Categories: રાશિફળ

30 ડિસેમ્બર 2020: બુધવાર આ 4 રાશિ માટે રહેશે શુભ, સુખ-સમૃદ્ધિ અને આનંદમાં થશે વધારો

બુધવારનો દિવસ આ દિવસ માટે માટે લાભકારી રહેશે. તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિનો વધારો થશે. ધનપ્રાપ્તિના માર્ગ ખુલશે. અટવાયેલા કાર્યોનું નિવારણ આવશે. એટલું માનસિક રીતે પણ રાહત અનુભવશો. તો આવો જાણીએ કંઈ છે આ રાશિ જેમની માટે આજનો ખાસ રહેશે…

મેષ રાશિ

માંગલિક અને રાજનૈતિક કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાઓમાં લાભ થશે. ધન પ્રાપ્તિના માર્ગમાં આવતી દરેક સમસ્યાઓ દૂર થશે. તમે જે યોજના બનાવશો અને જે કાર્ય કરશો તેનાથી તમને ખૂબ જ મોટો લાભ મળશે. રાજનીતિના સંબંધી લોકોનો દિવસ ઉપલબ્ધિઓ ભરેલો રહેશે. વૈવાહિક જીવન સફળ રહેશે. ધનનો ઉપયોગ બુદ્ધિમાનીથી કરવો. વ્યસ્તતાને કારણ થાક મહેસુસ થશે.

વૃષભ રાશિ

તમારા વિરોધીઓ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે ભાગ્યે તમને સાથ નહીં આપે. કાર્યોમાં વિલંબ આવશે. કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે, જેના લીધે તમને દુઃખ પહોંચી શકે છે. શારીરિક કષ્ટની આશંકા પ્રબળ છે. બેદરકારી કરવી નહીં. બપોર પછી સ્થિતિમાં બદલાવ થશે. માનસિક અને શારીરિક રૂપથી ચિંતાનો અનુભવ કરશો. બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે.

મિથુન રાશિ

જો તમે તમારા સપના પુરા કરવા માંગો છો તો તેના માટે અનુકુળ સમય છે. ઓફિસમાં વિપરીત લોકો સાથે વાતચીત વધારે થઈ શકે છે, તેવામાં લોકોની મદદ મળવાના યોગ છે. આર્થિક નીતિનું પરિવર્તન સારું રહેશે. ઘર બહાર પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. પ્રેમ કરતા વ્યક્તિ માટે આ દિવસ સારો છે. સમય પર કામ પુરા થઇ શકે છે. તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહશે. શારીરિક સ્વાસ્થ્યમાં સમસ્યા ઉત્પન્ન થશે.

કર્ક રાશિ

આજે પ્રિયજનો સાથે મુલાકાત થશે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. આવક સારી રહેશે અને વ્યાપારમાં ફાયદો મળશે. કાર્યક્ષેત્રમાં કંઈક નવું શીખવાનો અવસર મળશે. અન્ય લોકો પાસેથી અપેક્ષા પૂરી નહીં થાય. કાર્યની ગતિ ધીમી રહેશે. નોકરીમાં કાર્યભાર રહેશે. થાક અને કમજોરી આવી શકે છે. જૂના મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. કાર્યમાં આખો દિવસ વ્યસ્ત રહેશો અને કાર્યના ભારને લીધે તણાવ આવી શકે છે.

સિંહ રાશિ

ભૂમિ લાભના યોગ છે. રોકાણ સમજી-વિચારીને કરવું. પોલિટિક્સનાં લોકો પોતાનાં કાર્યો થી ઉચ્ચ નેતાઓને ખુશ કરશે. આજનો દિવસ સંતોષકારક છે. વૈવાહિક જીવનમાં પ્રેમ બની રહેશે. નોકરી અને વેપારમાં સારું પરિણામ પ્રાપ્ત નહીં થાય. તમને તમારા કામકાજમાં થોડોક બદલાવ લાવવાની જરૂર છે. સ્વાસ્થ્ય સુખમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી મહેનત રંગ લાવશે.

કન્યા રાશિ

આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને કંઇક અસાધારણ કરશો. આજનો દિવસ કંઈક સારું કરવાનો અવસર આપી રહ્યો છે. સરકારી લાભ મળવાના યોગ છે. પ્રેમ માટે આજનો દિવસ સારો છે. આજે રોકાણના નવા રસ્તા તમારી સામે આવ્યા છે, તેની ઉપર વિચાર કરો પરંતુ તેમાં પૈસા ત્યારે જ લગાવવા જ્યારે તમે તે યોજનાઓને સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો હોય. પરિવારમાં વડીલોનો સહયોગ તમને સૌથી વધારે મળશે.

