Categories: ગુજરાત

2 લાખ ઊધઈ ખાઈ ગઈ, વડોદરામાં મહિલાએ BOBના લોકરમાં મૂકેલ પૈસા ઊધઈ ખાઈ ગઈ, જુઓ વીડિયો

દરેક વ્યક્તિ પોતાની બચત માટે પૈસાને બેંકમાં મુક્તિ હોય છે. કારણ કે, ઘરમાં પૈસા હોય તો વપરાય જાય પરંતુ બેંકમાં હોય તો સુરક્ષિત રહે. પરંતુ વડોદરામાં બેંક ઓફ બરોડાના લોકરમાં સામે આવેલા કિસ્સા બાદ તમે ખુદ કહેશો કે, તમારા પૈસા હવે બેંકમાં પણ સુરક્ષિત નથી. કારણ કે, અહીં બેંક ઓફ બરોડાના લોકરમાં મહિલાએ મુકેલા 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઈ છે.

લોકર ખોલતા મહિલાના હોંસ ઉડી ગયા
જ્યારે મહિલા ખાતેદાર પોતાના લોકરમાં મુકેલા પૈસા લેવા માટે બેંકમાં ગઈ ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. મહિલાએ જેવું જ પોતાનું લોકર ખોલ્યું કે, લોકરમાં મુકેલા રૂપિયા ઊધઈ કાતરી ગઈ હતી. પહેલા તો મહિલાની આંખો ફાટી જ ગઈ.. પછી તેણે પોતાના પૈસાને લઈને બેંકમાં જ હોબાળો મચાવી દીધો હતો. જોકે મહિલાના હોબાળા બાદ બેંકના સ્ટાફે પણ અન્ય લોકરમાં ઉધઈ આવી ગયાની શંકા વ્યક્ત કરી હતી.

કેવી રીતે સામે આવી ઘટના
મળતી માહિતી પ્રમાણે, વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે, આ બેંકમાં ખાતેદારોને પોતાના પૈસા અને કિમતી વસ્તુઓ મુકવા માટે લોકરની સુવિધા આપવામાં આવે છે. ત્યારે આ બેંકમાં ખાતેદાર રેહાનાબેન કુતુબુદ્દીન ડેસરવાલાએ પોતાના લોકર નંબર 252માં 2.20 લાખ રૂપિયા સંગ્રહી રાખ્યા હતા. જેથી તે રૂપિયા કોઈ મુશ્કલી સમયે તેમના કામમાં આવી શકે. આ રૂપિમાં 5 રૂપિયાની 10 રૂપિયાની 100 અને 500ની ચલણી નોટો હતી. રેહાનાબેનને રૂપિયાની જરૂર હોવાથી તેણી બેંકમાં પોતાના પૈસા લેવા માટે ગયા હતા. પરંતુ લોકર ખુલતા જ તેમની ચીસ પડી ગઈ. કારણ કે, તેમણે સંગ્રહિને રાખેલા 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઇ હતી. ઊધઈ પણ એવી રીતે પૈસાને ખાધા કે, તે કોઈ કામના ન રહ્યા.

મહિલાએ કરી વળતરની માગ
મહિલાએ પોતાના પૈસાની હાલત જોતા હોબાળો તો મચાવ્યો જ. પરંતુ સાથે-સાથે બેંકના મેનેજરને લેકિતમાં ફરિયાદ પણ આપી, અને પોતાના પૈસા પરત આપવા માટે માગ કરી છે. જોકે પરંતુ આ રીતે કોઈની મહેનતના પૈસા ઉધઈ ખાઈ જાય તે તો કેવી રીતે ચાલે. ત્યારે આ ઘટનાને લઈને બેંકની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જોકે ખાતેદાર મહિલાએ વળતરની માગ કરી છે તેવામાં તેને વળતર ક્યારે મળશે તે પણ મોટો સવાલ છે.

લોકરમાં પૈસા મુકતા પહેલા સાવધાન
રેહાનાબેનને બેંકમાં પૈસા તો મુક્યા. પરંતુ પોતાના લોકરમાં મુકવાની ભૂલ કરી. અને લોકર સુધી ઊધઈ નાસ્તો કરવા માટે પહોંચી ગઈ. જો લોકરની જગ્યાએ પોતાના ખાતામાં પૈસા રાખ્યા હોત તો કદાચ આવી ઘટના ન બની હોત જોકે આ ઘટના અન્ય લોકો માટે પણ એક ટકોર છે. કે, લોપો પોતાના લોકરમાં ઘરેણા સહિતની કિમતી વસ્તુઓ રાખજો,. પરંતુ કાગળના પૈસા ન રાખતા, બાકી તમે પણ નાહી રહેશો.

આ ઘટના પર તમારું શું કહેવું છે તે ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. અને લાઈક અને શેર કરજો જેથી આવી ઘટનાઓ ઘટતા પહેલા લોકો જાગૃત થઈ શકે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021