Categories: મનોરંજન

29 વર્ષ પછી માધૂરીએ ખોલ્યું રાઝ,અંતે શા માટે કર્યું સલમાન અને સંજય દત્ત સાથે આ ફિલ્મમા કામ

આ એક એવી અભિનેત્રી છે જેને દરેક પેઢીના લોકો પસંદ કરે છે. તેમના ફેંસ આજે પણ તેમને તેટલો જ પ્રેમ કરે છે. બોલીવુડની મશહુર અભિનેત્રીઓમાંથી એક માધુરી દીક્ષિતે પોતાની કારકિર્દીમાં બોલીવુડને ઘણી સારી ફિલ્મોને આપી છે. બોલીવૂડમાં ધક-ધક ગર્લિના નામથી ફેમસ માધુરી દીક્ષિતના બોલીવૂડમાં 36 વર્ષ થયા. માધૂરીએ 1984માં ફિલ્મ ‘અબોધથી’ કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેને ખરી ઓળખ 1988માં આવેલી ફિલ્મ ‘તેજાબ’થી મળી. જે બાદ માધુરીએ અન્ય હિટ ફિલ્મ કરી અને 1991માં આવેલી ફિલ્મ સાજન. આ ફિલ્મએ માધુરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી મંજિલ મળી. હાલમા જ માધુરીએ સોશિયલ મીડિયા પર પોતાની આ સુપરહિટ ફિલ્મનો એક ફોટો શેર કરતા ખુલાસો કર્યો છે કે અંતે 29 વર્ષ પહેલા તેમણે આ ફિલ્મ શા માટે સાઈન કરી હતી.

માધુરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટો શેર કરતા લખ્યુ, સાજનને 29 વર્ષ પૂર્ણ થઈ ગયા. આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ તેમણે ફટાફટ આમાં કામ કરવાનું મન બનાવ્યું હતુ. આગળ માધુરીએ કહ્યું કે આ ફિલ્મની સ્ટોરી અત્યંત રોમેન્ટિક હતી. ડાયલોક કવિતાની પેટર્ન પર હતી અને ફિલ્મનું મ્યૂજિક તો બ્રિલિયન્ટ હતું. માધુરીએ જે ફોટા શેર કર્યા છે, તેમાં તે સંજય દત્ત અને સલમાન ખાનના સાથે જોવા મળી રહી છે. માધુરી દીક્ષિત સંજય દત્ત અને સલમાન ખાન સ્ટારર આ મૂવી 90s’ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના ગીત એટલા મસ્ત હતા કે આજે પણ લોકોની મોઢે છે.

કહેવામાં આવે છે કે પહેલા માધુરી દીક્ષિત વાળો રોલ માટે આયશા જુલ્કાને પસંદ કરવામાં આવી હતી. આયશા પહેલા દિવસ શૂંટિગ પર આવી હતી, પરંતુ પછી તેમની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેમની જગ્યા પર માધુરી દીક્ષિતને લેવી પડી. તેમજ આમિર ખાન અમન સાગર વાળો રોલ પહેલી પસંદગી હતી, પણ આમિર ખાનને સ્ક્રિપ્ટ ન ગમી અને તેમણે મૂવી કરવાની ના પાડી દીધી.

ભલે આજના સમયમાં સલમાન ખાન એક ફિલ્મ માટે વર્ષનો સમય લે છે, પરંતુ આ સફરમાં સલમાન ખાન સહિતની અન્ય સ્ટાર્સે ફિલ્મીની શૂટિંગ આશરે 36 દિવસમાં પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે 1991માં ‘સાજન’ની શૂટિંગ દરમિયાન જ સંજય દત્ત અને માધુરી દીક્ષિત નજીક આવ્યાં હતાં. બંને લગ્ન પણ કરવામાં માંગતા હતાં. જોકે, માધુરીના પિતા આ રિલેશન વિરૂધ હતા, કારણ કે સંજય દત્ત તે સમય વિવાહીત હતો અને તેની એક પુત્રી પણ હતી.

કહેવામાં આવે છે કે 1993ના બોમ્બ ધડાકામાં જ્યારે સંજય દત્તનું નામ આવ્યું, ત્યારે માધુરી ખૂદ તેમનાથી અલગ થઈ ગઈ હતી. અલગ થયા બાદ બંને આ લાંબા સમય સુધી કોઈ જ ફિલ્મ સાઈન નહતી કરી. 1997માં બંને ‘મહાનતા’માં જોવા મળ્યા હતાં અને પાછા 22 વર્ષ પછી કરન જોહરની ફિલ્મ ”કલંક”માં સાથે જોવા મળ્યાં.

‘સાજન’ના ડાયેક્ટર લોરેન્સે ડાયરેક્ટ કરી હતી. બાદમાં માધુરીએ લોરેન્સ ડિસૂલાના ડાયરેક્શનમાં વધુ એક ફિલ્મ આરજુમાં કામ કર્યું હતું, જેમાં તેના સાથે અક્ષય કુમાર હતો. સંજય દત્ત અને માધુરી દીક્ષિતિએ ‘ખરતો કે ખિલાડી’, ‘ઈલાકા’,’ કાનુન અપના અપના’, ‘ થાનેદાર’, ‘સાજન’,’ખલનાયક’, ‘સાહિબાગ’ ‘ મહાનતા’ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021