Categories: રાશિફળ

31 ડિસેમ્બર 2020: વર્ષના છેલ્લા દિવસે આ 3 રાશિની ચમકી જશે કિસ્મત, થશે પૈસાનો વરસાદ..

31 ડિસેમ્બર એટલે કે, ગુરૂવારનો દિવસ વર્ષનો છેલ્લો છે. જે આ 3 રાશિ માટે ખાસ રહેશે. કારણ કે, આ દિવસે આ રાશિ પર મા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે. તેમની તમામ આર્થિક સમસ્યા દૂર થશે. સાથે જ ધનલાભ થશે. તો આવો જાણીએ કંઈ છે આ 3 રાશિ…

મેષ રાશિ

આજે તમારા મનમાં ઉત્સાહ ભાવનો સંચાર થશે. જેના લીધે દિવસભરનો સમય આનંદપૂર્વક પસાર થશે. હિંમત અને મગજથી બગડેલી સ્થિતિ પણ તમે સાંભળવામાં ખૂબ જ સફળ થશો. સારા વ્યવહારને લીધે અમુક લોકોની મદદ મળી શકે છે. અટવાયેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. તમારા જીવનસાથીની ભાવનાઓને સમજી શકો છો. કામમાં તમારું મન લાગશે. તમારે સંયમમાં રહેવું પડશે.

વૃષભ રાશિ

આજે પોતાના કામથી તમે લોકોનું દિલ જીતવામાં સફળ થશો. કંટાળાને દૂર કરવા માટે તમે આજે કંઈક અલગ કરવાના પ્રયત્ન કરી શકો છો. તમે તમારી દિનચર્યામાં અમુક બદલાવ કરવાનું મન બનાવી શકો છો. વ્યવસાય માટે એક સહકારી દિવસ હશે કારણ કે તમે તમારા રસ્તામાં આવતા દરેક નવા અનુબંધની આશા કરી શકો છો. પારિવારિક જીવન સારું રહેશે અને મિત્રો સાથે મુલાકાત થશે.

મિથુન રાશિ

તમારી પાસે ઓફિસ કે પોતાને લગતા કામ વધુ રહેશે. તમે ઘણાં બધા કામ પૂર્ણ કરવાની કોશિશ કરી શકો છો. લાંબી યાત્રાની દ્રષ્ટિએ તમે જે પોતાના સ્વાસ્થ્ય અને ઊર્જાનાં સ્તરમાં સુધારો કર્યો છે તે ખુબ જ ફાયદાકારક રહેશે. કંઈક નવું શીખવા મળશે. નાની યાત્રાથી ખૂબ જ મોટો લાભ થશે. કાર્ય સિદ્ધ થશે. જીવનસાથી તરફથી મદદ મળી શકે છે. ઘરના મુદ્દાઓઓને ઉકેલી શકશો. બધા જોડે વિનમ્ર થઈને વાત કરવી જોઈએ. ભાઈ સાથે તકરાર થઈ શકે છે.

કર્ક રાશિ

પરિસ્થિતિઓમાં સકારાત્મક બદલાવ થઈ શકે છે. જૂની વાતો ભૂલીને આગળ વધવું. આજે તમને ધનલાભ થવાના સંભાવના છે. પ્રેમ સંબંધમાં પ્રપોઝ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આર્થિક રીતે આજનો દિવસ સારું પરિણામ આપશે. આજે તમે વધારે ખર્ચ કરી શકો છો. પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. દાંપત્ય જીવન સારું રહેશે. આજે તમે કોઈ નવો કારોબાર ચાલુ કરી શકો છો.

સિંહ રાશિ

ભાઈ મિત્રો અને સ્નેહીજનો સાથે મળવાનું થશે. લાંબા સમયથી અધુરી ઈચ્છાઓ પૂર્ણ થશે. પોતાના પ્રયત્નોમાં તમે સફળ થશો. કોઈ નવા સ્થાન પર તમે જઈ શકો છો. ઘરમાં કોઈ માંગલિક કાર્ય યાત્રા માટે વિચાર કરવો જરૂરી રહેશે. ભાગ્યનો સાથ આજે તમને મળશે. જરૂરિયાતથી વધારે ખર્ચ કરવાથી અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓથી બચવું. તમે મીઠું બોલી તમારા બધા કામ પૂર્ણ કરાવી શકો છો.

