Categories: દેશ

5-6 વર્ષમાં બનનારી વેક્સિન કેવી રીતે બની ગઈ 12 મહિનામાં? જાણો કોવિશિલ્ડની કહાની..

કોઇપણ બિમારીની વેક્સિન બનાવવા માટે અનેક વર્ષો લાગે છે. વૈજ્ઞાનિકોની હાલત ખરાબ થઇ જાય છે. પરંતુ કોરોના વાયરસની વેક્સિન સૌથી જલ્દી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાયન્ટિસે બનાવી કેવી રીતે? આ સવાલ તો ઉઠે જ છે. કારણ કે સામાન્ય રીતે કોઇ વેક્સિનને વિકસિત થવા પર ઓછામાં ઓછા 5-6 વર્ષ લાગે છે. કોરોના વાયરસની વેક્સિનને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ માત્ર 12 મહિનામાં વિકસિત કરી દીધી છે. આવો જાણીએ વોક્સિન બનવાની કહાની.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટસે દવા કંપની એસ્ટ્રાજેનેકાની સાથે મળીને આ વેક્સિન બનાવી છે. આ વેક્સિનના ઉત્પાદનની જવાબદારી ભારતની સીરમ ઇસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાને મળી છે. ઓક્સફોર્ડની કોરોના વેક્સિનને અત્યાર સુધી ભારત, બ્રિટેન, મોરક્કો, અર્જેટીના અને અલસલ્વાડોરમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

ઓક્સફોર્ડના સાયન્ટિસે સૌથી પહેલા એ જાણ્યું કે આખરે કોરોના વાયરસને નબળો પાડવા માટે શું જરૂરી છે. જણવા મળ્યું કે વાયરસની ઉપરી કંટીલી સતહ જેને સ્પાઇક પ્રોટીન અથવા ક્રાઇન પણ બોલવામાં આવે છે. તેને નષ્ટ કરવી જરૂરી છે. મતલબ એ છે કે કોરોના વાયરસનો સાચો વાયરસ શરીરમાં બાદમાં પહોંચે છે. પહેલા તેનો આ પ્રોટીન હુમલો કરે છે. તો પહેલા તેને ખતમ કરવો જરૂરી છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની પાસે ChAdOx1 વાયરલ વેક્ટર ટેક્નોલોજી પાછલા દસ વર્ષોથી છે. આ પ્લેટફોર્મ પર તેઓ અનેક પ્રકારની બીમારીઓની વેક્સિન બનાવી રહી છે. અને બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ પ્લેટફોર્મ દ્વારા વૈજ્ઞાનિકોએ એક નુકસાન ન પહોંચાડવા વાળા એડિનોવાયરસને મોડફાય કર્યો. આ વાયરસના કારણે ચિમ્પાનજીમાં સામાન્ય શરદી થાય છે.
ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ ChAdOx1ને પસંદ કર્યો કારણ કે તે મજબૂત ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે. આ વાયરસને પ્રજનન કરવા દેતો નથી અને વાયરસને બનાવા દેતો નથી. આ પ્લેટફોર્મથી મિડિલ ઇસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમની સારવાર કરવામાં આવી. ChAdOx1ને ડિસીઝ એક્સ માટે હંમેશા તૈયાર રાખવામાં આવે છે. WHOની પરિભાષા અનુસાર ભવિષ્યમાં આવનારી મહામારીને ડિસીધ એક્સ કહેવામાં આવે છે.

ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની જેનેટિક સિક્વેંસ શોધી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે તાત્કાલિક ChAdOx1 પ્લેટફોર્મ પર નાખીને પોતાની કોરોના વેક્સિન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તેમાં ChAdOx1 વેક્ટર અને SARS-CoV-2ની સ્પાઇક પ્રોટીનને મેળવી દેવામાં આવ્યું. કોરોના વાયરસ તેજીથી ફેલાઇ રહ્યો હતો. એટલા માટે ઓક્સફોર્ડના સાયન્ટિસે તાત્કાલિક જાનવરો પર તેનું ટ્રાયલ કરવાની મંજૂરી મળી ગઇ હતી. જ્યારે ઓફ્સફોર્ડ વૈજ્ઞાનિકોને સકારાત્મક ડેટા મળ્યા તો તેમને માણસ પણ ટ્રાયલની વાત રાખી હતી.

ઓક્સફોર્ડની વેક્સિનનું ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું. આ ત્રણ તબક્કામાં થાવાનું હતું. પહેલા ફેઝમાં વેક્સિનની સેફ્ટી, ટોલરેંસ અને ઇમ્યૂન રિસ્પોન્સની તપાસ થતી. બીજા તબક્કામાં અલગ અલગ લોકોમાં તેની અસર જોતા એ જાણવાનું કે વેક્સિનના કેટલા ડોઝ અને કેટલા સમયના અંતરમાં તેની જરૂરત હશે. ત્રીજા ફેઝમાં વેક્સિનની ક્ષમતા એટલે કે એફિકેસી અને સાઇડ ઇફેક્ટની તપાસ કરવાની હતી.

સામાન્ય રીતે ટ્રાયલના ત્રણ તબક્કા અલગ અલગ થાય છે. તેમાં ખુબ જ કાગળની કાર્યવાહી અને ફંડિંગનો મામલો ફસાય છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ફેઝ-1 અને ફેઝ-2ને એકસાથે જોડી લીધું, તે બાદ ફેઝ-2 અને ફેઝ-3ને જોડી ધીધા. તેનાથી વેક્સિનનું ડેવલપમેન્ટ પ્રોસેસ તેજ થઇ ગઇ, ટ્રાયલ્સનું પ્રોસેસ યોગ્ય થઇ રહ્યું છે તેના માટે ઓક્સફોર્ડે અલગ ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ બનાવ્યું હતું.

ઓક્સફોર્ડ વેક્સિનનું ટ્રાયલ હજુ પણ ચાલી રહ્યું છે પરંતુ મોનિટરિંગ બોર્ડ સતત તેની સેફ્ટી, એફિકેસી પર નજર રાખી રહ્યું છે. વેક્સિનને વિકસિત કરતા સમયે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, દવા કંપની એસ્ટ્રાજેનેકા અને ઉત્પાદન કંપની સીરમ ઇસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના કામ પર નજર રાખવામાં આવી, આ સિવાય વેક્સિનનો રિપોર્ટ સમય-સમય પર WHO સહિત દુનિયાના શ્રેષ્ઠતમ રિસર્ચ સેન્ટરો અને ઓથોરિટીઝને તપાસ કરવા માટે મોકલી દેવાયો.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો દાવો છે કે લાયસન્સ મેળવવા માટે પહેલા તેની કોરોના વેક્સિન દરેક વોલંટિયર્સ પર પાંચ-પાંચ વાર ટેસ્ટ કરવામાં આવી છે. ટેસ્ટ દરમિયાન ચાર દેશોમાં 24 હજાર લોકોએ વોક્સિન ટ્રાયલમાં ભાગ લીધો. હાલ છેલ્લા ફેઝના અંતિમ ટ્રાયલ્સ ચાલી રહ્યું છે. તેમાં પણ ચાર દેશોના 30 હજાર લોકો ભાગ લઇ રહ્યાં છે. અલગ અલગ પ્રકારની આબાદી પર વેક્સિનનું ટ્રાયલ તેનું યોગ્ય અને સટીક પરિણામ સામે લઇને આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021