Categories: ભક્તિ

સંકટ ચોથનું વ્રત રાખવાથી ભગવાન ગણેશ અવશ્ય હરી લેશે તમારા જીવનમાં આવી રહેલા તમામ સંકટ, જાણો કયારે છે આ વ્રત

માગશર માસમાં આવી રહેલી સકટ ચોથનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને માતાઓ સંતાનની લાંબા આયુષ્યના મનોકામના માટે નિર્જલા (પાણી વગર )વ્રત રાખે છે. આ વર્ષે એટલે 2021માં સકટ ચૌથીનું વ્રત 31 જાન્યુઆરીના રોજ છે.

સકટ ચૌથને સંકષ્ટી ચતુર્થી, વક્રકુંડી ચતુર્થી, તિલકુટા ચૌથના નામથી પણ ઓળખવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીનું વ્રત આમ તો દર મહિને હોય છે, પરંતુ માગશર મહિનામાં આવી રહેલું સંકષ્ટી ચતુર્થીનો અલગ જ મહિમા છે.

સકટ ચૌથનું મહત્વ
સંકષ્ટીનો અર્થ સંકટોને રહનારી ચતુર્થી હોય છે. મહિલાઓ પોતાના સંતાનનુ દીર્ધાયું અને ખુશહાલની મનોકામના માટે વ્રત રાખે છે. આ દિવસ ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે અને તલના લાડું ચઢાવવામાં આવે છે.

સકટ ચૌથનું પૂજા મુહૂર્ત
સકટ ચૌથ- 31 જાન્યુઆરી, દિવસ- રવિવાર
ચંદ્રોદયનો સમય- 8 વાગે, 41 મીનિટ
ચતુર્થી તિથિ પ્રારંભ-31 જાન્યુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે 41 મીનિટે
ચતુર્થી તિથિ સમાપ્ત- 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગે 24 મીનિટે

પૂજા વિધિ
સવારે ઉઠીને સ્નાન કરીને લાલ વસ્ત્ર ધારણ કરો.
ભગવાન ગણેશની પૂજા કરો.
દિવસભર નિર્જલા (પાણી વગર) ઉપવાસ કરો.
રાતમાં ચાંદને અર્ધ્ય આપો. ગણેશજીની પૂજા કરીને ફળહાર કરો.
સંભવ હોય તો ફળહારમાં માત્ર મીઠી વાનગી જ ખાસ સેંધા મીઠુંની પણ સેવન ન કરો.

આમ કરો ચંદ્રની પૂજા
સકટ ચૌથના દિવસ ભગવાન ગણેશની પૂજા બાદ સાંજે ચંદ્રમાને અર્ધ્ય આપીને જ વ્રત તોડવામાં આવે છે. ચંદ્રદેવને મધ, રોલી અને ચંદન અને રોલી મિશ્રિત દૂધથી અર્ધ્ય આપવું જોઈએ. કેટલીક જગ્યાએ વ્રત તોડ્યા બાદ મહિલાઓ સૌથી રતાળુંનો પ્રયોગ કરે છે.

સકટ ચૌથના દિવસ કરો શ્રી ગણેશની આરતી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા !! જય…

એક દંત દયાવંત ચાર ભુજા ધારી ! માથે સિંદૂર સોહે મૂસે કી સવારી !!

અંધન કો આંખ દેત, કોઢિત કો કાયા ! બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા !! જય…

હાર ચઢે, ફૂલ ચઢે ઔર ચઢે મેવા ! લડ્ડૂઅન કા ભોગ લગે સંત કરેં સેવા !!

દીનન કી લાજ રખો, શંભુ સુતકારી ! કામના કો પૂર્ણ કરો ઝાઉં બલિહારી !! જય…

‘સૂર’ શ્યામ આયે સફલ કીજે સેવા ! જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ! માતા જાકી પાર્વતી પિતા મહાદેવા !! જય…

સંકટ ચૌથની કથા
આ જ દિવસ ભગવાન ગણેશ પોતાના જીવનના સૌથી મોટા સંકટથી નિકળીને આવ્યાં હતાં. આ માટે તેમને સંકટ ચૌથ કહેવામાં આવે છે. એકવાર માતા પાર્વતી સ્નાન માટે ગયા તો તેમણે દરબાર પર ગણેશને ઉભા રાખી દીધાં અને કોઈને અંદર ન આવવા માટે કહ્યું.

જ્યારે ભગાવન શિવ આવ્યાં તો ગણપતિએ તેમને અંદર આવવાથી રોકી દીધાં. ભગવાન શિવ ક્રોધિત થઈ ગયાં અને તેમણે પોતાના ત્રિશૂલથી ગણેશનું મસ્તક ધડથી અલગ કરી દીધું. પુત્રની આ હાલત જોઈ માતા પાર્વતી વિલાપ કરવા લાગ્યાં અને પોતાના પુત્રને જીવિત કરવાનો હઠ કરવા લાગ્યાં.

જયારે માતા પાર્વતીએ શિવથી ખૂબ વિનંતી કરી તો ભગવાન ગણેશને હાથીનું માથું લગાવી બીજો જીવ આપ્યો અને ગણેશ ગજાનન કહેવાયા લાગ્યાં. આ દિવસથી ગણપતિને પ્રથમ પૂજ્ય હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું. સંકટ ચૌથના દિવસ જ ભગવાન ગણેશને 33 કરોડ દેવી-દેવાઓના આશીર્વાદ મળ્યાં. ત્યારથી આ તિથિ ગણપતિ પૂજનની તિથિ બની ગઈ. કહેવામાં આવે છે કે આ દિવસ ગણપતિ કોઈને ખાલી હાથે નથી જવા દેતાં.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021