Categories: રાશિફળ

29 ડિસેમ્બર 2020: મંગળવાર આ 7 રાશિ માટે રહેશે લાભકારી, મળશે સફળતાના સમાચાર.. જાણો કોણ છે આ નસીબદાર

મંગળવારનો દિવસ આ 7 રાશિ માટે સારા સમાચાર લઈનો આવ્યો છે. તેમને સફળતા મળશે. એટલું નહીં, આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે અને વેપારમાં નફો થશે. તો આવો જાણીએ કંઈ છે નસીબદાર રાશિ…

મેષ રાશિ

આજે તમે તમારા વિચારેલા કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્ન કરશો. ઘર પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર મળશે, જેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે. સહકર્મીઓનો પુરો સહયોગ મળશે. નાના વેપારમાં સારી આવક વધશે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારું લક્ષ પ્રાપ્ત કરવા માટે વધારે મહેનતની આવશ્યકતા છે. આજે વડીલોનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા. ધાર્મિક યાત્રામાં પૈસા વધારે ખર્ચ થશે.

વૃષભ રાશિ

મનમાં ઉત્સાહની ઉણપ થશે. પરિવારની સાથે સુશોભન કરવામાં સમય પસાર થશે. ભૂલોના કારણે તમારા વધુ પૈસા બગડી શકે છે. કામની વાતમાં તમારો પ્રભાવ સારો રહેશે અને બોસની સાથે તમારા સંબંધો સુધરશે. ભાગીદારીમાં કરેલા કામોમાં ધનલાભ થઈ શકે છે. તમને સારી આવક થશે. તમારા જીવનસાથીને કોઈ બીમારી થવાની સંભાવના છે. દરેકની સાથે પ્રામાણિકતાથી અને નિખાલસતાથી વર્તન કરવું સારું રહેશે.

મિથુન રાશિ

કર્મચારીઓથી તમે પરેશાન રહેશો. સારા અને ખરાબ માણસને ઓળખવું તમારા માટે જરૂરી થઇ શકે છે. કાર્ય પૂર્ણ થતાં મન પ્રસન્ન રહેશે. જોખમપૂર્ણ આવકમાં તમને લાભ થશે. આજે તમારા દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે અને સંતાનથી પણ સારા સમાચાર મળશે. તમારી પ્રવૃત્તિઓથી પિતા ઉદાસ થઈ શકે છે. મિત્રોના આગમનથી મનમાં પ્રસન્નતા રહેશે. માતાની તબિયત લથડવાની સંભાવના છે.

કર્ક રાશિ

તમારા નિર્ણયથી પરિવારમાં અસંતોષ રહેશે. આજે એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. ઘરમાં પ્રેમ અને સંવાદિતા રહેશે. તમે ઘર પર આરામ થી બપોર પસાર કરી શકો છો. નોકરી કરતા વ્યક્તિઓનો દિવસ સારો રહેશે. બિઝનેસ કરતા વ્યક્તિઓને સારા પ્લાનિંગથી સફળતા મળી શકે છે. નવા લોકો સાથે પ્રોફેશનલ સંબંધ બની શકે છે. કાર્યક્ષેત્રમાં અમુક સકારાત્મક રહેવાની સંભાવના છે.

સિંહ રાશિ

વ્યાપાર વ્યવસાયમાં તમને લાભ મળશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થતાં સહયોગ મળશે. કોઈ કામ થતા દિવસભર ઉર્જાથી ભરપુર મહેસૂસ કરશો અને ઉત્સાહ બની રહેશે. તમારી બુદ્ધિમાની તમારા કામ આવશે. પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાનાં સમાચાર મળશે, તમને આર્થિક સહયોગ મળશે, તેનાથી તમારી પોતાની જરૂરીયાતો પૂરી કરી શકો છો.

કન્યા રાશિ

ધાર્મિક કાર્યોનું આયોજન અથવા ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે. તમારી આજુબાજુ સકારાત્મક ઉર્જા રહેશે. લોકો તમારાથી ખુશ રહેશે. તમે કોઈ મોટા બિઝનેસ ગ્રુપ સાથે પાર્ટનરશિપ કરવાનો વિચાર કરશો. નવા અવસર પ્રાપ્ત થશે. પાર્ટનરશીપને લઈને સમજી-વિચારીને નિર્ણય કરવો. આજે તમને લાભની સાથે સારા અવસર પ્રાપ્ત થશે. બીજાને મૂર્ખ બનાવવા નહીં, નહિતર તેનાથી તમારા સંબંધો બગડી શકે છે.

