Categories: હેલ્થ

30ની ઉંમર બાદ હૃદયના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી, આ 5 લક્ષણો ન કરો નજરઅંદાજ

હૃદય આપણાં શરીરનું સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ અંગ છે. અમુક ક્ષણ માટે પણ હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે અથવા કોમામાં જઈ શકે છે. એટલા માટે પોતાના હાર્ટના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી હોય છે. સામાન્ય રીતે હાર્ટ એટેકના સૌથી વધું મામલા 42ની ઉંમર બાદ જ જોવા મળે છે, પરંતુ તેના સંકેત તમને 30 વર્ષની ઉંમર બાદ શરૂ થઈ જાય છે. 20 થી 30 વર્ષની ઉંમર વ્યક્તિની જવાનીનો સૌથી મહત્વ પૂર્ણ દિવસમાં હોય છે, એટલા માટે આ ઉંમરમાં વ્યક્તિ મોજ, મસ્તી, શોખ, ખાવુ-પીવુ, કેરિયર, વગેરે પર ધ્યાન આપે છે, પરંતુ 30 ઉંમર પસાર કરતા જ સાવધાન થઈ જવું જોઈએ અને શરીરમાં જોવા મળતા નાના-મોટા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ. આવો અમે તમને જણાવી દઈએ એવા 5 લક્ષણો જે હાર્ટની બીમારીના પહેલા સંકેત છે અને 30 વર્ષની ઉંમરના બાદ આના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી હોય છે.

સીડીઓ ચઢતા સમય શ્વાસ ચઢવો
યુવાનીના દિવસોમાં તમારા શરીરમાં ઉર્જા, સ્ટેમિના અને જોશ ત્રણ પ્રાકૃતિક રીતે ખૂબ વધું હોવી જોઈએ, પરંતુ તમને એવું લાગે છે ભારી કામ કરતા તરત થાક લાગે છે અને તમારો શ્વાસ વધવા લાગે છે, તો આ કોઈ ખતરાનો સંકેત પણ હોય શકે છે. સામાન્ય રીતે 30-40ની ઉંમરમાં 20-25 સીડીઓ ઝડપથી ચઢવી કોઈ મુશ્કેલ કામ નથી. પરંતુ જો તમે સીડી ચઢતા અત્યંત વધું થાક લાગે છે, શ્વાસ અવ્યવસ્થિત લાગે છે, તમને વચ્ચે રોકાવું પડે છે, તો આ હાર્ટની સમસ્યાના પહેલા સંકેત હોય શકે છે.

જડબાંનું દર્દ
આ લક્ષણને લોકો એ માટે નજરઅંદાજ કરે છે, કારણ કે જડબાનું દર્દને દાંતોનું દર્દ સમજી લે છે અને પછી દાંતના દર્દની દવા લેઈ દર્દી દબાવી દે છે. 1-2 વાર તો આવું કરવું યોગ્ય છે, કારણ કે શક્ય છે કે પીડા તમારા દાંતની જ કોઈ સમસ્યાનું કારણ હોય, પરંતુ વારંવાર આવું ન કરવું જોઈએ કારણ કે દાંત અથવા જડબામાં વારંવાર પીડાનો સંકેત હાર્ટની તકલીફ હોય શકે છે. એટલા માટે જડબામાં દર્દ હોય તો દાંતના ડોક્ટરને તો મળો, સાથે જ હાર્ટના ડોક્ટરને મળી તપાસ કરાવી લેવી જોઈએ.

નસકોરા
ઉંઘમાં નસકોરમાં ભરવાના ઘણાં કારણ હોય શકે છે, પરંતુ સામાન્ય રીતે આ સમસ્યા યુવાન આયુમાં નથી શરૂ થતી. જો કોઈ વ્યક્તિને 30-35ની ઉંમરમાં નસકોરાની સમસ્યા શરૂ થઈ જાય છે તો આ શ્વાસ સંબંધિત કોઈ સમસ્યાના સંકેત હોય શકે છે. તેનો એક અર્થ એ પણ છે કે તમારૂ હૃદય સરખું કામ નથી કરી રહ્યું. એટલા માટે નસકોરાની સમસ્યા છે અને શ્વાસની તકલીફ પણ સાથે -સાથે છે તો તમારે હૃદયના ડોક્ટરને મળી આનું કારણ જાણવવું જોઈએ.

માથામાં પીડા
હૃદયમાં સમસ્યાનું મુખ્ય સંકેત તો માથાનું દર્દ પણ છે, પરંતુ આ સંકેત હંમેશા ઘણા સમય પછી સ્ટેજમાં દેખાય છે. જોકે આજ-કાલ 25-30ની ઉંમરમા પણ યુવા હાર્ટ એટેકનો શિકાર બને છે. દર વર્ષે 30 વર્ષથી નાની ઉંમરના હજારો લોકોના મોત કાર્ડિયોવસ્કુલર બીમારીઓથી થાય છે. એટલા માટે માથામાં દર્દને કઈં બીજું સમજી નજરઅંદાજ ન કરવું જોઈએ. માથામાં પીડા સાથે જો પરસેવો આવે, તો તમારે તુરંત હાર્ટ હોસ્પિટલ જવું જોઈએ. અહી એ વાત જરૂરી છેકે ઘણીવાર માથામાં જલનને લોકો માથામાં પીડા સમજી લે છે, એટલા માટે જલન અને પીડાના અંતરને સમજીને જ નિર્ણય કરી લો.

શરીરના એક ભાગમાં કળતર
હાર્ડની સમસ્યાનું એક મોટું કારણ કોલેસ્ટ્રો પણ છે. કોલેસ્ટ્રોલ વધવાથી શરરીમાં રક્ત પ્રવાહ વિક્ષેપિત થાય છે અને હાર્ટ એટેરનો ખતરો વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ જો અત્યંત વધી જાય છે, તો તેના પહેલા સંકેત રૂપમાં કળતરની સમસ્યા થઈ શકે છે. જો તમને અમુક દિવસો સુધી સતત આવો અનુભવ થાય કે તમારા શરીરના કેટલાક ભાગમાં સતત કળતર થઈ રહી છે અથવા શરીરના એક તરફનો ભાગ સરખો કામ નથી કરી રહ્યો, તો આ પણ હૃદયની સમસ્યાના પહેલા સંકેત હોય શકે છે. એટલા માટે આના પર ધ્યાન દેવું જરૂરી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021