Categories: રાશિ

2021 લાવશે આ રાશિઓની લવલાઈફમાં રોમાંચ, કોઈના થશે લગ્ન, તો કોઈને મળશે મનગમતો પાર્ટનર..

બે દિવસ બાદ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે સૌ કોઈ દર વખતની સરખામણીએ આ નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આપણે સૌ જાણીએ છીએ કે, આ વર્ષ કોઈ માટે સારુ રહ્યું નથી. પછી ભલે આર્થિક રીતે હોય કે, પર્સનલ લાઈફને લઈને. આ વર્ષ દરેક લોકો માટે દુઃખ રહ્યું છે. કોરોના કારણે ઘણાં લોકોના લગ્ન રહી અટકી પડ્યાં હતા. તો ઘણાં લોકોના વૈવાહિક જીવનમાં તિરાડ પડી હતી, તો વળી કોઈ સિંગલ જ રહી હતું. પરંતુ આ નવું વર્ષ કેટલીક રાશિ માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. ખાસ કરીને તેમની લવ લાઈફ ખૂબ સારી રહેશે. તો આવો જાણીએ કંઈ છે આ રાશિ જેમના જીવન પ્રેમના ગુલાબ ખીલવા જઈ રહ્યાં છે….

મેષ રાશિ
આ વર્ષે મેષ રાશિના સિંગલ જાતકો વિવાહના બંધનમાં બંધાઈ શકે છે. તેના માટે તમારે પોતાના તરફથી થોડી મહેનત કરવાની રહેશે. જો તમે કોઈ વ્યક્તિને પસંદ કરો છો તો પોતાને આગળ રાખીને કોશિશ કરવાની રહેશે. સફળતા મળવાના ચાન્સ આ વર્ષે વધારે રહેશે.

વૃષભ રાશિ

તમારા માટે આ વર્ષ પ્રેમના પ્રેમના દ્રષ્ટિકોણથી સામાન્ય રહેશે. જો કે સંબંધોમાં જ ચાલી રહેલ તણાવ અને મતભેદો દૂર થઈ જશે. વળી જે લોકો સિંગલ છે તેઓ પોતાના રોમેન્ટિક અંદાજથી નવા પાર્ટનરને પ્રાપ્ત કરી શકે છે.

મિથુન રાશિ
વર્ષ ૨૦૨૧ તમારા માટે શુભ રહેશે. વિવાહના પણ યોગ બની રહ્યા છે. વળી પરણિત લોકોના જીવનમાં પ્રેમ વધશે. આ વર્ષે તમે કોઈ બહાર ફરવા ફરવા માટે જઈ શકો છો, જે તમારા માટે ખૂબ જ લાભદાયક સિદ્ધ થશે.

કર્ક રાશિ

આ નવા વર્ષમાં તમારી લવ લાઇફ શાનદાર રહેશે. સિંગર લોકો થોડા પ્રયત્ન કરશે તો વિવાહના બંધનમાં બંધાઈ શકે છે. અમુક લોકો પોતાના સંબંધ અને પ્રેમને લઈને ભાવુક બની શકે છે.

સિંહ રાશિ
જો ૨૦૨૦માં તમારી લવ લાઈફમાં ઉથલપાથલ રહેલી હોય તો ૨૦૨૧માં તમને સુધારો જોવા મળશે. વિવાહ ખૂબ જ સરળતાથી થશે નહીં, તેમાં થોડી અડચણ આવી શકે છે. જોકે આ વર્ષનો અંત સુખદ રહેશે અને સમસ્યાઓ પણ આપમેળે સમાપ્ત થઈ જશે.

વૃશ્ચિક રાશિ

પ્રેમ ની તલાશ કરી રહેલા જાતકો માટે ૨૦૨૧માં કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી લવ લાઈફમાં સુખ વધશે અને દુઃખ ઘટશે. વળી સિંગલ લોકોને એકથી વધારે પાર્ટનરના ઓપ્શન મળી શકે છે.

કુંભ રાશિ
તમારા સંબંધોમાં એક નવો વળાંક આવશે અને તે પહેલાં કરતાં વધારે સારું રહેશે. વળી સિંગલ લોકોના વિવાહ પણ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. ૨૦૨૧માં તમે પોતાના જીવનસાથીને યોગ્ય રીતે સમજી શકશો. તમારા બંનેની વચ્ચે પરસ્પર મધુરતા જળવાઈ રહેશે.

આ લિસ્ટમાં જે રાશિઓના નામ નથી આવ્યા, તેઓએ ઉદાસ થવાની જરૂરિયાત નથી. આ વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ભલે તમારા માટે વધારે મજબૂત ન હોય પરંતુ તેમ છતાં પણ તમે પ્રયાસ કરી શકો છો. કદાચ તમારી કિસ્મતના સિતારાઓ પણ ચમકી ઊઠે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021