તુલા રાશિ

આજે તમે ઘણા એવા કાર્યો કરી શકો છો, જે ઘણા દિવસોથી બાકી હતા. આધ્યાત્મિક સુખ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. વાહન સુખની ઈચ્છા આજના દિવસે પૂરી થઈ શકે છે. આજે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાથી બચવુ. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મળીને આજે તમે પોતાની ઉર્જાવાન મહેસૂસ કરશો. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. શારીરિક સ્વસ્થતા તથા માનસિક પ્રફુલ્લિતતાનો અનુભવ થશે. પારિવારિક કાર્યોમાં વધારે ખર્ચ થશે.

વૃશ્ચિક રાશિ

આયાત-નિકાસનાં ધંધામાં મોટો લાભ થશે. તમારા માતા-પિતા માંથી કોઈ એક ની તબિયત અસ્વસ્થ રહેશે, જેનાથી તમારે ડોક્ટરની પાસે જવું પડશે. કોઈ સરકારી યોજના લાભ થશે. સમાન વિચારધારાવાળા લોકો સાથે કામ કરવું સરળ રહેશે. પૈસાની દ્રષ્ટિએ તમારો દિવસ સારો રહેશે. તમારા સાસરી વાળા તમને મદદ કરે તેવી સંભાવના છે. સરકારી ક્ષેત્રમાં ઉન્નતિનાં દ્વાર ખુલશે. ભાગ્યની સાથે આજે તમારો બિઝનેસ સારો રહેશે.

ધન રાશિ

બાળકોની ચિંતા દૂર થશે. નોકરી માટે નવી તકો મળવાની સંભાવના છે. તમારે કોઈપણ તકને તમારા હાથથી જવા દેવી જોઈએ નહીં. ધ્યાન રાખવું  કે ફાલતુ અને બિનજરૂરી ચીજો પર ખર્ચ કરવાથી બચવું જોઈએ. બદલતી જીવનશૈલી વધારે પૈસાનો ખર્ચ કરાવશે. જો તમારો લવ પાર્ટનર તમારાથી ઉદાસ હોય તો તમારે તેને મનાવવાના પ્રયત્નો કરવા અથવા તેને કોઈ સરપ્રાઈઝ આપવી. મિત્રોની સાથે કોઈ મતભેદ થઈ શકે છે.

મકર રાશિ

કૌટુંબીક પારિવારિક સંપતિનો વાદ વિવાદ થઈ શકે છે. તમને અચાનક શહેરથી બહાર જવું પડી શકે છે. પારિવારિક સુખ અને ધનમાં વૃદ્ધિ થશે. કોઈ જૂની બીમારી પર પૈસા ખર્ચ થશે. સાસરી પક્ષેથી સારી આર્થિક મદદ મળી શકે છે. પોતાની વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સમાજના કામમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ શકો છો. નોકરીમાં પદોન્નતિનાં યોગ છે. આકસ્મિક સંપત્તિના લાભની પણ સંભાવના બની રહી છે.

કુંભ રાશિ

આજે સામાજિક કાર્યોમાં વધારે રહેશે. જો ટ્રાન્સપોર્ટનો વ્યાપાર છે તો કોઈ નવું વાહન ખરીદી શકો છો. સંબંધોમાં આવતું અંતર દૂર થશે. કોઈ નવા કામમાં પૈસા રોકાણ કરી શકો છો. તમારી આવક વધારે નહીં થાય. લાંબા સમય થી જે સંપત્તિને વેચવા માંગો છો, તેમાં સારો ફાયદો મળશે. પરિવારનાં કોઈ સદસ્યને આર્થિક મદદ કરી શકો છો. તમને તમારા પ્રત્યેનો વિશ્વાસ સફળતા અપાવશે.

મીન રાશિ

તમે તમારી વાતોથી લોકોને આકર્ષિત કરશો. પ્રિયજનોની સાથે સારો સમય પસાર થશે. પ્રેમ કરતા લોકોને પરસ્પર પોતાના મનની વાત કહેવામાં અચકાશે. સંભવ હોય તો કોઈ પાર્ટનરશીપમાં ન રહેવું, તે તમારા માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. વાદવિવાદ અને ઝઘડાથી માનસિક કષ્ટ થશે. બાળકોનાં વ્યવહાર થી મન નિરાશ થશે. તમને તમારા જીવનસાથી કોઈ ભેટ મળી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021