિ તરફથી સહયોગ મળશે. ઉગ્ર સ્વભાવને કારણે પરેશાન થવું પડી શકે છે. કોઈ ખાસ કામ માટે પરિવારના લોકો તમારી પાસેથી અપેક્ષા રાખશે. પરિશ્રમ અનુકૂળ સફળતા ન મળવાને કારણે મન અસંતુષ્ટ રહે સંતાન પક્ષ તરફથી ચિંતા રહી શકે છે. યાત્રા સુખદ રહેશે તથા ઉન્નતી ના સમાચાર મળશે. પોતાનું શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે સંતુલિત આહાર લેવો.

મિથુન રાશિ

આજે તમે પોતાના વેપારમાં વૃદ્ધિ કરશો. લાંબી રજા બાદ પણ તમને આજે ઓફિસ જવાનું મન થશે નહીં. પોતાના કાર્ય પર ધ્યાન આપવું. દિવસના અંત સુધીમાં બધું યોગ્ય થઈ જશે. લવ મેટ માટે આજનો દિવસ શાનદાર છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. ધન ખર્ચ કરતાં પહેલાં પોતાની આર્થિક દશાનું અવલોકન જરૂર કરવું. આજે પોતાના ખર્ચમાં લગામ લગાવવી. પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ
પારિવારિક મામલાને લઈને તમારી માં ની સલાહ મદદગાર સાબિત થશે. ગુપ્ત શત્રુ પરેશાન કરી શકે છે, એટલા માટે સાવધાન રહેવું. તમારા બધા જ કાર્ય કાર્ય સ્થળ પર સહજતાથી આગળ વધશે. કોઈપણ સાથે વાદ-વિવાદમાં પડવું નહીં. દિવસનાં પહેલા ભાગમાં થોડી મુશ્કેલી થઈ શકે છે, પરંતુ સાંજ સુધીમાં બધું નોર્મલ થઈ જશે. તમારે પોતાના બજેટ થી સાવધાન રહેવાની આવશ્યકતા છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ જોવા મળી શકે છે.

સિંહ રાશિ

તમને પોતાના ક્ષેત્રમાં શુભ સમાચાર મળી શકે છે. સગા સંબંધીઓ સાથે પરસ્પર વાદ વિવાદ થઈ શકે છે. ઘરમાં કોઈ નવા કાર્યનો આરંભ કરી શકો છો. અટવાયેલા કાર્યને પૂર્ણ કરવામાં સફળતા મળશે. તમે સરકાર સંબંધિત પર યોજનાઓનો લાભ પ્રાપ્ત કરી શકો છો. મિત્રોનો સાથ મળશે. વેપારમાં લાભનાં યોગ બની રહ્યા છે. સાંજ સુધીમાં કોઇ નજીકનાં મિત્ર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની પૂજા કરવી.

કન્યા રાશિ
અચાનક ધનલાભ થવાની સંભાવના છે. તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો, જેમાં તમને લોકોનો સાથ મળશે. જેનાથી તમને નવી ઊર્જા મળશે અને જીવનમાં આગળ વધવાનાં અવસર પ્રાપ્ત થશે. આર્થિક પરેશાનીઓને કારણે તમારે આલોચના તથા વાદ વિવાદનો સામનો કરવો પડી શકે છે. જે લોકો કોઈને પ્રેમ કરે છે તેમને પ્રેમ જીવનમાં સફળતા મળશે. પોતાનાં માતા-પિતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા રાશિ

આજે એવા વિવાદાસ્પદ મુદ્દા વાદ-વિવાદ કરવાથી બચવું, જે તમારા અને પ્રિયજનોની વચ્ચે તકરાર ઉભી કરી શકે છે. તમારા શત્રુઓ પરાસ્ત થશે. આવકનાં નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. તમારું પારિવારિક અને વૈવાહિક જીવન મધુરતા ભરેલું રહેશે. વ્યવહાર કુશળતા તથા શાંત રહીને કાર્ય પૂર્ણ કરવું. ઉન્નતિનાં અવસર મળશે. જીવનસાથીનો સહયોગ અને પ્રિય વ્યક્તિનો સાથ મળશે. શેરબજારમાં રોકાણ પણ કરી શકો છો.

વૃશ્ચિક રાશિ

અમુક લોકોએ નકામી ભાગદોડ કરવી પડી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ વિષયને વાંચવામાં આનંદની અનુભૂતી પ્રાપ્ત કરશે. ઘરમાં નવા મહેમાનો આવવાની સંભાવના છે. જેનાથી પરિવારનું વાતાવરણ ખુશનુમા બનશે. તમને રાજકારણ, વેપાર અથવા ટેકનોલોજીનાં વિષયમાં કોઇ ઉપાધિ મળી શકે છે. આજે શેર બજારથી દૂર રહેવાનો પ્રયાસ કરવો. જીવનસાથી સાથે તકરાર થવાની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

ધન રાશિ

તમે આજે નવું વાહન અથવા મોબાઈલ ખરીદવાનો વિચાર કરી શકો છો અને માનસિક રૂપથી તણાવમાં રહેશો. આજનો દિવસ ખૂબ જ ઠંડા મગજથી તમારે આગળ વધવું જોઇએ, ત્યારે જ તમે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમારે તળેલી અને શેકેલી ચીજો ખાવાથી બચવું જોઈએ. પોતાના જીવનમાં તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ પ્રાપ્ત કરશો. યાત્રા પર જવા માટે દિવસ અનુકૂળ નથી.

મકર રાશિ

આજે તમે કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. આજે સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે. વિદ્યાર્થીઓ પોતાના અટવાયેલા કાર્ય પૂર્ણ કરી શકે છે. પોતાના બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારી આર્થિક સ્થિતિ લાભકારી સિદ્ધ થશે. પોતાના ક્રોધ પર સંયમ રાખવું. વધારે મેળવવાની કોશિશમાં જે પાસે છે, તે પણ ગુમાવી શકો છો. ખર્ચો વધારે થઈ શકે છે. ગુરુનું માર્ગદર્શન અને સ્નેહ તમને મળશે.

કુંભ રાશિ

પૈસાની બાબતમાં કોઈ વ્યક્તિની સલાહ લઇ શકો છો. પિતા તરફથી આર્થિક લાભની સંભાવના છે. પૈતૃક સંપતિથી વિવાદ થઈ શકે છે. સંતાનની પાછળ ખર્ચ થશે. સરકારી કાર્યથી લાભના અવસર મળશે. સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકોએ કાર્યમાં બેદરકારી રાખવી જોઇએ નહિં. પરિવારજનો સાથે સંબંધોમાં નકારાત્મકતાનો પ્રવેશ ન થાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થી વર્ગના લોકોને અભ્યાસમાં રુચિ રહેશે.

મીન રાશિ

અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. સંતાન થી સંતુષ્ટિ રહેશે અને તમે પોતાના સંતાન પ્રત્યે પ્રેમનો ભાવ પ્રદર્શિત કરશો. કામની બાબતમાં તમને સારા પરિણામ મળશે. ઘર પરિવારને લઈને મનમાં ચિંતા થઈ શકે છે, પરંતુ બદલતો સમય તમારી ચિંતાઓ ખૂબ જ જલદી દૂર કરી દેશે. જે લોકો સિંગલ છે અને કોઈને પ્રેમ કરે છે તેમને પ્રિય વ્યક્તિનો સાથ મળશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021