કન્યા રાશિ

જો તમે કોઈ સમસ્યામાં ફસાયેલા છો તો આજે તમે એ સમસ્યામાંથી બહાર આવી જશો. અનેક સમસ્યાઓનું સમાધાન થશે. વેપારીઓ આજે પોતાના કાર્યમાં ખુશ રહેશે. જો તમે નોકરી કરો છો તો આજે તમારી ઓફિસમાં તમે તમારા કામ પર પૂરું ધ્યાન આપશો, જેનાથી તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક થશે. ધનનું આગમન થશે. પ્રેમસંબંધ સારો રહેશે. જીવનસાથી સાથે ખૂબસૂરત યાત્રા થશે. તમારે પોતાને શાંત રાખવાના પ્રયત્નો કરવા.

તુલા રાશિ

આજે કાર્યસ્થળ પર કોઈ પ્રતિ આર્થિક મુદ્દામાં રાહત મળશે. આવકની સાથે ખર્ચ પણ વધવાની સંભાવના છે. નવા વિચારો આવશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. કોઈ આનંદ ઉત્સવમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું, દુર્ઘટના થવાની સંભાવના છે. નોકરીમાં સફળતા મળવાના યોગ બનશે. કોઈ યાત્રા પર જવું ટાળવું.

વૃશ્ચિક રાશિ

તમારી અધુરી પરિયોજનાઓને આજે સફળતા મળશે. વ્યવસાયમાં પ્રગતિ રહેશે. ઘરની બહાર પૂછપરછ થશે. લવ લાઈફ સારી રહેશે. કોઈ સંબંધી જોડે વાતને લઇને વિવાદ થઈ શકે છે. પરિવારમાં ભૌતિક સુખનાં સાધન વધશે. મિત્રોનો સહયોગ મળશે. દાંપત્યજીવનમાં જીવનસાથીનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ધાર્મિક સંગતમાં તમે રુચિ રાખી શકો છો. માંગલિક પ્રસંગ તમારા સારી રીતે પૂર્ણ થશે.

ધન રાશિ

મતભેદને લીધે વ્યક્તિગત સંબંધોમાં તિરાડ પડી શકે છે. તમારે પોતાના ક્ષેત્ર મનથી બહાર નીકળીને એવા લોકોને મળવાની જરૂર છે, જે ઊંચી જગ્યા ઉપર હોય. તમારે પોતાના સાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. વાંચવામાં અને લખવામાં તમારું મન લાગી શકે છે. સફળતાની પ્રાપ્તિ થશે. કારણ વગર કોઈ વ્યક્તિ પર ગુસ્સો કરવો નહિ. કામકાજમાં આવતા બદલાવને લીધે તમને લાભ મળશે.

મકર રાશિ

સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકો છો. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. મીડિયા અને ફિલ્મ ફિલ્ડનાં જાતકો માટે નવા અવસર ઉપલબ્ધ રહેશે. કુંવારાને વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. રાજનીતિમાં લાભની પ્રાપ્તિ થશે. પરિવાર થી ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. માનસિક શાંતિમાં ભંગ પડી શકે છે. સ્થાયી સંપત્તિની ખરીદીથી મોટો લાભ થઈ શકે છે.

કુંભ રાશિ

પોતાની ઉપર ખર્ચો થઈ શકે છે. પાર્ટનરશીપનાં કામમાં અડચણ આવી શકે છે. ભાવુક થઈને નિર્ણય લેવામાં વિચાર કરવો. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. પારિવારિક માંગલિક કાર્યનું આયોજન થઇ શકે છે. જૂના મિત્રોની મદદ મળશે. તમારે પ્રેમમાં દુઃખનો સામનો કરો કરવો પડી શકે છે. ગણેશજીની કૃપાથી આજે તમારા દરેક દુઃખનું નિવારણ થશે.

મીન રાશિ

દલાલો અને વ્યવસાયી લોકો માટે આ દિવસ ખૂબ જ સારો છે. કારણકે તેમને ખૂબ જ ફાયદો થશે. વ્યાપાર વ્યવસાયમાં મન મુજબ ફાયદો મળશે. તમારો જીવનસાથી તમારી જરૂરીયાતોને નજર અંદાજ કરી શકે છે, જેના લીધે તમે ચિડિયા સ્વભાવના થઈ શકો છો. વાહન, મશીન, અગ્નિ વગેરેના પ્રયોગમાં બેદરકારી કરવી જોઈએ નહીં. શારીરિક કષ્ટ સંભવ છે. બીજાની વાતોમાં આવવું નહીં. બીજાના હિત માટે સારો સમય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021