તુલા રાશિ

આજે તમારા કાર્યક્ષેત્રમાં વિઘ્નો આવશે. તમે પોતાના દૃષ્ટિકોણમાં બદલાવ લાવશો તો તમને સારું પરિણામ મળશે. કામકાજમાં સફળતા મળવાની સંભાવના છે. તમારા સાથી સાથે પ્રવાસની યોજના બનાવી શકો છો. પારિવારિક જીવનમાં સમસ્યા આવી શકે છે. પારિવારિક જીવનમાં અચાનક કોઈ જુના મુદ્દા ઉદ્ભવી શકે છે, જેનાથી ઘરનું વાતાવરણ તણાવપૂર્વક રહેશે. પિતાના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો.

વૃશ્ચિક રાશિ

અજાણતા નિર્ણયથી ગેરસમજ ન ઊભી થાય તે વાતનું ધ્યાન રાખવું. એકાગ્રતાથી કામ કરવાના પ્રયત્ન કરવા. નવા વ્યક્તિ સાથે મુલાકાત કે મિત્રતા થવાના યોગ છે. રોકાણ સમજી-વિચારીને કરવું. પરિવારમાં અમુક લોકો જોડે પોતાના કામકાજ અને પ્લાનિંગ શેર કરી શકો છો. પરિવારનાં સદસ્યોની સાથે સારો સમય પસાર થશે. વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવા. કોઇ કારણથી ખર્ચ વધારે થશે ઉત્સાહ બની રહેશે.

ધન રાશિ

આજે તમે સકારાત્મક વિચાર સાથે કામ કરશો. કારોબારમાં મંદી આવવાના લીધે તમારી સમસ્યા વધશે. આજે તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરશો અને ગિફ્ટની આશા કરી શકો છો. નવા કાર્ય પ્રારંભ કરવાની યોજના બનશે. સારી ખબર મળવાથી પ્રસન્નતા રહેશે. પારિવારિક સહયોગ પ્રાપ્ત થશે. તમને તમારા સંબંધીઓ થી સમસ્યા આવી શકે છે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. યાત્રા કરવી ફાયદાકારક અને મોંઘી સાબિત થશે.

મકર રાશિ

તમારા સ્વભાવિક ઉત્સાહ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સફળતાની પ્રાપ્તિ થશે. રાજનીતિ કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિકારક છે. મીડિયા અને આઇટી સાથે જોડાયેલા લોકો પોતાના કાર્યોથી સંતુષ્ટ રહેશે. ઓછી મહેનતથી જ કાર્ય સિદ્ધ થશે. વ્યાપાર વ્યવસાયમાં ઝડપ આવશે. આજનો રોમેન્ટિક દિવસ તમારા માટે એક સારો અહેસાસ લાવશે. તમને તમારા પ્રયાસોમાં સદંતર સફળતા પણ મળશે.

કુંભ રાશિ

તમારી જવાબદારીઓ પ્રત્યે સાવધાન રહેવું. કોઈ પાર્ટ ટાઈમ કામ પણ તમને મળી શકે છે. એકસ્ટ્રા કામમાં તમને કોઈને મદદ મળી શકે છે. જુના વિવાદો પૂર્ણ થશે. લાંબા સમયથી અટવાયેલા કાર્ય પ્રસન્નતાથી પૂર્ણ થશે. બીજાની વાતને સમજવાનો પ્રયત્ન કરવો. વિવાદ પૂર્ણ થવાથી શાંતિ અને સુખ વધશે. કાર્યક્ષેત્રમાં તમારો કાર્યભાર વધવાની સંભાવના છે.

મીન રાશિ

આજે તમારા કાર્ય અધુરા રહી શકે છે. શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ ફાયદાકારક સાબિત થશે. તમે ફરવા અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં હશો. જોખમ અને જમાનતનાં કાર્ય દૂર થશે. સ્વાસ્થ્યમાં ખાવા-પીવાની ચીજોમાં સાવધાની રાખવી, નહિતર તો પેટની સમસ્યા થઈ શકે છે. ઉતાવળમાં નિર્ણય લેવો નહીં, જેનાથી જિંદગીમાં આગળ જઈને તમારી અફસોસ કરવો પડે નહીં. કોઈ નજીકની વ્યક્તિ સાથે બોલચાલ થઈ શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021