ભીંડા કેટલાક લોકોને ખૂબ ભાવે છે. કારણ કે, તે ખોરાકમાં સ્વાદિષ્ટ છે અને તમામ પોષક તત્વોથી ભરેલું છે. તે ખૂબ જ ગુણકારી છે. પહેલા બે કે ત્રણ ભીંડા લો, તેમને કાપી નાખો અને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી પીવો. જેનાથી તમારા સ્વાસ્થ્યને ગુણાકરી ફાયદા થાય છે. આવો જાણીએ..
ફાયદા…
ભીંડામાં વિટામિન એ અને ઇ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે આપણી આંખો અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણી વખત ભીંડાને રાંધતી વખતે તેના જરૂરી પોષક તત્વોનો નાશ થઈ જાય છે, પરંતુ આ ઉપાયમાં તમને ભીંડાના તમામ જરૂરી પોષક તત્વો મળશે.
આ રેસીપી સુગરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે રામબાણ જેવું કામ કરે છે. દરરોજ સમાન પ્રમાણમાં ભીંડાવાળા પાણીનું સેવન કરવાથી સુગરની સમસ્યા ખૂબ જ ઝડપથી ઓછી થઈ જશે.
ભીંડાનું આ પાણી આપણા શરીરને રોગો સામે લડવાની તાકાત આપે છે અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
આ ઉપરાંત ભીંડા ખાવાથી પણ અનેક શારિરીક સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. આવો જાણીએ…
- ભીંડામાં રહેલા પ્રોટીન તત્ત્વ કોલેસ્ટોલ ઓછું કરે છે, સાથે હૃદયને સ્વસ્થ રાખે છે.
- ભીંડા ખાવાથી હાડકાં મજબૂત બને છે તથા તે શરીરમાં લોહીની માત્રામાં વધારો કરે છે.
- ભીંડામાં રહેલું ફાયબર પાચનતંત્રમાં રહેલી ચરબી કાપે છે.
- ભીંડામાં વિટામિન-બી પણ રહેલું છે, જે મગજના જ્ઞાનતંતુને અંદરથી મજબૂત બનાવે છે.
- ભીંડામાં રહેલું વિટામિન-એ રહેલું હોય છે, જે ત્વચા પર ડાઘ, કરચલીઓને દૂર કરે છે.
આમ, ભીંડાનું પાણી અને ભીંડા બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. જે ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન મળે છે.